જીવનસાથીપ્રકરણ ૦૫ વિમોચન (૨)

(ગતાંકથી આગળ)                 

             જરા વાર રહી બંને મિત્રો પાન ખાવા બહાર આવ્યા અને વાતો કરતા એક ઓળખીતા પાનવાળાના ગલ્લે આવ્યા.પનવાડીએ તેમના પાન બનાવીને આપ્યા.ઘનશ્યામે એક સિગારેટ સળગાવી સિગારેટનું પાકિટ અને લાઇટર અમુલખ સામે લંબાવ્યું.અમુલખ ક્યારેક સિગારેટ પીતો હતો પણ ઘનશ્યામે કરેલી ઓફરથી તેણે પણ એક સળગાવી પછી અમુલખે નક્કી કરેલી જગા સુધી બંને ચાલતા રહ્યા અને મુકરર સ્થળ આવી જતા પાછા વળ્યા.

ભલે ચાલહું જાઉં…’કહી ઘનશ્યામ પોતાની ગાડીમાં બેઠો અને અમુલખ ઘરમાં દાખલ થયો અને તે પોતાના રૂમમાં જવા સીડી પર પગ મૂકે ત્યાં ઘનશ્યામ ઘરમાં દાખલ થયો અને અમુલખ કંઇ સમજે તે પહેલા તે સડસડાટ સીડી ચઢવા લાગ્યો

શું થયું પરમાર….?’એ સવાલ અધ્ધર જ રહ્યો ત્યાં તો પેલું ફોલ્ડર લઇ ઘનશ્યામ સીડીઓ ઉતરતા કહ્યું

આ ભુલાઇ ગયું…’ ફોલ્ડર બતાવી મલકીને ઘનશ્યામ ચાલ્યો ગયો.

           ઘેર આવી ઘનશ્યામે કપડા બદલ્યા પછી આરામ ખુરશીની બાજુમાં રાખેલ લાઇટ ચાલુ કરી ત્યાં મુકેલા રિડીન્ગ ગ્લાસીસ પહેરી અમુલખ પાસેથી લાવેલ ફોલ્ડરમાંથી પાના કાઢી દરેક પાનાના ખુણે નંબર લખતા વાંચવાની શરૂઆત કરી.અમુલખની લેખન શેલી તેને ગમી જે વાંચતા તે ખુશ થઇ ગયો.આખર છેલ્લા પાના પર આવી ને લાઇટ બંધ કરી આરામખુરશીમાંથી ઊભો થઇ થયો.

                               બધા પાના લઇને તે રાઇટીન્ગ ટેબલ પાસે આવ્યો અને ત્યાંની લાઇટ ચાલુ કરી પોતાનું કોમ્પ્યુટર ખોલ્યું અને અમુલખની હસ્તપ્રત કોમ્પ્યુટરમાં લખવાની શરૂઆત કરી અને સિગારેટ સળગાવવા સિગારેટ જોઇ તો બે જ હતી આ કેમ ચાલે…? કોમ્પ્યુટર બંધ કરી ઊભો થયો કપડા બદલ્યા અને દરવાજો લોક કરી ગાડીમાં બેસી પાનવાળાની દુકાને આવ્યો એક પાન ખાઇને બે બંધાવ્યા અને સિગારેટની પાકીટ લઇ એક સળગાવીને ગાડી તરફ વળ્યો અને ઘેર આવી એક સરસ ચ્હા બનાવીને મગ લઇ પોતાની રાઇટિન્ગ ટેબલ પર ચ્હાનો મગ,પાનનું પડિકું અને સિગારેટની પાકિટ મુકી ફરી કપડા બદલી નાઇટ સુટ પહેર્યો અને ટેબલ પાસે આવી લાઇટ ઓન કરી કોમ્પ્યુટર ખોલ્યું પણ આ લખાણનું શિર્ષક શું આપવું…?

       ઠંડી થતી ચ્હાનો મગ લઇ બાલ્કનીમાં આવ્યો.ત્યાં મુકેલી ઇઝીચેરમાં બેસી ને ચ્હા પીતા તેણે એક આછરતી નજર આજુબાજુ કરી ત્યાં તેની નજર નીચે રોડ પર જતા એક સિનીયર સીટીજન જોડલા પર પડી જે હળવા પગલા ભરતા જઇ રહ્યા હતા.ખુશ થઇ ઘનશ્યામે ચ્હા પુરી કરી એક સિગારેટ સળગાવીને રાઇટિન્ગ ટેબલ પાસે આવી લખાણનું શિર્ષક આપ્યું જીવનસાથીઅને અમુલખ પાસેથી લાવેલ હસ્તપ્રતો કોમ્પ્યુટરમાં લખવાની શરૂઆત કરી.વચ્ચે પાન ખવાયું સિગારેટ્ના કશ ખેંચાયા અને આખર જ્યારે આકાશમાંથી સંધ્યાના ઓળા ઉતરવા લાગ્યા ત્યારે દશ પાના કોમ્પ્યુટરમાં ચડી ચૂક્યા હતા.લખાણ સેવ કરીને કોમ્પ્યુટર બંધ કર્યું અને રસોડામાં આવી સ્વયંને પુછ્યું

બોલ ઘનશ્યામ તારે શું ખાવું છે….?’કહી ખુદ પર હસ્યો.

           જલદીથી ફ્રીઝમાંથી કેપ્સિકમ,ગાજર લીલ મરચા આદુ અને કોથમીર અને ફ્રોઝન વટાણાનું પેકેટ કાઢ્યા અને શીકામાં મુકેલ બટેટા અને કાંદા કાઢી બધુ બારીક સમારી ને ઉપમા બનાવ્યું અને દહીં વલોવી ને એક મગમાં છાશ રેડી સાથે એક ડબરામાં મુકેલ ખાખરા કાઢીને બધું ડાઇનિન્ગ ટેબલ પર મુકીને જમણ પુરૂ કર્યું. વધેલું ઉપમા એક બાઉલમાં કાઢી ફ્રીઝમાં મુકી રસોડા અને વાસણની સફાઇ કરી પોતાના રૂમમાં આવી બાકી રહેલું પાન ગલેફે દાબી એક સિગારેટ સળગાવી પાછો બાલ્કનીમાં આવીને ઇઝીચેરમાં બેસી પાન ચાવતા સિગારેટની મોજ માણી.સિગારેટ પુરી થિઇ ગઇ પાન ખવાઇ ગયું અને પવનની શિતળ લહેરખીમાં જોકે ચઢી ગયો.કલાક વાર પછી આંખ ખુલી તો ત્યાંથી ઉઠી પલંગમાં લંબાવ્યું.

     બે દિવસ પછી પાછો અમુલખને મળ્યો અને કહ્યું

મણિયાર મેં તારૂં લખાણ વાંચ્યું શરૂઆત અને રજુઆત સારી છે બસ આગળ ચલાવ

તું જે પાના લઇ ગયો તે પછી મેં કશું લખ્યું નથી…’

તો લખતો થા આમ વચ્ચે ઊભો નહીં રહેતો…’સિગારેટ સળગાવતા ઘનશ્યામે કહ્યું

આગળ શું લખવું તે મેં વિચાર્યું નથી…’

આમ પાણીમાં ન બેસીજા યાર વિચાર અને લખ તારા માટે એ કંઇ મુશ્કેલ નથી તું તો શિઘ્ર કવિ છેને..?’

પરમાર કવિતા લખવીને લેખ લખવા એ અલગ વાત છેદોન ધ્રુવ સમજ્યો..?’

જો મણિયાર ગલ્લા તલ્લા નહીં કર…’

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: