જીવનસાથી પ્રકરણ ૦૬ અભિવાદન (૨)

             પહેલી વાત તો એ કે, અત્રે હાજર રહેલા સર્વે મિત્રોની તેમણે બૂક કરેલ પુસ્તકો પર શ્રી અમુલખભાઇ હસ્તાક્ષર કરશે.બીજી વાત એ કે આ કવિનો આ પહેલો ગદ્ય પ્રયોગ છે અને તે સર્જન પ્રક્રિયાનો હું ભાગીદાર અને સાક્ષી છું તેથી કેટલિક અમુલખ વિષેની વાતો હું અહીં આપની સાથે વહેંચવા માંગુ છું.

         કવિ તરિકે તો તે બહુ અચ્છો અને સફળ સર્જક અને શિઘ્ર કવિ છે.આપ સૌ તેની રજુઆતો  અને વિચારોથી વાકેફ છો જ પણ માણસ તરિકે પણ તે કેટલો ઉમદા છે તેની વાત બહુ ઓછા લોકો જાણે છે.તેમના પહેલા કાવ્ય સંગ્રહની રોયલ્ટી તેણે એક અઠવાડિયામાં ડાંગ જીલ્લામાં આદીવાસી ઉધ્ધાર માટે ખર્ચેલી.કોઇના કહેવાથી નહીં પણ જાતે ઉનાઇમાં રહી તેમના સાથે પસાર કરી તેમને કાયમી આવક મળી રહે તેવા પ્રયાસો કર્યા હતા.મને આ વાતની ખબર પડી એટલે મેં પુછેલું આવા કામ માટે ઉનાઇ રહેવા શા માટે ગયો…?મારા જેવા કોઇને કહી દીધું હોત તો…?તો તેણે આપેલો જવાબ સાંભળવા જેવો અને સમજવા જેવો છે તેણે કહેલું મારે તેમનો પ્રસન્ન ચહેરો જોવો હતો.તેમની વેદનાની મુક્તિ માણવી હતી.મારે ત્યાં તો અભરે ભરેલું છે પણ પ્રભુએ જેમને માઠા દિવસો આપ્યા છે તેમના માટે કંઇક કરૂં તો તેમની ઠરેલી આંતરડી સમજવાની મને તક મળેને…?       

          અમુલખ મારો અંતરંગ મિત્ર છે તેથી એક દિવસ તેના ઘેર જઇ ચડયો.એ વિચાર મગ્ન હતો. ટેબલ પડેલ કાગળ વાંચતા મેં પુછેલું

આ તું શું લખે છે એલા મણિયાર…?’

ફિલોસોફરોનું કહેવું છે કે,દરેક સાહિત્ય રસિકે પોતાના મનમાં ચાલતા વિચારો ક્યાંક નોંધવા જોઇએ. કદાચ એમાંથી કોઇ સારો લેખ કે વાર્તાનો પ્રાદુર્ભાવ થાય એટલે મારા મનમાં ચાલતા વિચારોને બહાર લાવી કાગળ પર ઉતારવાની કોશિશ કરૂં છુંકહી એ હસ્યો.તેણે લખેલા ૨૦ પાનાનું ફોલ્ડર હું ઘેર લાવ્યો.બધા પાનાને ક્રમાંક આપી વાંચ્યા.અમુલખની લેખન શૈલી મને ગમી.આ ફોલડર કોમ્પ્યુટરાઇઝ કરવા કોમ્પ્યુટર ખોલ્યું પણ આ લખાણનું શિર્ષક શું આપવું…?

       વિચારવા મેં સિગારેટ સળગાવવા પાકિટ ફંફોસી તો તેમાં બે જ હતી આ ન ચાલે હું ચેઇન સ્મોકર છું એટલે અમારા ઓળખીતા પાન વાળા પાસે પાન ખાધું.બે બંધાવ્યા એક પાકિટ લીધી ને એક સળગાવી ઘેર પાછો આવ્યો. સરસ ચ્હા બનાવી બધુ ટેબલ પર મુકી કોમ્પ્યુટર ખોલ્યું કેટલી વાર સુધી શિર્ષક બાબત વિચારતા રહ્યો.ઠંડી થતી ચ્હાનો મગ લઇ હું બાલ્કનિમાં આવ્યો ચ્હા પીતા આમ તેમ નજર ફેરવી અચાનક નીચે રોડ પર મારી નજર પડી તો એક સિનીયર સીટીજન જોડલું હળવા ડગલે જતું હતું એ જોઇ હું ખુશ થઇ ગયો અને તરત જ પાછા ફરી લેખનું શિર્ષક આપ્યુંજીવન સાથીઆવા સફળ કવિ અને નીવડેલા વાર્તાકાર તરિકેજે સફળતાની ટોંચે  બેસનાર છે તેવા અમુલખ મણિયારને હવે સાંભળીએ.

        સભાગૃહમાં સ્ટેજ પર અમુલખ મણિયારે માઇક પકડી ચારે તરફ નજર દોડાવી આજે તેમનું સ્વપ્ન પુરૂં થવાની અણી પર હતું.વિચારમાળામાં એ જરા ભૂતકાળમાં સરી પડ્યો.તેની કવિતાઓના બહુ ચર્ચિત અને લોક પ્રિય બે પુસ્તકો બહાર પડ્યા હતા.તેમાંઅમીનામનું તેનું પહેલું પુસ્તક બહાર પડ્યું ત્યારે પછી પોતેઅમીતરિકે પ્રસિધ્ધ થઇ ગયો હતો.એક સ્વપ્ન સુંદરીને આરાધીને લખેલી એ સિત્તેર જેટલી કવિતાઓ  દરેક વાંચનારને પોતાની લાગતી.દરેક પ્રેમીને એમ લાગતું જાણે તે પોતાની પ્રેમિકાની આલોચના કે અવલોચના કરી રહ્યો છે.એ કવિતાઓમાં કવિએ પોતાના દિલની પ્રેમિકાના ચરણોમાં એક ભક્ત દેવીના ચરણે ફૂલોનો અર્ધ્ય ધરે તેમ ધરી દીધું હતું…”જરા ના આંખોથી દૂર ના જાશો અમી…” 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: