
એક દિવસ સવારના છાપાના પાના ઉથલાવતા ધનંજય બ્રહ્મભટ્ટની નવી રજુ થનાર ફિલ્મની જાહેરાત વાંચી અમુલખના મગજમાં એકાએક ઝબકારો થયો હોય તેમ તેણે ટેબલના ખાનામાંથી ધનંજયના નંબર શોધી કાઢયો અને ફોન કરી પોતાને મળવા આવવા કહ્યું.અર્ધા કલાક પછી ધનંજય આવ્યો બંને સાથે બેસી ચ્હા-નાસ્તો કર્યો અને ધનંજય અહીં જમશે એમ અમુલખે યદુરામને જણાવ્યું.
‘હાં બોલ એવું તે ખાસ શું કામ હતું કે હું પથારીમાંથી માંડ બેઠો થયો હતો ને તારો ફોન આવ્યો..?’
‘તું જો સહકાર આપે તો હું એક ફિલ્મ બનાવવા માંગુ છું’
‘વાઉ…તું ને ફિલ્મ….?’
‘જયલા જો મજાકમાં નહીં ઉડાવ હું આ બાબત ખુબ સિરિયસ છું’જરા ચિડાઇને અમુલખે કહ્યું
‘ઓકે…ઓકે…આ મજાક નથી કરતો પણ ભાઇ મારા ફિલ્મ માટે પ્લોટ જોઇએ વાર્તાને અનુરૂપ કલાકાર બાબત વિચારવું પડે સ્કીન પ્લે રાઇટર,ડાયલોગ રાઇટર,ગીતકાર,મ્યુઝિક ડાયરેક્ટર એવા સતર જાતના ટેકનિશિયન,પ્લોટને સુસંગત લોકેશન,ઇન્ડોર સુટીંગ માટે ક્યો સ્ટુડિયો સુસંગત થશે એવું ઘણું બધું વિચારવું અને નક્કી કરવું પડે એમ તો નથી કે કહીયે ‘ઉઠ પાણા પડ પગ પર’ને થઇ જાય…કે જાદુની છડી ફેરવીએ અને બધુ થઇ જાય’
‘વાર્તાના પ્લોટ માટે મારી હમણાં પબ્લિશ થયેલ આ નવલકથા વાંચી જજે પણ ટૂંકમાં તને મેઇન પોઇન્ટ તારી જાણ ખાતર કહું છું’કહી પોતાની બુક ‘જીવન સાથી’ની એક નકલ આપી અમુલખ પોતાની નવલકથાનો સારાંશ બોલતો રહ્યો અને ધનંજય એક ચિત્તે સાંભળતો રહ્યો.વાર્તા પુરી થતાં કહ્યું
‘પ્લોટમાં તો દમ છે’ધનંજયે સિગારેટ સળગાવતા કહ્યું
‘બીજી વાત ફિલ્મમાંના બુજુર્ગનો રોલ હું કરીશ અને અન્ય કલાકરોમાં મારી પત્નિનો રોલ સાકર કરશે અને પુત્ર અને પુત્રવધુનો રોલ મહેશ અને માલતી કરશે જેનો પરિચય હું તને સ્પોટ પર કરાવિશ.અને હાં… એક વાત ખાસ તે તારા ડાયરેકટરને પહેલાથી જણાવી દેજે કે,સુટ થયેલ ફિલ્મ જોતાં મને જયાં દ્રષ્ય અનુકુળ નહી લાગે તે તેણે મારા કહ્યા મુજબ ફરી રી-સુટ કરવું પડશે.’
‘બીજું કશું તારા મગજમાં હોય તો બોલી નાખ…’
‘ના આ ખાસ બે વાતો મારા મગજમાં હતી બીજુ કશું હશે તો તને વખત આવે જણાવીશ અને હા પૈસાની ફિકર નહીં કરતો’
અઠવાડીયામાં પ્રોડક્ષન મેનેજરની નિમણુંક કરીને સ્ક્રીન રાઇટીંગ શરુ કરાવ્યું સ્ટુડીયોની તારીખો નક્કી થઇ ગઇ ફક્ત તારીખો વીડીયો શુટીંગ માટે મળતી નહોંતી તે પણ રકઝક કરીને ધનંજય પતાવીને આવ્યો ત્યારે ઘણા બધા કોંટ્રક્ટ પેપરો સાઇન કરાવવા લાવ્યો.
બધા પેપરો અને નામો જોઇને અમુલખે કહ્યું
‘હજી બે નામો જોવા નથી મળતા એક તો ડાયરેક્ટર અને બીજું ગીતકાર અને સંગીતકાર.’
‘ગીતો તેં બધા પ્રસંગોપાત દ્રશ્યમાં લખ્યા છે તેથી તેથી સંગીતકાર તેને જોઇ લેશે..’
‘પણ ડાયરેક્ટર..?’
‘એ એક મારી પરિક્ષા છે.. એક નહીં બે નહીં ચાર ચાર નવા કલાકારોને લઇને કામ કરવું કઠીન છે.એટલે તે કામ તારા ઉપર જ છોડવું રહ્યું અને જ્યાં માવજત ની જરૂર હશે ત્યાં હું આવી જઇશ. હવે આ ટીમ કે જેમણે સાઇન કરી છે તેમને સાઇનીંગ એમાઉંટ અને સ્ક્રીપ્ટ આપવાની છે તેથી તારી ચેક બુક ઉપર સહીંઓ કર અને હું મુહુર્તનો દિવસ નક્કી કરી તેની જાહેરાત કરુ છું.’
‘જોયું અનુભવીને કામ સોંપવાનો ફાયદો.. બધુ ખુલ જા સીમ સીમની જેમ ગોઠવાઇ ગયુંને..?.
‘હા અને તારો એક મોટૉ ફાયદો છે ચારે ચાર કલાકારો પાસે ટાઈમની કોઇ જ મારા મારી નથી.સ્ટુડીઓની તારીખો ક્યારેક ઓવરલેપ થાય છે ત્યારે આઉટ્ડોર શુટીંગ કરીશું.’
યદુરામે આવીને જાણ કરી કે રસોઇ તૈયાર છે.
ડાઇનીંગ ટેબલ તરફ જતા જતા અમુલખે મેક અપ અને ડ્રેસવાળા કનુભાઇને પણ જાણ કરીકે ડ્રેસ માટે કાલે આવી જાય અને ચાર જુદી જુદી ઉમરના કળાકારો માટે જે ડ્રેસ જોઇએ તેનું વિવરણ પણ આપ્યું સાકર ગરમાગરમ રોટલી બનાવતી હતી જે થાળીમાં યદુરામ મુકી જતો હતો. ખાવાનું સ્વદિષ્ટ અને તંદુરસ્ત હતું.
અમુલખે ખાતા ખાતા કહ્યું
“જયલા આ સ્ક્રીપ્ટ પાત્ર પ્રમાણે બને છે કે દ્રશ્ય પ્રમાણે…?”
‘જો દસેક દિવસમાં દ્રશ્ય પ્રમાણે અને પાત્ર પ્રમાણે મળી જશે. તારા દરેક પાત્રની યાદશક્તિ માટે મને બહું માન છે તેથી ડીસેમ્બરની પહેલી તારીખે આપણે પહેલો શૉટ લઇશું’
Filed under: નવલકથા |
Leave a Reply