જીવનસાથી પ્રકરણ ૦૩ સહિયર સાકર       

couple A      

          રેલ્વેના પાટા પર ભાનસાન ગુમાવેલી જીવતી લાશ જેવી જતી સાકર તરફ દોડી એનું બવડું પકડી અમુલખે પુછ્યું

સાકર ક્યાં જાયછે…?’

            પાછી ફરી સાકર અમુલખ સામે કોઇ અજાણી વ્યક્તિની મળી હોય તેમ તાકી રહી. ગભરાયેલી હરણી સમી આંખો,ગળે બાઝેલો ડૂમો અને કશું બોલવા અશક્તિમાન કાંપતા હોઠ એની અસહાયતાની ચાડી ખાતા હતા.

અત્યારે કશું બોલતી નહીં ઘેર ચાલ આપણે ઘેર વાત કરીશું..’

         અમુલખની દોરાયલી સાકર સ્ટેશન બહાર આવતા જાણે કેટલો લાંબો પંથ  કાપ્યો હોય તેમ થાકી ગઇ. સાકર મળી ગઇ એટલે અમુલખને ધરપત થઇ પણ થોડું મોડું થયું હોત તો સાકર કેવી હાલત મળત એ વિચાર માત્રથી એ જરા કંપી ગયો.અમુલખે ગાડીનો પાછલો દરવાજો ખોલી સાકરને ગાડીમાં બેસવા કહ્યું આગલો દરવાજો ખોલી ઘનશ્યામ બેઠો અને બધા ઘેર આવ્યા.ઘરમાં દાખલ થતા સાકરની હાલત જોઇ યદુરામ હેબતાઇ ગયો

ક્યાં ચાલ્યા ગયા હતા મોટીબેન…?’

એતો રેલ્વેના પાટા પર આત્મ હત્યા કરવા જતી હતી ભગવાનની મહેરબાની કે સમયસર પહોંચાયું..’અમુલખે કહ્યું તો સાકરની આખો ઉભરાઇ તેને યદુરામે ખુરશી પર બેસાડી પાણી પાયું.

આ સાકર બોલવા જેટલી સ્વસ્થ થાય તે દરમ્યાન સરસ ચ્હા બનાવ મારા ભાઇ..’ઘનશ્યામે કહ્યું

          યદુરામે સરસ મજાની ફુદિના અને આદુવાળી ચ્હા બનાવી અને બધાને ચ્હા સાથે નાસ્તો આપ્યો.સાકર ચ્હા અને નાસ્તાને શુન્યમનશ્ક જોઇ રહી એને યદુરામે કહ્યું

મોટી બેન ચ્હા નાસ્તો કરો…’

         સાકરે બે દિવસથી કંઇ ખાધું નહતું તેને યદુરામના શબ્દો સ્પર્શી ગયા.અમુલખના આગ્રહથી એણે યંત્રવત ચ્હા નાસ્તો કર્યો.ચ્હા નાસ્તો થઇ જતા

ભલે મણિયાર હું જાઉ…’કહી ઘનશ્યામ ગયો

         અમુલખ તો અપલક પોતાના ઘરની છેલ્લા દશ વરસથી સંભાળ લેનાર અને પોતાની રજે રજ જરૂરિયાતનું ધ્યાન રાખનાર એ સાકરની આ હાલત…? સાકર ફકત નામની જ  નહીં જબાનની અને  વહેવારની પણ સાકર જેવી ગળી હતી.યદુરામ જેને પોતાની મોટી બહેન માનતો હતો એની આ હાલત એ વિચારથી જ આંખ ભીની થઇ જતી હતી.

             સાકર જરા સવસ્થ જણાઇ એટલે અમુલખે પુછ્યું

સાકર આવું અવિચારી પગલું તેં શા માટે ભર્યુંઆમ કરાય…?’

‘………..’સાકર દયામણે ચહેરે અમુલખ સામે જોયું

સાકર તું હવે ગભરાયા વગર અને સંકોચ મૂંકીને બધી વાત કર…’અમુલખના શબ્દો સાંભળી સાકર રડી પડી એને અમુલખે પાણી પાયું અને ફરી સવાલ દોહરાવી પુછ્યું

સાકર આમ કરાય…?’

જ્યાં મારા પેટના જણ્યાએ જ મારા સાથે આ વહેવાર કર્યો ત્યાં…’

શું તને મારા પર જરા પણ વિશ્વાસ ન હતો….?’અમુલખે સાકરની વાત કાપતા પુછ્યું તો સાકરને જમીન માર્ગ આપે તો સમાઇ જાય એવી સંકોચાઇ  

તો પછી મારી પાસે કેમ ન આવી…? છેલ્લા દશ વરસથી આ ઘરની સભ્ય જેવી છે તને જરા પણ વિચાર ન આવ્યો તારા વગર આ ઘરની શી હાલત થશે મારી શી હાલત થશે…? જે તારા પર જ અવલંબિત છે..’

પણ ક્યા હકથીક્યા દાવે…?’દયામણા ચહેરે સાકરે પુછ્યું

બસ, એ જ તો ન હતું આપણા વચ્ચે…’અમુલખે વાત સ્વિકારતા કહ્યું અમુલખે ક્યા સંજોગોમાં આ શબ્દો ઉચાર્યા એનું પોતાને જ આશ્ચર્ય થયું પણ અમુલખના શબ્દો સાકરના હ્રદયને સ્પર્શી ગયા.

        સાકરે પોતાના પતિના અચાનક નોધારા મૂકી ગાયબ થઇ ગયા પછી કેટલા દુઃખ વેઠીને પોતાના એકના એક દીકરા રાંકના રતનને ભણાવવા અમુલખના ઘર સિવાય કેટલા ઘરના વાસણ પાણી કર્યા. એક દિવસ સુખનો સુરજ ઉગશે એ આશામાં જીંદગી જીવે જતી હતી. દીકરો ભણી રહ્યો સારી નોકરી મળી અવું કહી પોતાન પિતાના પગલે એ એકાએક ગાયબ થઇ ગયો.

              આજથી ચાર દિવસ પહેલા પાછો આવ્યો અને ચાર દિવસ પછી આવી એને પોતાને ઘેર લઇ જશે.મા હવે તું મારી સાથે આવી બસ આરામ કરજે, પણ હમણાં મેં ઘર લીધું છે તેની એડવાન્સ આપવા પૈસા ઘટે છે એવું અષ્ટમ પષ્ટમ સમજાવી મારૂં ઘર વહેંચી માર્યું. ઘર વેંચાઇ ગયું તો હવે એમ કર મા હાલ ઘડી તું વૃધ્ધાશ્રમમાં રહે તને હું અહીંથી મારી સાથે લઇ જઇશ.કહીએ મને વૃધ્ધાશ્રમમાં મુકી ગયો.વૃધ્ધાશ્રમમાં મને મળેલ મારા રૂમમાં રહેતી મણીને મેં બધી વાત કરી તો એણે કહ્યું સાકર તું પુત્ર મોહમાં ભોળવાઇ ગઇ હવે આજ તારૂં ઘર..’કહી સાકર રડી પડી(ક્રમશ)

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: