પ્રકરણ ૦૮ કવિમાંથી લેખક

            અમુલખે ઘેર આવીને યદુરામને એક સરસ આદુવાળી ચ્હા બનાવી લાવવા કહી પોતાના રૂમમાં ગયો. અમુલખની પસંદ ના પસંદ જાણતા હોવાથી ચ્હાનો કપ આપતા યદુરામે પુછ્યું

ભાઇકશું બનાવું જમવા માટેકે ત્યાં જમ્યા છો?’

ના રે એ અલ્પાહારમાં બધું બહુજ સ્પાઇસી હતું તેં જોયું નહીં…?તું એમ કર ઓલી ઉપમા બનાવ

પછી મનોમન બબડ્યો આ ઘનશ્યામ પણ એડવર્ટાઇઝીંગની દુનિયાનો ખેલાડી છે.. મારો બેટો પાછળ પડી પડીને મહીનામાં વાર્તા પુરી કરાવી ગયો અને જાહેરાતોની ભુરકી નાખીને મને કવિમાંથી લેખક બનાવી ગયો અને જો તો ખરો મારી પ્રસિધ્ધિને બેવડાવી ગયોજે હોય તે પણ મને બહું જ આનંદ થયો..એક સંતાનના જન્મ સમય જેવી આનંદ ભરેલી ઘટના હતી.

           બાથરૂમમાં ફુવારાની ઠંડક માણતા માણતા તે મલક્યો અને અચાનક આવી પડેલી આ સફળતાનો હક્કદાર તેની કલમ સાથે સાથે અમિ તરીકે લખાયેલા તેનાં કાવ્યસંગ્રહ પણ હતા તેની સચોટ રજુઆત કાવ્યોમાં અસરકારક હતી પણ ગદ્ય તો એક નવીન અખતરો હતોજે ખતરો ન રહેતા સફળતાનું નવું શિખર બની ચુક્યું હતું.

      બાથરૂમમાંથી બહાર આવ્યો ત્યારે ઘડીયાળ રાતના નવનો આંક બતાવતી હતી.ગરમા ગરમ ઉપમાની સોડમે તેની ભુખ ઉઘાડી..ઉપમા અને દખ્ખણી ચટણી સાથે તેણે પ્લે પુરી કરી અને ટીવી ચાલુ કર્યોસમાચાર જોતો હતો ત્યાં ઘનશ્યામ નો ફોન આવ્યો.”મણિયાર ટીવી જુએ છે ?”

ના હમણાં જ ચાલું કર્યું છું..કેમ કંઇ સમાચાર છે? ”

એટલા માટે તો ફોન કર્યો..તારા સમાચાર કવર કરવા મારા ઉપર ફોન આવ્યો હતો.”

ક્યારે ?”

         હજી તૈયારી થાય છે. મેં તને ફોન એટલા માટે કર્યો છે કે તે લોકોનો ફોન આવશે..તું તૈયાર રહેજે લોકોનાં અભિપ્રાયો સાંભળવા..અને હા નવા પુસ્તક્ની તૈયારી કરી નાખજે..”

અલ્યા નવલકથા લખવી એટલે ઘરમાં ચા બનાવવા જેટલી સહજ વાત નથી.”

જો મેં તેમને કહી રાખ્યુ છે એટલે એ લોકો તને પ્રશ્ન પુછશે અને તું હજી તારી પાસે ૧૫ મીનીટનો સમય છે કંઇ વિચારી રાખજે.”કહી ફોન મુકી દીધો

        ઘનશ્યામની વાત આવીજ અને અચાનક હોય તેથી આશ્ચર્ય થવાને બદલે થયું કે તે મિત્ર તો છે પણ મોકાનો લાભ લેવાનું ચુકે તેમ પણ નથી અત્યારે વાતાવરણ ગરમ છે ત્યારે મારા મોઢે ટીવી ઉપર કબુલાત કરાવે છે બીજી વાર્તાનાં પ્લોટ માટેઅમુલખ મનમાં હસ્યો પણ તેને ગમ્યું.. આમેય લેખન તેની મનગમતી પ્રવૃત્તિ હતી જ. તેને ટૉળા ગમતા..પણ ટૉળાનો આક્રોશ કદી સમજાતો નહીં.જો કેજીવન સાથીપુસ્તક માટેની પડા પડી એ હકારાત્મક આક્રોશ કહેવાય..ટૉળાને દોડાવનાર ઘનશ્યામ જેવા બાહોશ માણસો હોય છે.

તેણે સારા કપડા પહેર્યા ત્યારે યદુરામ ને નવાઇ લાગી… “સાહેબ અત્યારે પાછા ક્યાંક જવાના છો?”

ત્યારે તેને યાદ આવ્યું કે ટીવી વાળો ફોન ઉપર ઇંટરવ્યુ લેવાનો છે. ઘરે નથી આવવાનો..એટલે મલકાતા બોલ્યોના જવાનું તો ક્યાંય નથી પણ હજી સુવું નથી તેથી નાઇટ ડ્રેસ ન પહેર્યો..કંઇ વાંધો છે?”

યદુરામ ઝંખવાતો બોલ્યોના સાહેબ વાંધો તો શું હોય પણ ઉપર પહેરાલા ઝભ્ભા નીચે હજી આપે ખોટાં રંગનું પહેરણ પહેર્યુ છે..તેથી જરા પુછી લીધુ..આપની આબરુ જાય તે અમને ના ગમે…”

સહેજ મલકીને સીગરેટનું પાકીટ હાથમાં લઇને સળગાવી.. કશ લીધો અને સહેજ ગણ ગણ્યો..

અમિ તું મારી કથા કે વ્યથા?” ના . “અમિ પ્રથાની કથાએક કાગળ ઉપર બંને શિર્ષક લખી લીધા પછી સીગારેટનાં બે ત્રણ કશ લઈને સીગારેટ એશ્ટ્રેમાં ઓલવી નાખી અને કાગળ માં લખેલા શિર્ષક્માં થી અમિપ્રથા રાખી નેની કથાચેકી નાખ્યું.. થોડી વાર કાગળની સામે જોતા જોતા પહેલું શિર્ષક પણ ચેકી નાખ્યું.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: