
(ગતાંકથી આગળ)
યદુરામ કડક કૉફી ક્યારે મુકી ગયો તે ખબર ના પડી પણ શિર્ષક મળી જતા તે સમાધીમાં થી બહાર આવતા કોફીની સુગંધ તેને પ્રફુલ્લીત કરી ગઈ…તેણે યદુરામને બુમ પાડીને કહ્યું “અલ્યા યદુરામ તને કેવી રીતે ખબર પડી કે મને કોફી જોઇશે?”
યદુરામ નીચે રસોડામાં મલક્યો..” સાહેબ તમે તંદ્રામાં હતા અને સીગરેટ પીધા પછી કૉફી તમને ભાવે છે એટલે…”
સાકર ત્યારે રસોડામાંથી જ બોલી “હવે લખજો..વિચારોમાં ખાલી સમય ના બગાડશો.”
ત્યાં દુરદર્શનમાં થી પણ ફોન આવ્યો..અને સાથે ઘનશ્યામ પણ આવ્યો.
“ હલો”
“ અમુલખભાઇ ! દૂરદર્શનમાંથી આપને અભિનંદન કહેવા અને આપના આજની આપની સફળતા વિશે વિચારો જાણવા આપને અહીં અમે લાઇવ લઇએ છે આપને વાંધો તો નથીને?”
“ના વાંધો તો નથી પણ હું ફોન ઉપર જ રહેવાનો છું ને?”
“ ના અમારા કેમેરા મેન આપ તૈયાર થઈને નીચે આવો તેની રાહ જુએ છે.”
ઘનશ્યામ એ કહેવાજ વહેલો આવ્યો હતો.. નીચેનું પહેરણ બદલીને નીચેના રૂમમાં રાહ જોતા ઇંટર્વ્યુઅર બહેન સકીના કાચવાલા અને કેમેરા મેન કમ મેકઅપમેન આતિશે તેમનું વિનય પૂર્વક સ્વાગત કર્યુ.મોં પર આછો મેકઅપ કરીને તેમણે કેમેરો હાથમાં લીધો. ઘનશ્યામ તો તૈયાર થઇને આવ્યો જ હતો. અને જ્યારે અમુલખભાઇ તૈયાર થયા ત્યારે સકીનાએ નિશાની કરી ટીવી ટાવર પર સંકેત આપ્યો અને આતિશે કેમેરો પહેલા સકીના ઉપર મુક્યો..
“ તો શ્રોતા મિત્રો અમુલખભાઇના આશ્ચર્ય વચ્ચે આપણે એમને એમના ઘરમાં એમની ખુશી આજે માણીયે..કેમેરો અમુલખભાઇ ઉપર ગયો અને તેની પાછળ પ્રસન્નતાથી તરબતર ઘનશ્યામભાઇને પણ આતિશે કવર કર્યા..સકીનાબેન નો અવાજ પ્રેક્ષકોને પાછળથી સંભળાતો હતો…’ તો મિત્રો આવો આપણે મળીયે સાહિત્ય જગતનાં નામી કવિ કે જેમનો આજે સફળ વાર્તાકાર તરીકે જન્મ થઇ ચુક્યોછે તે અમુલખભાઇ મણિયાર ઉર્ફે કવિ કમલકાંત અને તેમની સાથે તેમની કથા જીવન સાથીનાં પ્રકાશક ઘનશ્યામ ભાઇ….કેમેરો લોંગ શોટમાં હવે સકીના બેન ને પણ કવર કરતો હતો.
સકીનાબહેને મુલાકાતને આગળ ધપાવતા કહ્યું…”દૂરદર્શન ના બધાજ પ્રેક્ષકો આજના શુભ દિવસે આપની સફળતા બદલ આનંદ વ્યક્ત કરે છે અને આપના સુંદર સર્જન બદલ અભિનંદન આપે છે”.
“સર્વ પ્રેક્ષકોને મારા વંદન” કહી બહું જ વિનય અને નમ્રતાથી અમુલખે પ્રણામ કર્યા સહેજ ખોંખારો ખાઇને ઘનશ્યામ ને પોતાની તરફ આગળ ખેંચતાં અમુલખ બહું ગળગળા અવાજે બોલ્યો..આ બધો જાદુ મારા દોસ્ત અને પ્રકાશક મિત્ર ઘનશ્યામનો છે. તેઓ કહેતા તારેતો ધ્યાન ફક્ત લખવા ઉપર જ રાખવાનું બાકી જન જનાર્દન સુધી તને હું પહોંચાડીશ .. અને તે શબ્દો બહૂં જ નેક નીતિથી પાળ્યા.. આજે સાંજે સિલ્વરસ્ટોન હૉલમાં અને અત્યારે આપ સૌ પ્રેક્ષકો વચ્ચે લાવીને મને ઉપકૃત કર્યો છે.
સકીનાએ બીજો પ્રશ્ન કર્યો “હા એ વાત તો સાચી જ છે કે પ્રકાશક તેના પ્રયત્નો દ્વારા લેખક્ને અને તેની લેખીનીને નવો જન્મ આપે છે પણ તે દરેક માટે શક્ય હોતું નથી.. લેખક અને તેના લેખમાં વજન હોવું જોઇએ…પણ અમે તો તમને અને તમારા આજનાં અનુભવ વિશે અમારા દર્શકોને વધારે જણાવવા આવ્યા છીએ.અમુલખ ઉપર કેમેરો ફોકસ થયો અને એમના ચહેરાની હસતી દરેક રોમ રોમ દેખાતી હોય તેટ્લો ક્લોઝ અપ થયો….
“ હું મારી માતૃભાષાનો પહેલો ચાહ્ક છું અને તેથીજ મને તેનું ઋણ સમજાય છે. અને તે ઋણ પાછું વાળવાનો પ્રયત્ન એટલે મારું આ સર્જન…જો મને મારી માતાએ આ મારી માતૃભાષાનું દાન દઈને સમજ આપી તેથી મારી વિકસેલી સમજને હું સમાજ્માં પાછી વાળું છું.”
Filed under: નવલકથા |
Leave a Reply