જમવાનું પુરૂ થતા બંને મિત્રો અમુલખની ગાડીમાં પાન ખાવા ગયા અને વાતો કરતા ઘેર આવ્યા અને અમુલખના રૂમમાં આવ્યા અને સામસામે ગોઠવેલી ઇઝીચેરમાં આરામથી બેઠા તો ધનંજયે સિગારેટ સળગાવી પાકિટ અને લાઇટર અમુલખને આપ્યા.સિગારેટના કસ ખેંચતા ધનંજય ફિલ્મના પ્રોજેકટ વિષે વિચારતો હતો તો અમુલખ અતીતમાં જોતા રદીફ–કાફિયામાં ખોવાઇ ગયો.સિગારેટો ઓલવાઇ ગઇ બંને તંદ્રામાં સરી પડયા.લગભગ કલાક–એક વાર પછી અચાનક અમુલખે ધનંજયને પુછ્યું
‘જયલા આ.. કેમેરામેન ડીસોઝા માટે તું નિશ્ચિંત છે ને..?’
“ મારી સર્જન પ્રક્રિયાનો પહેલો તબક્કો છે હું લખુ છું, વાંચુ છુ પછી તે ભુંસુ છું પછી ફરી મારા વાચક્ને તેમાં શું આપું છું તે મુલવું છું તેને તે ગમશે કે નહીં ગમે તે ચકાસું છું અને ફરીથી લખું છું. આ લખ ભુંસની પ્રક્રિયાઓ મને આખો માનસીક રીતે સંપૂર્ણ નીચોવી નાખે અને પછી જે જન્મે તે ખુબ જ લોક્ભોગ્ય થાય છે. આ માનસિક કવાયતોને લીધે જે વાચક મારી કૃતિ વાંચે છે તેને તેની પોતાની જ કૃતિ લાગે છે તેથી તે સંવેદનો ને માણે છે.આ આખી પ્રક્રિયાને સંતાનને જણતી માતાનીપ્રસવ ક્રિયા કહું તો જરાપણ ખોટું નથી.”