
(ગતાંકથી આગળ)
જમવાનું પુરૂ થતા બંને મિત્રો અમુલખની ગાડીમાં પાન ખાવા ગયા અને વાતો કરતા ઘેર આવ્યા અને અમુલખના રૂમમાં આવ્યા અને સામસામે ગોઠવેલી ઇઝીચેરમાં આરામથી બેઠા તો ધનંજયે સિગારેટ સળગાવી પાકિટ અને લાઇટર અમુલખને આપ્યા.સિગારેટના કસ ખેંચતા ધનંજય ફિલ્મના પ્રોજેકટ વિષે વિચારતો હતો તો અમુલખ અતીતમાં જોતા રદીફ–કાફિયામાં ખોવાઇ ગયો.સિગારેટો ઓલવાઇ ગઇ બંને તંદ્રામાં સરી પડયા.લગભગ કલાક–એક વાર પછી અચાનક અમુલખે ધનંજયને પુછ્યું
‘જયલા આ.. કેમેરામેન ડીસોઝા માટે તું નિશ્ચિંત છે ને..?’
‘હા. પણ એક વાત કાયમ પુછવાની રહી જતી હતી..ઓલા ઘનશ્યામે તારી બુકની આટલી બધી પબ્કિસીટી કરી હતી તેને ફિલ્મની જાહેરાતનું કામ આપીયે તો તે કરી આપશે..?’
‘હું પુછી લઉ..જોકે મને એણે ક્યારેય ના નથી કહી પણ નવલકથાની વાત જુદી હતી અને આ પ્રોજેક્ટ જુદો છે.’અમુલખે સ્પીકર ફોન ઉપર ઘનશ્યામને ફીલ્મ પ્રોજેક્ટ વિશે જણાવ્યું અને છેલ્લે એક પ્રશ્ન પણ પુછ્યો
‘પરમાર પહેલી ડીસેમ્બરે મુહૂર્ત છે તો બોલ ફિલ્મની એડ કરીશને..?’
‘હા ચોક્કસ એમાં પૂછવાનું હોય જ નહીં...’
‘ભલે તો જયલો અહીં છે તુ આવી જા કે જેથી તેના મનમાં જે પ્લાન હોય તે મુજબ આગળ વધી જઈએ.’
‘ભલે હું ૧૫ મીનીટમાં પહોંચુ છુ…’
બરોબર ત્રણ ને ટકોરે ઘનશ્યામ અમુલખને ત્યાં પહોંચ્યો.અને ઉપરનાં રૂમમાં તે વખતે યદુરામ ચ્હા લઈને પહોંચ્યા.ચ્હા પીતા પીતા તેણે પ્રશ્નાર્થ ચિન્હ સમી નજરે બંને તરફ જોતા મૌન ધારણ કર્યુ તેથી અમુલખ બોલ્યો
‘પરમાર તને નવાઇ લાગેછે ને કે આ શું નવું ગતકડૂં કર્યું છે..?’
‘હા મણિયાર પણ તુ તો ઓલ રાઉંડર છે અને આ ફીલ્મ પ્રોજેક્ટ પણ કોઇકને સહાય કરવા જ ઉપાડ્યો હશે…’
‘ના અને હા.. ‘
‘મણિયાર એમ ગોળ ગોળ વાત ન કર ફોડ પાડીને બોલ દોસ્ત…’
‘આ જયલાની નવી ફીલ્મની એડ જોઇ ત્યારે થયું કે મારી નવલકથા જીવન સાથી ઉપરથી ફીલ્મ બનાવીએ અને મારા જે સ્નેહીઓ જે મારી પાસેથી કશી અપેક્ષા નથી કરતા તેમની પાસે કામ કરાવીને થોડીક મદદ કરું જયલાએ ફીલ્મનો પ્લોટ સાંભળ્યા પછી મને હા પાડી છે.’
‘હા તો મને સમજાયુ પણ ના કેમ..?’
‘ના એટલા માટે કે આખો પ્રોજેક્ટ હું ફાઇનાન્સ કરુ છુ અને તને તો ખબર છે કે હું નફો ક્યારેય વાપરતો નથી..’
‘ ભલે ચાલ તે તારી મુન્સફી છે.હવે મને એ વાત સમજાવ કે આ કહાણી લોકપ્રિય થઇ છે તેનું કારણ તારો ચાહક વર્ગ છે.ફીલ્મ અને પુસ્તક બે અલગ મીડિયા છે તેથી એવું તો વિચારીશ જ નહીં કે તારો વાચક વર્ગ આ ફિલ્મ પણ જોવા આવશે બીજું મહા જોખમ તું એ લઈ રહ્યોછે કે કહાણી સબળી છે પણ સ્ટાર કાસ્ટ તદ્દન નવો છે.વળી કથાવસ્તુમાં હાસ્ય ક્યાંય નથી.’
‘પરમાર તારા આ બધા મુદ્દાનૂં સ્ક્રીન પ્લે લખાવતા જયલાએ ધ્યાન રાખ્યુ છે .’
એક મોટુ ખાખી રંગનું કવર ઘનશ્યામને આપતા ધનંજયે કહ્યું..
‘આ જાહેરાત નો પ્લાન છે. કલાકેક વાર થોભ તો ડીસોઝા આવે છે અને મેકઅપ વુમન સાધના પણ આવે છે તને એડવર્ટાઇઝ માટે જે ફોટોગ્રાફ જોઇએ તે લઇ લેજે…’
બરોબર ચાર વાગ્યાથી ઘર ધમ ધમવા માંડ્યુ હતુ. સાકર મહેશ અને માલતી તો અમુલખ બોલે ઍટલે એ કરી જ નાખતા હોય.બધા પરવાર્યા એટલે ધનંજયે વાતનો દોર હાથમાં લીધો..તેને ખબર હતીકે સૌને મોટો આશ્ચર્યાઘાત મળવાનો છે.
‘આજે આપણા સૌના માટે મણિયારે બહું મોટો ખર્ચો કરીને સૌને એક નવી કારકીર્દિ અપાવવાની નેમ લીધી છે.તે માને છે કે થોડીક તાલિમ મળે તો માણસમાં છુપાયેલી કળા બહાર આવી શકે છે.. અને તે માને છે કે આપણા બધાને ભગવાને અભિનય કલા જન્મથી આપી છે. તે તાલિમ તેઓ પોતે અને હું તમને આપવા માટે જીવનસાથીને ફીલ્મ સ્વરૂપે આજથી મુકી રહ્યા છીએ’.
સાકર કહે ‘સાહેબ અભિનય અને તે પણ મને…?’(ક્રમશ)
Filed under: નવલકથા |
Leave a Reply