
(ગતાંકથી આગળ)
સકિનાએ ફરી પ્રશ્ન પુછ્યો “આપની સર્જન પ્રક્રિયા સમજાવશો?”
“ મારી સર્જન પ્રક્રિયાનો પહેલો તબક્કો છે હું લખુ છું, વાંચુ છુ પછી તે ભુંસુ છું પછી ફરી મારા વાચક્ને તેમાં શું આપું છું તે મુલવું છું તેને તે ગમશે કે નહીં ગમે તે ચકાસું છું અને ફરીથી લખું છું. આ લખ ભુંસની પ્રક્રિયાઓ મને આખો માનસીક રીતે સંપૂર્ણ નીચોવી નાખે અને પછી જે જન્મે તે ખુબ જ લોક્ભોગ્ય થાય છે. આ માનસિક કવાયતોને લીધે જે વાચક મારી કૃતિ વાંચે છે તેને તેની પોતાની જ કૃતિ લાગે છે તેથી તે સંવેદનો ને માણે છે.આ આખી પ્રક્રિયાને સંતાનને જણતી માતાની પ્રસવ ક્રિયા કહું તો જરાપણ ખોટું નથી.”
સકિના કહે “પદ્ય અને ગદ્ય બંને ગતિવિધિમાંથી આપ પસાર થયા છો…આપ શું માનો છો કે કયું સર્જન સરળ છે અને કયું કઠીન?”
“બંને સર્જન પ્રક્રિયા છે પદ્ય વન ડે મેચ છે અને ગદ્ય ખાસ કરીને નવલકથા ટેસ્ટ મેચ છે ..બંને ની સરખામણી તો વાચક જ કરી શકે..મને તો સાહિત્ય સંસ્કાર અને સારું હીત ધરાવતું સર્જન કરવું ગમે છે..અને તેવું સર્જ્યા પછી એક તૃપ્તિ પણ મળે છે કે મેં મારું એક ૠણ ફેડ્યું.”
“હવે પછી આપ શું સર્જી રહ્યા છો?”
“ અમિ મારી પ્રેરણા છે તેથી નવું સર્જન અમિપ્રથા થશે…મારા મનનાં ખેતરને ખેડવાનું ચાલુ કર્યા પછી જે ઘાટ પકડશે તે સર્જાશે પદ્ય કે પદ્યાનુ ગદ્ય કે ગદ્યનું પદ્ય..”
“ જરા ફોડ પાઈને કહોને?” સકીનાએ તંદ્રામાં જતા અમુલખને જગાડતા કહ્યું.
“જુઓ મેં જ્યારે જીવન સાથી લખવાની શરુ કરી હતી ત્યારે તેનું માળખુ બંધાયુ નહોંતુ…લખો ભુંસોની પ્રક્રિયા દરમ્યાન ઘાટ અને પોત સર્જાતા હોય છે…તમે માનશો જીવનસાથીનું શિર્ષક ઘનશ્યામે આપ્યુ હતું. અમારા ઘરનાં સભ્યો દિવસ દરમ્યાન થયેલા ડુચાનાં પ્રમાણ ઉપરથી સમજી જાય કે શું સર્જાઇ રહ્યું છે.”
થોડા સમયનાં મૌન પછી તાળીઓનાં ગડગડાટ વચ્ચે ઘનશ્યામે અમુલખનાં પદ્ય સર્જનો અને હમણાં સર્જાયેલ ગદ્ય સર્જનની રોયલ્ટીનું અનુદાન કર્યુ છે તેની જાણ કરી ત્યારે અમુલખે ફરીથી કહ્યું
“ હું ગર્ભશ્રીમંત છું હું આ કાર્ય કમાવાનાં હેતૂથી કરતો જ નથી..જે કોઇ કમાણી આવે છે તેને માતૃભાષાને સમૃધ્ધ કરવાના હેતૂસર આપી દઉ છું જે દરેક માટે શક્ય ના પણ હોય. પણ એટલું તો જરુર મારા દર્શકને શ્રોતા મિત્રોને કહીશ કે માતૃભાષા સંસ્કાર છે. તેનું સંરક્ષણ જાળવની અને સંવર્ધન એ આપણી મૂળભુત જરુરિયાત છે તે બીજી પેઢી એ આગળ વધે તે જોવાની આપણી ફરજ છે.-“ બહુ વિનય સહ તેણે વંદન કર્યા અને જયહિંદ..જય ગુજરાત કહીને ઇંટરવ્યુ પુરો કર્યો. સકીનાએ બધાને અભિનંદન અને આભાર કહી કેમેરો બંધ કર્યો.
ઘનશ્યામ બહું જ ભાવુક હતો. તે બોલ્યો “વિવેકાનંદે ફક્ત દેશ માટે પ્રબળ દેશ દાઝ ધરાવતા ૧૦૦ શિષ્યો માંગ્યા હતા તેમાંનો એક તું છે અમુલખ… તારા જેવાઓની માતૃભાષા દાઝ્ને કારણે આ ભાષા પેઢીઓની પેઢીઓ ચાલે છે અને ચાલશે…”
.સકીના કહે એકદમ સાચી વાત છે ઘનશ્યામભાઇ! તમારે જે ભાષા શીખવી હોય તે શીખો પણ માતૃભાષાને ભોગે નહીં…સંસ્કૃત જે ઘણી ભાષાની જનની છે પણ તેને અવગણી ને આપણે આપણું જ નુકસાન કર્યુ જ્યારે જર્મનીમાં તે સચવાઇ તો તકનીકી દ્રષ્તિએ તે દેશ ઘણો જ આગળ વધ્યો. નાસ્તાનાં ટેબલ ઉપર ગરમ નાસ્તો પીરસાયો ટી પોટ અને કૉફી પોટ પણ હતું મિઠાઇ હતી અને સૌને માટે ગીફ્ટ પેક પણ ઘનશ્યામે બનાવ્યા હતા તે લઈને નીકળ્યા ત્યારે ટીવી ઉપર પ્રોગ્રામ રીલે થઇ રહ્યો હતો આતિશની ફોટોગ્રાફીમાં મ્યુઝિક ઉમેરાયુ હતુ અને લાઇવ સો એક જેટલા સાહિત્ય રસિકો વચ્ચે પ્રોગ્રામ રીલીઝ થતો જોયા પછી જ્યારે સકીના અને આતિશ ગયા ત્યારે રાતનાં બાર વાગી ચુક્યા હતા
Filed under: નવલકથા |
Leave a Reply