
(ગતાંકથી આગળ)
મહેશ અને માલતી પણ સ્તબ્ધ હતા જ ત્યાં ધનંજયે કહ્યું
‘આજે તમારો સ્ક્રીન ટેસ્ટ ફોટોગ્રાફર ડીસોઝા લેશે કનુભાઈ ડ્રેસવાળા ને ત્યાંથી આવેલા ડ્રેસ તમે પહેરો અને સાધના જ્યાં જરુરી હશે તે પ્રમાણે મેક અપ કરશે.’
દરેક જણ ને એક પેરેગ્રાફ અપાયો અને તે લાઇનો યાદ રાખવાનું જણાવાયુ અને અમુલખ તેમના રુમમાં કપડા બદલવા ગયો અને સૌને પણ તેમ કરવા કહેવામાં આવ્યું.મેકઅપ વુમને કમાલ કરી અને ચાર સામાન્ય માનવો નવલકથા જીવન સાથીના ચાર જીવંત પાત્રો બની ને આવી ગયા હતા.
ડીસોઝા પાસે ઘનશ્યામ તેના મગજમાં ઉદભવતા વિચારો મુજબ જુદા જુદા પોઝમાં ફોટોગ્રાફ લેવડાવી રહ્યો હતો.સૌથી વધારે હસા હસ તો જ્યારે ડાયલોગ બોલવાનો સમય આવ્યો ત્યારે થઈ..માલતીને “સક્ષમ” બોલતા જ ના ફાવે તે કાયમ એમજ બોલે કે “સમક્ષ”
સાકરથી અવાજમાં ઉતાર ચઢાવ આવેજ નહીં..પાઠય પુસ્તકનો પાઠ વાંચતી હોય તેમ સીધું સપાટ જ બોલતી હતી અને મહેશ ને ખુબ જ પસીનો થતો હતો,પણ અમુલખ દરેક શોટ સફળતાથી કરતો હતો તેથી ધનંજય ખુશ હતો
આ ચહલ પહલમાં સાંજે સાત ક્યારે વાગી ગયા કોઇને ખબર ના પડી. ડાઇનિન્ગ ટેબલ ઉપર કોઇને નાનપ કે નથી આવડતુની ભાવના નહોંતી પણ દરેકને કંઇ શીખવું હતું. એ ઉત્સાહના ઝરણાંને જોઇને ધનંજય ખુબજ ખુશ હતો.
તેણે ચાર કોંટ્રાકટ કાઢ્યા અને દરેકને સહીં કરવા કહ્યું ચોથો કોંટ્રાક્ટ યદુરામનો હતો.. ત્યારે સૌ ખુબજ આનંદમાં આવીને ચીસો પાડવા લાગ્યા …ઘર એક સ્ટેજમાં બદલાઇ ગયું હતું આગળની યાત્રા સરળ તો નહોંતી પણ અમુલખે તેમના હીતમાં વિચાર્યુ તે જાણી સર્વે રાજી હતા.બધા રાત્રે નવ વાગે વિખરાયા તે પહેલા ચાર જણ અમુલખના પગ પાસે બેસીને કહેતા હતા
‘અમને પૈસા નથી જોઇતા..’
૫૦૦૦ના ચાર ચેક કોઇએ ના લીધા જે કથાનાં અભિનેતા અને અભિનેત્રી હતા.તેઓને બહુ સહજ ભાવે સમજાવતા અમુલખ બોલ્યો ‘
‘આ કોંટ્રાક્ટ સાઇન કર્યાના પૈસા છે જે તમારો હક્ક છે અને તમારે લેવા જોઇએ…’
‘સાહેબ અમને તમારો પ્રેમ અને માન ખુબ જ મળે છે આ પૈસાનો અમને ખપ નથી.’સાકરે કહ્યું મહેશ અને માલતી તો રડીજ પડ્યા..
’પપ્પા આ શું…? અમને તો તમે તક આપો છો તેજ પુરતુ છે’મહેશે કહ્યું ત્યારે યદુરામ પણ મૌન રહી સૌની વાતને સમર્થન આપતો હતો.અમુલખ થોડાક સમયની શાંતિ પછી બોલ્યો
‘તમને ખબર છે તમે જે કાગળીયા પર સહીં કરી તે એમ જણાવે છે કે તમે આ પ્રોજેક્ટના નફાના સરખા ભાગે હિસ્સેદાર છો.’
‘એટલે..?’
‘આ ફીલ્મ પતે અને તેનું વેચાણ થતા નફો થાય તો નફો આપણા પાંચ વચ્ચે વહેંચાશે.’
‘અને નુકસાની..?’યદુરામે પુછ્યુ..
‘નુકસાની તો ફકત મારી અને મારીજ.’
‘એ અયોગ્ય વાત છે..’ સાકરે ભાર પૂર્વક કહ્યું
અમુલખે સહેજ કડકાઇથી કહ્યું ‘તમારું કામ શીખવાનું છે.. તમને અભિનય ક્ષેત્રે સક્ષમ બનાવી હું તમને એક નવી કારકીર્દિ અપાવવા મથુ છું કે જેથી મારા સૌ મારા એટલેકે તમે લોકો પણ મારા જેવા સંપન્ન થાવ.’
યદુરામે બહું ભાવ પૂર્વક બોલ્યો ‘પણ સાહેબ ફીલ્મ પણ તમારા પૈસાથી જ બને છે ને..?’
‘હા સાથો સાથ હું તમને કાલે હું ન હોઉં તો કશી તકલીફ ના પડે તેની જોગવાઇ કરી રહ્યો છું.’
બધાની આંખો આવી ઉંચી ભાવનાથી નમ હતી..
મહેશ બોલ્યો ‘પપ્પા તમારા આશિષોને કારણે એવી કોઇજ જોગવાઇ કરવાની જરૂર નથી. આવો માવતર અને આવો સાહેબ મળે તેતો અમારું સૌનું સદભાગ્ય છે. પણ આ ચેક તમારા કબાટમાં પાછો મુકીદો..અને મહેરબાની કરી આ સ્નેહના તંતને પૈસાથી અભડાવશો નહીં.’સૌએ મહેશની વાતને તાળીઓથી વધાવી લીધો જાણે કહેતા ના હોય કે તમે અમારા વતી સરસ રજુઆત કરી.
(ક્રમશ)
Filed under: નવલકથા |
Leave a Reply