પહેલી વાત તો એ કે, અત્રે હાજર રહેલા સર્વે મિત્રોની તેમણે બૂક કરેલ પુસ્તકો પર શ્રી અમુલખભાઇ હસ્તાક્ષર કરશે.બીજી વાત એ કે આ કવિનો આ પહેલો ગદ્ય પ્રયોગ છે અને તે સર્જન પ્રક્રિયાનો હું ભાગીદાર અને સાક્ષી છું તેથી કેટલિક અમુલખ વિષેની વાતો હું અહીં આપની સાથે વહેંચવા માંગુ છું.
આમંત્રણ પત્રિકા છપાઇ ગઇ અને જેમણે જીવન સાથીની અગાઉથી કોપી બુકિન્ગ કરાવેલ તેમને તેમના સરનામે કુરિયર કરવામાં આવી.એક આમંત્રણ પત્રિકા ઘનશ્યામ શ્રી મનોજ કોઠારીને જાતે આપી આવ્યો.
જરા વાર રહી બંને મિત્રો પાન ખાવા બહાર આવ્યા અને વાતો કરતા એક ઓળખીતા પાનવાળાના ગલ્લે આવ્યા.પનવાડીએ તેમના પાન બનાવીને આપ્યા.ઘનશ્યામે એક સિગારેટ સળગાવી સિગારેટનું પાકિટ અને લાઇટર અમુલખ સામે લંબાવ્યું.અમુલખ ક્યારેક સિગારેટ પીતો હતો પણ ઘનશ્યામે કરેલી ઓફરથી તેણે પણ એક સળગાવી પછી અમુલખે નક્કી કરેલી જગા સુધી બંને ચાલતા રહ્યા અને મુકરર સ્થળ આવી જતા પાછા વળ્યા.
ઘણા સમય સુધી બંને આમ જ એક પણ શબ્દ બોલ્યા સિવાય શુન્યમનસ્ક એકબીજાની આંખોમાં તાકી રહ્યા…એક બીજાનો હાથ પકડી રહ્યા પછી મહેશ ની આંખો ફરીથી ઉભરાઇ પડી કારણ કે, માલતી પણ દુ:ખી હતી અને એની ઉદાસી દુર કરવા મહેશ અસમર્થ હતો….એને પણ એ જ વાત વેદના આપતી હતી જે માલતીને ઉદાસી આપતી હતી….મુશ્કેલીથી બંનેએ વાત કરવાનું શરૂ કર્યું.
અમુલખ ખુબ જ લાગણીથી આ યુગલ તરફ જોઇ રહ્યો…પહેલા તો અમુલખને લાગ્યુ હતું કે, આજની પેઢીનું કપલ માત્ર પ્રેમલા પ્રેમલીવાળી જ વાતો કરી શકે…એ લોકો ને એકબીજા સિવાય બીજુ કોઇ પણ ક્યાં કશું દેખાતું હોય છે એક બીજાના પ્રેમમાં પડ્યા અને લગ્ન થયા…પછી બાકીની દુનિયા જખ મારે છે..! ને કોણ પુછે છે મા બાપ ને ? સ્વચ્છંદતા ને જનરેશન ગેપનું નામ આપી ને યુવાનો પોતાનુ મન ધાર્યુ જ કરે છે.
આજ ની પેઢી બદનામ હતી પોતાના સ્વાર્થીપણા માટે આવા જ વિચારો અમુલખના પણ હતા પણ માણસ પોતાના અનુભવ દ્વારા જ નિર્ણય પર આવતો હોય છે. અમુલખ પોતાના વિચારો પડતા મુકી ને આ લોકો ની વાતો સાંભળવા લાગ્યો,
‘મહેશ…કંઇક તો બોલ…આમ જ ક્યાં સુધી ચુપ રહીશ…? તું બોલીશ નહીં તો તારા મનનો બોજ હળવો કંઇ રીતે થશે..?’માલતીએ વાતની શરૂઆત કરી
‘માલતી આજે મધર્સ-ડે છે.એ લોકો કેટલા નશીબદાર છે જેની પાસે મા છે એ લોકો આજે પોતાની મમ્મી ને હેપ્પી મધર્સ-ડે વિશ કરી શકે છે અને એના આશિર્વાદ મેળવી શકે છે…ઇચ્છે ત્યારે એના ખોળામાં માથુ મુકી શકે છે,નાના બાળકની જેમ રડી શકે છે અને માતાનો વહાલભર્યો હાથ માથા પર ફરે ત્યારે દુનિયા ની ભલભલી સમસ્યા નાની લાગવા લાગે છે આપણે બંને કમનશીબ છીએ કે, આપણામાંથી કોઇના મા બાપ નથી…આપણા લગ્ન થયા પણ મા-બાપ ના આશિર્વાદ વગર…’આમ કહી ને મહેશની આંખો ફરી વહેવા લાગી….
માલતી એ મહેશ ખભા પર પોતાનો પ્રેમાળ હાથ મુક્યો અને મહેશની ઉભારાયેલી આંખો લુછતા બોલી
‘મહેશ…જો આપણે આપણા માટે મા બાપ નથી લાવી શકતા પણ બાળક તો લાવી શકીયે છે ને..?’
મહેશે આશ્ચર્ય અને પ્રશ્નાર્થ નજરે માલતી સામે જોયુ…
‘હા…જેમ આપણે મા-બાપના પ્રેમ વગર આખી જિન્દગી કાઢવાની છે એમ આપણે એક બાળકને અનાથાશ્રમમાંથી દત્તક લઇ ને એની જિન્દગી ખુશીઓથી ભરી દેશુ.. આપણા દેશમાં હજી અનાથ બાળકો ને દત્તક લેવા માટે એટલી જાગૃકતા નથી આવી…હજી પણ કુટુંબનું બાળક જ વંશ વેલો આગળ વધારશે એવી જડ માન્યતાઓ જ યથાવત છે….આપણે આ માન્યતા ને તોડી નાખીશુ…!પછી આપણા એ બાળકને આ રીતે કોઇ પાર્કમાં બેસી ને માતા-પિતા માટે આંસુ નહીં સારવા પડે…! અને ચાલ ઘણું મોડું થયું છે હવે ઘરે જઇયે….’કહી માલતી ઊભી થઇ
મહેશ માલતીની વાત સાંભળીને અમુલખ ઘણો જ ખુશ થયો…તેનું દુ:ખ થોડું હળવુ થયું…થોડી વાર પછી બંને ઘરે જવા નીકળી ગયા…પણ આ લોકોની વાતો સાંભળીને અમુલખ ને આશ્ચર્ય થયું અને થોડી ખુશી પણ થઇ કે, નવી પેઢીના યુવાનો બધા જ એવા નથી હોતા…!અમુલખ આ વિચાર સાથે જ ઉભો થયો અને યુગલની બાઇક પાછળ પોતાની કાર લઇને રવાના થયો….એ લોકો જે બિલ્ડીંગમાં ગયા ત્યાંનુ સરનામું યાદ રાખી ને પાર્કમાં પાછો આવી ગયો.અમુલખને એ વાતની ધરપત થઇ કે, હજી તેનો મિત્ર ઘનશ્યામ આવ્યો નહતો…તેણે મનમાં વિચાર્યુ સારુ છે હજી ઘનશ્યામ નથી આવ્યો નહીંતર સતર સવાલો કરી ને માથું પકવી નાખત તો હું તેને હમણાં શું જવાબ આપત..? અને અમુલખ ફરી પેલા યુગલના વિચારોમાં ખોવાઇ ગયો…તેને હજી પણ માન્યામાં નહોતુ આવતું કે,આજની પેઢીના યુવાનોનું માનસ આટલું સંવેદનશીલ પણ હોઇ શકે….પણ આ તો આંખે દેખ્યો અને કાને સાંભળ્યો અહેવાલ હતો તો ના છુટકે માનવું જ રહ્યુ..!!
માલતી મહેશ સાથે આવી વાતો કરી તેને દુ:ખી કરવા નહોતી માંગતી…આમ બંને જણ એકબીજાની લાગણી ભુલથી પણ ન ઘવાય તેની કાળજી રાખતા હતા પણ ઉદાસી છુપાવી નથી શકતા….બંને એકબીજાને મેળવીને ભગવાન નો ઉપકાર માનતા….અને આ જ સંજોગો સાથે જીવી લેવાનું મનોમન નક્કી કરી લેતા….
ઘણી વખત આપણા અંતરંગ મિત્રો કે સગાને મળવાની ઇચ્છા બળવતર બની જાય ત્યારે તેમના જ વિચાર આવતા હોય છે કેમ કશો સંપર્ક થયો નથી…? કેટલા દિવસ થયા…? એવું જ કંઇક અમુલખ વિચારી રહ્યો હતો આ ઘનશ્યામ ને મળ્યે ઘણા દિવસ થયા…અને ફોન પર પણ સરખી વાત નથી થઇ…આમ વિચારી અમુલખે ઘનશ્યામ ને ફોન લગાવ્યો.
‘બઝાર કરવા તો મોટીબેન જ જાય છે, એ મારા પાસેથી પૈસા માંગે છે, એ મને અજુગતું લાગે છે’ કહતા યદુરામ નીચું જોઇ કહ્યું.
આ સાંભળી અમુલખને યદુરામ પ્રત્યે માન થયું તો સાકરને પણ યદુરામના શબ્દો હ્રદયને સ્પર્શી ગયા અને અહોભાવથી તેને જોઇ રહી.વર્ષોથી ઘર ભંગ થયેલા બંને જીવ એક બીજાના સાનિધ્યમાં સાંત્વના પામતા હતા.રેલ્વેના બે પાટા સમાન્તર ચાલતા હોય છે પણ ક્યાં મળતા નથી પણ બંનેને એક બીજાના આધાર વગર અધુરા છે એવી સત્ય હકિકત બંનેને સુપેરે સમજાઇ ગઇ હતી.પ્રેમને ભાષા હોતી નથી.પ્રેમનો અહેસાસ થતા સમય પણ લાગતો નથી .પ્રેમ એ પર્વતમાંથી નિકળતા ઝરણાં જેવો હોય છે.બસ કલ કલ વહેતા હોય છે,તેમાં પણ સાચા પ્રેમમાં પામવા કરતાં આપવાની ભાવના વધારે છલકાતી હોય છે.
‘બસ…બસ તારે આગળ કંઇ કહેવાની જરૂર નથી, બસ આજથી આ જ તારૂં ઘર. તું અહીં જ રહેવાની છે આ ઘરમાં…’કહી અમુલખ પોતાના રૂમમાં જતો રહ્યો.
સાકરને પોતાના કાન પર વિશ્વાસ ન બેઠો.એ જાણતી હતી કે અમુલખ એને ઇજ્જત આપતો હતો.અમુલખે કોઇ દિવસ એના કામ સામે ફરિયાદ નહોતી કરી કારણકે, સાકરના કામમાં કશું કહેવાપણું ન હતું.સાકરને તેના દીકરાએ આપેલ આઘાતમાંથી બહાર આવતા વાર લાગી પણ જે હતી એ હકિકત સામે હતી.પહેલાં એ સવારે આવતી અને સાંજે ચાલી જતી પણ હવે એણે ૨૪ કલાક આ ઘરમાં રહેવાનું હતું એ દ્ર્ષ્ટીએ જોતા એને આ ઘર પોતાનું લાગવા લાગ્યું.