જીવનસાથી પ્રકરણ ૦૬ અભિવાદન

         આમંત્રણ પત્રિકા છપાઇ ગઇ અને જેમણે જીવન સાથીની અગાઉથી કોપી બુકિન્ગ કરાવેલ તેમને તેમના સરનામે કુરિયર કરવામાં આવી.એક આમંત્રણ પત્રિકા ઘનશ્યામ શ્રી મનોજ કોઠારીને જાતે આપી આવ્યો.

      કાર્યક્રમના આગલા દિવસે રવિવારે ઘનશ્યામ અમુલખને મળવા ગયો.અમુલખ કોઇ કવિતાના રદિફા કાફિયાને ગણત્રીમાં અટવાયેલો આંખો મીંચી વિચારી રહ્યો હતો તો બિલ્લી પગે આવીને અમુલખના હાથમાં રહેલ પાનું સેરવવા ગયો તો અમુલખે આંખ ખોલી જોયું

એલા પરમાર તું ક્યારે આવ્યો…?’

જ્યારે સાહેબ કવિતામાં ખોવાયલા હતા ત્યારે….’કહી અમુલખના હાથમાંનું પાનું લઇ વાંચ્યું

બાદબાકી

 કદી પાછા ફરીને જીંદગીને જોઇ તાકી છે;

બહુ ઓછા છે સરવાળા વધારે બાદબાકી છે

પ્રણયનો રંગ પાકો હોય છે એવું બધા કહે છે;

જમાનાના બધા ફિલસુફ એવી નોંધ ટાંકી છે  

કશું પણ કામ કરવાની બધાની રીત ના સરખી;

અગર રાજા કે વાજા વાંદરાની રીત વાંકી છે

કદી પિનારને પૂછો શરાબી તું થયો શાથી?;

મને ડૂબાડનારી મયકદા કેરી જ શાકી છે

વાહ…!! લા જવાબ જલ્દી પૂરી કર…’પાનું પાછું આપતા સાથે એક આમંત્રણ પત્રિકા પકડાવી

..બધું શું છે…? આ તેં ક્યારે નક્કી કર્યું…?’આમંત્રણ પત્રિકા વાંચી અમુલખે પુછ્યું

હવે શું છે…? ને ક્યારે નક્કી કર્યું…? એ રહેવા દે આવતી કાલે સાંજે પાંચ વાગે તને લેવા આવું છું તો જરા ઠાઠ માઠથી તૈયાર રહેજે…’આ વાત ચાલતી હતી ત્યારે સાકર ચ્હા લઇ દાખલ થઇ.

આ ચ્હા…?’અમુલખે કપ લેતાં પુછયું

એ ન મળે તો ઘનશ્યામભાઇ સામેથી માંગી લે તેમ છે એટલે યદુરામે તેમને ઘરમા દાખલ થતા જોઇ તરત જ બનાવી..’

ખાલી ચ્હાથી નહીં પતે જમાડશો ને…?’

પોતાના ઘરમાં કોઇ ન પુછે જમાડશોને…?’કહી સાકર હસી

         જમતી વખતે આવતીકાલે કાર્યક્રમમાં હાજર રહેવા યદુરામ અને સાકરને તૈયાર રહેવા ઘનશ્યામે કહ્યું. જમીને ઘનશ્યામ બારણા તરફ ચાલ્યો તો અમુલખે પુછ્યું

કેમ એલા પરમાર આમ છેલ્લે કોગળે…?’

મારે હજી ઘણા કામ આજે જ પૂરા કરવાના છે એટલે જાઉં…’

         સિલ્વર સ્ટોન પ્લાઝાનું સભાગૃહ ખિચોખીચ ભરેલો હતો.આગલી ત્રણ રો મુખ્ય આમંત્રિત મહેમાનોથી ભરેલી હતી.ત્રીજી રોથી બુકિન્ગ કરાવેલ લોકોને બેસાડવામાં આવ્યા હતા.તેમની સાથે યદુરામ ને સાકર પણ ગોઠવાયા.ઘનશ્યામ એ બંનેને પહેલી રોમાં બેસાડવા જતો હતો તો અમુલખે જ કહ્યું યદુરામ તો ઠીક પણ સાકરના લીધે સભામાં સવાલો ઊભા થાય એમ તેની ઇચ્છા નથી.

          આયોજીત કાર્યક્રમ આગળ વધતો હતો અને શ્રી મનોજ કોઠારીએ જીવન સાથી નવલકથાની વિમોચન વિધી અને પછી અમુલખને શાલ ઓઢાળી સન્માન પત્ર આપી સન્માન કર્યું ત્યાં સુધી સભાગૃહ તાળીઓથી ગુંજતો રહ્યો.

            ઉદ્ઘોષકના આમંત્રણથી ઊભા થઇ માઇક પર આવતા શ્રી મનોજ કોઠારીએ કહ્યું

મેં શ્રી અમુલખ મણિયારને ઘણા મુશાયરામાં સાંભળ્યા છે.સ્થાનિક સમાચાર પત્રમાં કલમના કલાકાર

બૂક ડીપોના માલિક શ્રી ઘનશ્યામ પરમારે આ નવલકથાની જાહેરાત સાથે આપેલ આ નવલકથાના અવતરણ વાંચતા ઉત્સુકતા થતી હતી.એક ઋજુ હ્રદયના કવિની કલમે લખેલી ગઝલો આપણે માણી છે એજ વ્યક્તિ દ્વારા લખાયેલી આ નવલકથા પણ હ્રદયને સ્પર્શી જશે એમાં શંકાને સ્થાન નથી.તેમણે લખેલ આ પુસ્તક આપ સૌને ગમશે એમ કહું તો અસ્થાને નથી….આભાર

      આખો સભાગૃહ તાળીઓના ગડગડાટથી કેટલી વાર સુધી ગુંજતો રહ્યો.ત્યાં ઉદ્ઘોષકે કહ્યું

હવે હું શ્રી અમુલખ મણિયારને તેમના જ મુકતકથી આમંત્રણ આપીશ આ લખવાની પ્રેરણા તેમને ક્યાંથી મળી ક્યા સંજોગોમાં આ નવલકથાનો ઉદ્ભવ થયો એના પર પ્રકાશ પાડે

મન બરકરાર હોવો જોઇએ

ભરોસો તલભાર હોવો જોઇએ

કાગળ કલમ ઉપાડવાથી શું થશે?

શબ્દનો સહકાર હોવો જોઇએ

શ્રી અમુલખ મણિયાર ઉર્ફે કવિ કમલકાંત

       અમુલખ માઇક પકડે એ પહેલા ઘનશ્યામે શ્રી મનોજ કોઠારીની માફી માંગતા કહ્યું

હુ શ્રી અમુલખભાઇને માઇક આપતા પહેલા બે જાહેરાતો કરવા માંગું છું.આગોતરા બૂકિન્ગ ચાલુ રહ્યા છે તેના આંકડા આપીને હું અમારી ખુશી આપના સાથે વહેંચવા માંગુ છું

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: