એક દિવસ બજારમાં લટાર મારવા નિકળેલા ઘનશ્યામ પરમારે અમુલખના ઘેર તરફ ગાડી વાળી અને ઘરમાં દાખલ થતા રસોઇમાં વ્યસ્ત યદુરામને પુછ્યું
‘મણિયાર ઘરમાં છે કે…?’
‘હા પોતાના રૂમમાં છે… ’શો-કેશની સાફ સુફીમાં વ્યસ્ત સાકરે કહ્યું
‘સારૂ ભાઇ યદુરામ સરસ ચ્હા પિવડાવ..’ કહી એ અમુલખ મણિયારના રૂમમાં દાખલ થયો.બે હાથના આંગળા ભીડીને તે પર માથું ટેકવી પગ લંબાવીને અમુલખ આંખો મીંચી ધ્યાન સમાધીમાં કશું વિચારતો હતો.એકાએક ધનશ્યામે પેપર વેઇટ નીચે મુકેલ કાગળ ઉપાડયું અને એ ગોળ પેપર વેઇટે એક ચક્કર મારી ટેબલની નીચે પડયું તેના અવાઝથી અમુલખે શું થયું એ જોવા આંખ ખોલી અને ત્યાં અમુલખના પગ પાસે પડેલું પેપર વેઇટ લેવા વાંકા વળેલા ઘનશ્યામના માથા પર હાથ રાખી કહ્યું
‘આયુષ્યમાન ભવઃ’
પછી બંને મિત્રો ગળે મળી હસ્યા.પોતાના હાથમાંનો કાગળ વાંચતા ઘનશ્યામે કહ્યું
‘આ તું શું લખે છે મણિયાર…?’
‘ફિલોસોફરોનું કહેવું છે કે,સાહિત્ય રસિકે પોતાના મનના વિચારો ક્યાંક નોંધવા જોઇએ કદાચ એમાંથી કોઇ સારો લેખ કે વાર્તાનો પ્રાદુર્ભાવ થાય એટલે મારા મનમાં ચાલતા વિચારોને બહાર લાવી કાગળ પર ઉતારવાની કોશિશ કરૂં છું’કહી અમુલખ હસ્યો ત્યાં સુધી સાકર બે કપ ચ્હા લઇ આવી.
‘વાહ….!! ચ્હા સરસ સરસ…હું વિચાર કરતો હતો કે, ચ્હા પીવી જોઇએ…’સાકરે લંબાવેલો કપ લેતા અમુલખે કહ્યું
‘મેં ઉપર આવતા યદુરામને ચ્હા બનાવવાનું કહેલું..’ચ્હા પીતા ઘનશ્યામે કહ્યું ચ્હા પિવાઇ ગઇ તો ઘનશ્યામે સિગારેટ સળગાવી પાકિટ અને લાઇટર અમુલખને આપત પુછ્યું
‘અત્યાર સુધી કેટલા પાના લખ્યા છે ચાલ લાવ જોઉં…’
‘વીસ છે…’એક ફોલ્ડર ઉપાડી પાના ગણતા અમુલખે કહ્યું
‘ને આ એકવીસમું…આ તારી આગળની લિન્ક માટે રાખ હું બાકીના વાંચવા લઇ જાઉં છું’પેલું ફોલ્ડર લેતા ઘનશ્યામે કહ્યું
‘પણ જો સાંચવજે તારી ઓફિસની ટેબલ પર મેં જોયું છે તેમ ગામ આખાનો કાગળોનો અંબાર અને ખડકલો હોય છે.જોજે એમાં આ ક્યાંક આડા આવડા મુકાઇ ન જાય..’કહી અમુલખ હસ્યો
‘ના એ હું ઘેર લઇ જઇશ..ધરપત રાખજે..’કહી પછી ઉમેર્યું ‘અરે હાં પછી તારા ગઝલ સંગ્રહનું શું નામ વિચાર્યું હતું…?’
‘એ મારે ક્યાં તારે વિચારવાનું છે..’કહી અમુલખ ઉડાઉ જવાબ આપ્યો
‘ભલે એ હું વિચારી લઇશ પણ તે માટે કેટલી ગઝલો તારવી રાખી છે..?’
‘એ મેં જોયું નથી..’કહી અમુલખ ફરી હસ્યો
‘તું એવો જ રહ્યો નહીં સુધરે…એક દિવસ મારે જાતે જ તારા બધા કાગળિયા ફંફોસવા પડશે’ઘનશ્યામે અમુલખના ખભે ધબ્બો મારતા કહ્યું
‘એમ કરતો તને હું રોકી શકું એમ નથી…’કહી અમુલખે સિગારેટ એશ-ટ્રેમાં નાખી
‘હાં રે પ્રકાશન કરી બે પૈસા તો મારે કમાવા છે તારે શું છે…? મુશાયરામાં વંચાઇ ગઇ એટલે ગંગા નાહ્યા…’મ્હોં બગાડતા ઘનશ્યામે કહ્યું
‘યા…યા..ધેટ્સ ઇટ…’હાથનો અંગોઠો ઉપર કરતા અમુલખ ફરી હસ્યો.
‘ભલે ચાલ હું જાઉં…’કહી અમુલખે આપેલ ફોલ્ડર બગલમાં ગાલી ઘનશ્યામ જવા લાગ્યો તો ખાલી વાસણ લેવા આવેલ સાકરે રૂમમાં દાખલ થઇ કહ્યું
‘તમે ક્યાં ચાલ્યા જમવાનું તૈયાર છે…’
‘હા ….ચાલ પહેલાં આપણે જમી લઇએ…’કહી અમુલખ ઊભો થયો
બંને જમવાના ટેબલ પર ગોઠવાયા.સાકરે થાળી પિરસી અને યદુરામ ગરમા ગરમ
રોટલીઓ મુકી ગયો.વટાણા ફ્લાવરનું શાકનો કોળિયો ભરતા ઘનશ્યામે કહ્યું
‘આ યદુરામનું બનાવેલા શાકનો ટેસ્ટ જ અલગ છે ખરેખર યદુરામના હાથમાં જાદૂ છે’
‘હા એના હાથમાં જાદૂ જરૂર છે એ વાત સાચી…’એ સાંભળી રોટલી મુકતા યદુરામ હસ્યો
‘અરે..હશે છે શાને…સાચુ કહું છું ઘણી હોટલમાં હું જમ્યો છું પણ આવો શાકનો ટેસ્ટ ક્યાં પણ નથી ચાખ્યો…’
આવી વાતો કરતા જમણ પુરૂં થયું તો વોશ બેસીન પાસેથી હાથ લુછતા આવીને અમુલખે કહ્યું
‘ચાલ પરમાર પાન ખાઇ આવીએ…’
‘બેસને જવાય છે…’
‘ભલે એમ તો એમ પણ ભગવાન ધનવંતરીએ કહ્યું છે કે…..’
‘જમ્યા પછી ૧૦૦૦ ડગલા ચાલવું જોઇએ…અમુલખની વાત કાપતા ઘનશ્યામે કહ્યું
Filed under: નવલકથા |
Leave a Reply