પ્રકરણ ૦૮ કવિમાંથી લેખક (૩)

(ગતાંકથી આગળ)  

સકિનાએ ફરી પ્રશ્ન પુછ્યોઆપની સર્જન પ્રક્રિયા સમજાવશો?”

મારી સર્જન પ્રક્રિયાનો પહેલો તબક્કો છે હું લખુ છું, વાંચુ છુ પછી તે ભુંસુ છું પછી ફરી મારા વાચક્ને તેમાં શું આપું છું તે મુલવું છું તેને તે ગમશે કે નહીં ગમે તે ચકાસું છું અને ફરીથી લખું છું. આ લખ ભુંસની પ્રક્રિયાઓ મને આખો માનસીક રીતે સંપૂર્ણ નીચોવી નાખે અને પછી જે જન્મે તે ખુબ જ લોક્ભોગ્ય થાય છે. આ માનસિક કવાયતોને લીધે જે વાચક મારી કૃતિ વાંચે છે તેને તેની પોતાની જ કૃતિ લાગે છે તેથી તે સંવેદનો ને માણે છે.આ આખી પ્રક્રિયાને સંતાનને જણતી માતાની  પ્રસવ ક્રિયા કહું તો જરાપણ ખોટું નથી.”

Continue reading