જીવનસાથી પ્રકરણ ૦૩ સહિયર સાકર (૨) 

couple A         

(ગતાંકથી આગળ)

બસબસ તારે આગળ કંઇ કહેવાની જરૂર નથી, બસ આજથી આ જ તારૂં ઘર. તું અહીં જ રહેવાની છે આ ઘરમાં…’કહી અમુલખ પોતાના રૂમમાં જતો રહ્યો

         સાકરને પોતાના કાન પર વિશ્વાસ ન બેઠો.એ જાણતી હતી કે અમુલખ એને ઇજ્જત આપતો હતો.અમુલખે કોઇ દિવસ એના કામ સામે ફરિયાદ નહોતી કરી કારણકે, સાકરના કામમાં કશું કહેવાપણું ન હતું.સાકરને તેના દીકરાએ આપેલ આઘાતમાંથી બહાર આવતા વાર લાગી પણ જે હતી એ હકિકત સામે હતી.પહેલાં એ સવારે આવતી અને સાંજે ચાલી જતી પણ હવે એણે ૨૪ કલાક આ ઘરમાં રહેવાનું હતું એ દ્ર્ષ્ટીએ જોતા એને આ ઘર પોતાનું લાગવા લાગ્યું.        

Continue reading