પ્રકરણ ૦૬ અભિવાદન (૩)

(ગતાંકથી આગળ)

                     અમી કવિના દિલની એ રાણી છે. પરંતુ આજ દિવસ સુધી એ રહસ્ય કોઇ જાણી શકયું નહોતું.આથી ઘણા કહેતા આ કવિ મીંઢો છે.તેનું મન કળવું એટલું સહેલું નથી.તેમાં તેનો મિત્ર ઓલો ધનંજય તો કાયમ કહેતો અલ્યા કમલા આ અમી કોણ છે ક્યારેક તો અમને બતાવ પણ પોતે એ સ્વપ્ન સુંદરી ક્યાંથી લાવે…? એ તો તેના અધુરા રહી ગયેલા ઓરતાનું નામ હતું.જ્યારે અમીની વિમોચન વિધી હતી ત્યારે આવોજ સમારંભ હતો.હા આજે છે એટલો ભવ્ય તો નહોતો.પણ તેના મનમાં એ સમયનો આનંદ તો બાળકના જન્મ પછી તેનું  મુખ જોતા માને થાય તેવો જ હતો.પોતાની રચનાઓ         બધાને લાગવા લાગ્યું હતું કે,ક્યાંક આ અમી નામક અપ્સરા વસે છે જે કવિના દિલની તેણે રજુ કરેલી પણ અમીને ઉદેશીને લખેલી રચના તેણે તરંનુમ રજુ કરી

એક ઘરની છે ઉંચી અટારી,એમાં નિત ઊભે એક રૂપાળી;

ભૂરા વાળ ને ભૂરી આંખો વાળી, એના ગાલે છે ટપકી કાળી

એક ઘરની છે ઉંચી અટારી….

કદી કેશનું ગુંફન કરતી કદી, ઝુમર કાને ધરતી;

કદી કંગનને ફેરવતી, નિત દેખું હું રીત નિરાળી

એક ઘરની છે ઉંચી અટારી…..

નિત મીઠું એ મલકાતી, અને ગુંજન કરતી ગાતી;

મળે આંખો તો શરમાતી, કદી બેસે છે પકડીને જાળી

એક ઘરની છે ઉંચી અટારી….

જાણે ઓચિંતી એ આવે, અણજાણપણું દર્શાવે;

ચૂડી કાંચની એ ખનકાવે, કદી બોલે છે એ આવું છું માડી

 એક ઘરની છે ઉંચી અટારી…..

           પુરો સભાખંડ મંત્ર મુગ્ધ હતો,તે ઘડી તેને થયું ખરેખર તેની નજર કોઇને શોધતી હતી.શું પોતાની આંખો સાચે જ કોઇ અમીની રાહ જોતી હશે…?આજ સુધી એ સમજાયું નથી પણ એ અમી જીવનનો ભાગ બની ગઇ એ વાત સાચી હતી.

           ત્યાર પછી કવિતા રચવાની સ્ફૂરણા થતી ત્યારે એક અજાણ આછો આછો ચહેરો આંખો સામે આવીને પથરાઇ જતો,ભાવ વાહી આંખો ચમકતી રહેતી અને એ આંખોમાં રહેલા ભાવ પ્રમાણે હસતી કે ગમથી છલકાતી રચના લખાઇ જતી.એ અમી પુસ્તકે જીવનની કઠીન રાહમાં રસ્તો બતાવ્યો હતો.તેની પબ્લિસીટી એવી મળી કે ત્યાર પછી આગળ વધવાનું જોમ મળ્યું અને આજની નવલક્થા જીવન સાથીનો જન્મ થયો.વર્તમાનમાં આવતા તેણે કહ્યું

મિત્રો

કહી છે દાસ્તાન જ્યારે મેં પદ્યમાં,

દોસ્તો એ નવાજ્યો છે મને કંઇ રૂપમાં;

આજની વાત કહી રહ્યો છું હું ગદ્યમાં,

અનુભવ મળ્યા મને નિત નવા રૂપમાં

         શું બોલવું એ વિચારમાં હું હતો તો માફ કરશો.આ મારૂં અહોભાગ્ય ઘણાય કે શ્રી કોઠારી સાહેબના વરદ્હસ્તે મારી આ પહેલી નવલકથાનું વિમોચન વિધી થઇ એ બદલ હું તેમનો ખાસ આભારી છું.કલમના કલાકાર બૂક ડિપોના માલિક અને સંચાલક શ્રી ઘનશ્યામ પરમાર જે મારા અંતરંગ મિત્ર છે તેમને કેટલા લાંબા સમયથી લખાતી મારી આ નવલકથાની રફ કોપી તેમની ઉત્સુકતા ખાતર સાહજીક વાંચવા આપેલ પણ તેઓ તે પ્રકાશિત કરવાનું નક્કી કરશે અને પ્રકાશન પહેલા જ એની આટલી પબ્લિસીટી કરશે તેની તો મને કલ્પના પણ ન હતી એ બદલ હું તેમનો સદા ઋણી રહીશ. નિવૃતિની પ્રવૃતિ જેવી મારી કલમ કવાયત કરાવી મને કાગળ પર વિસ્તરવાની તક આપનાર મારા મિત્ર ઘનશ્યામનો જેટલો આભાર માનું ઓછો છે મારી આ નવલકથા બાબત કશું કહેવા હું અસમર્થ છું તે બદલ મને ક્ષમા કરશો.

        મનોજ કોઠારી અને ઘનશ્યામ પરમાર સહિત સૌ અચંબિત હતા.થોડિક ક્ષણો બાદ પ્રેક્ષક મિત્રોના અવાઝો આવવા મંડયા અને આનંદના ઉદ્ગારોમાં તાળીઓ ભળી. ઘનશ્યામ પરમારે સૌનો આભાર માનતા કહ્યું

હું આપનો જાજો સમય લેવાનો નથી પણ મારો મિત્ર તે દિશામાં આગળ જાય એ હેતુથી સાંખ પુરાવા આવ્યો છુંવાતને આગળ વધારતા કહ્યુંમને હમણાં જ વેંચાણના આંકડા મળ્યા છે જેની જાણ અમુલખને કરી ત્યારે બહુ વિનમ્રતાથી રોયલ્ટિનો ચેકથી આવા સર્જકોને પ્લેટ ફોર્મ આપો તેમ કહી અમુલખે પોતાની માતૃભાષાના પ્રત્યેની જાગૃકતા બતાવી છે.જે વાંચક મિત્રોએ અત્યારે ઓર્ડર નોંધાવે છે તેમની ચોપડી પર લેખકના હસ્તાક્ષર હશે.આપ સૌ જાણો છો તેમ ઉગતા લેખકના હસ્તાક્ષર પણ પુસ્તકને અમુલ્ય બનાવે છે.અમુલખનું માનવું છે કે,પાછલી ઉંમરમાં સમાજને પાછું વાળવાની ઉંમર છે તેજ પ્રમાણે તેઓ નવા સર્જકોને આગળ વધવાની તક આપી રહ્યા છે.’

        સભાગૄહમાંથી સવાલ થયો કે અમુલખને રોયલ્ટી કેટલી મળી…?’

              નવોદિત લેખકની પહેલી નવલકથાની ૧૦૦૦ પુસ્તકો પહેલા દિવસે જ વેંચાઇ જાય એ એક આગવી સિધ્ધી છે.રોયલ્ટીની રકમ છ આંકડાની છે.હોલમાં સૌ આદરથી આ વાત વધાવી લીધી.

     સ્ટેજની ડાબી બાજુએ ટેબલ ખુરશી ગોઠવાયા હતા અને દરેક પુસ્તક ખરિદનાર નમ્રતાથી લાઇનમાં અમુલખના પુસ્તક સાથે સહી માટે ઊભા હતા.ફોટોગ્રાફર ફોટાઓ લઇ રહ્યો હતો.પુસ્તક  લઇ આવનાર દરેક વાંચક્ને અમુલખ નામ પુછતો હતો અને કંઇક સંદેશ સાથે સહી કરતો હતો.

કોઇકે પુછ્યુંઆપની સફળતાનું રહસ્ય શું છે…?’ ત્યારે લખ્યું સખત પરિશ્રમ

જ્યારે બીજાએ પુછ્યું ‘લખાણમાં સચોટતા કેવી રીતે આવે છે..?’ફરીથી જવાબ હતો સખત પરિશ્રમ તો ફરી કોઇકે પુછ્યું

‘વિચારોનું નાવિન્ય ક્યાંથી મળે છે…? ફરીથી જવાબ  એજ હતો સખત પરિશ્રમ તો સવાલ કરનારે પુછ્યું ‘સખત પરિશ્રમ…? સર્જનમાં…?’

‘હા મારાભાઇ વિચાર કરી કરી ને હ્રદયની ભાવનાઓને વાંચકના વિચારોમાં ઉતારવાનું અને તેમને પાત્રની નજદીક લઇ જવાનું કામ સખત પરિશ્રમ માંગી લે છે…’કહી અમુલખ મલક્યો

       જ્યારે સિગ્નેચર સેરીમની સંપન્‍ન થઇ ત્યારે નીશારાણીનું આગમન થઇ ચુક્યું હતું   

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: