“લાલો“(કચ્છી)
ફાગણજી જ પુનમ થઇ,અન પુનમજી સવાર પઇ;
કેસુડેજી ચટણી થઇ,રંગબેરંગી હોરી થઇ.
કતેક ઉડ્યા રંગ ગુલાલ,કતેક પિચકારી કે ચાલ;
કઇકજા થ્યા હાલ હવાલ,કઇક ક્યોનો અખીયું લાલ.
લાલો લીલામી વ્યો ભચી,ખેતેજી નજરે વ્યો અચી;
ખેતે ભેરૂકે ચેં અચી,લાલો રંગાજે ત સચી.
ભેરૂ ગોતજી મેનત ક્યોં,લાલો કડાં ન ભેરો થ્યો;
છડ ખણીને વાયમેં પ્યો,પણ ખેતેકે ખુટકો ર્યો.
રાત પઇ ટબાર કે હરે,ખેતો હલાય લાલેજે ઘરે;
ખેતો ભેરૂ ભેગા કરે,ટાબરચેં લાલો આય ઘરે.
લાલા હાણે બારો વગા,બાર નકર ધરજેતો ઢગા;
ઘેરૈયેજા થાક ન લગા,રંગ ઉડે ન હાણે ગગા.
લાલો આયો હોટલ મંજ,ભેરૂ ભેગા થ્યાવા પંજ;
સલા ઇની ક્યોં મંજો મંજ,મનમે વો ભારોભાર ડંજ.
ચતિયો કે બીડીજી ચાલ,ધસ્યાવા બીડીમેં રંગ લાલ;
પેલે ધમમેં થઇ કમાલ,લાલેજો મોં થઇવ્યો લાલ.
ખેતો ખોટો આળસ ખણી,લાલેજે પુઠમેં ઢુંભો હણી;
લાલો બાબુતે પ્યો છણી,છોટીએ છંઢે રંગજી કણી.
ચુનીયે ચાયજા કોપ જ રખે,હરેકરે હરીએ ચાય ચખે;
હેડી ચાય મું પીધી વઇ જખે,પાણીડે ચઇ કોપ ઇ રખે.
હરી હજી ત પાણી તો ગને,અમુ ઉથીધેં ઠેલો ડને;
લાલો પુસી પ્યો ગાર જ ડને,ખેતે ખોટો અમુકે છને.
પાણી પોંધે પુસ્યા વાર્,વાર મંજા થઇ લીલી ધાર;
ધાર જ થીધેં ખલ્યા ચાર,લાલો કરે તો ગારાગાર.
ડાચો લીલો મોં મંજ લાલ,ભેરૂ ભજીને કરેવ્યા ચાલ;
આરીસે નેરીધે હાલ,લાલો ડુખસે થ્યો ભેહાલ.
ડીં સજો મું મેનત કઇ,ધોસ્તારે કે કલ ન પઇ;
કઇ કમાણી મથે પઇ,મરજી પરભુજી વૈ થઇ.
૦૭/૦૨/૨૦૦૫
Filed under: Kachchhi | Leave a comment »