જીવનસાથી પ્રકરણ ૦૨ શોધ (૨)

couple A

(ગતાંકથી આગળ)

ભારી ચાલક નીકળી….પણ તને આવી બધી મેઇડ મોકલતો કોણ હતો….?’

અમારી સોસાયટીનો સેક્રેટરી મનોજ માંજરેકર…..’

તો તેં તેને વાત કરી….?’

તેણે મને કહ્યું મણિયાર સાહેબ હવે કઇ ચોર છે અને કઇ વફાદાર એનો કંઇ મીટર તો નથી હોતોને…?’

એનો મતલબ છેલ્લી સાકર આવી એમને….?’

હાયાર, આવી અને મારા ઘરની છેલ્લા દસ વરસથી સંભાળ લેતી હતી . યદુરામ તો એને બહેન માનતો હતો અને મારે ત્યાં કામે રહી પછીની રાખડી પુનમે યદુરામને રાખડી બાંધેલી પરમાર તે દિવસે બંનેની આંખમાં હર્ષના આસું આવી ગયેલા મને બરોબર યાદ છે.યદુરામે કહેલું એક અભાગિયાના સગામાં કોઇ નહતું તે એક બહેન મળી ગઇ તો સાકરે કહ્યું કોઇના ખભે માથું મુકી રડી શકું એવો ભાઇ મને આજ મળી ગયો.’ 

         બંને પોલીસ સ્ટેશનમાં આવ્યા અને સાકરની બધી વાત કરી સાકરનો ફોટોગ્રાફ આપ્યો તો નવા ઇન્સપેકટર નાગપુરકરે ફરિયાદ નોંધી ને કહ્યું તમારા પહેલા વૄધ્ધાશ્રમના સેક્રેટરી પણ ફરિયાદ નોધાવી ગયા બાઇનું નામ પણ સાકર હતું તો બંને એક વ્યક્તિ તો નથીને….?’

હા સાહેબ બંને એક વ્યક્તિ છે..?’

સારૂં અમે તપાસ કરીશું અને સઘડ મળેથી તમને જાણ કરીશું….’કહી સાકરનો ફોટોગ્રાફ ગુમ સુદા લખેલ નોટીસબોર્ડ પર પીન મારી લગાડી દીધોપોલીસ સ્ટેશનમાંથી બહાર આવતા ઘનશ્યામે કહ્યું

ચાલ સૌથી પહેલા સાકરના ઘરની આસપાસ અને આશ્રમની આસપાસ તપાસ કરીએ કોઇએ એને જોઇ છે કે કેમ…?’

       બંને સાકરના ઘરની આસપાસની દુકાનોમાં સાકરનો ફોટોગ્રાફ દેખાડી તપાસ કરી તો દુકાનદારો એને બરાબર ઓળખતા હતા, પણ આજ કાલમાં કોઇએ એને જોઇ હતી. ત્યાંના રિક્ષા સ્ટેન્ડ પર ઊભી રહેતી રિક્ષાવાળાને પણ પુછ્યું પણ ક્યાંથી એના સઘડ મળ્યા તો ઘનશ્યામે કહ્યું

મણિયાર આવી વ્યક્તિઓ બહુધા ગામ છોડીને જવાનું વધુ પસંદ કરે છે.કારણકે, લોકો ખણખોદ કરીને વાત જાણવાની અને પછી મરી મસાલો નાખી અફવા ફેલાવવામાં વધુ રસ લેતા હોય છે, તેમાં જેઓ એનો ઘરવાળો એને મૂંકીને જતો રહ્યો છે એવું જાણતા હશે તેમના માટેતો તમાસાને તેળું એટલે ચાલ સ્ટેટ ટ્રાન્સપોર્ટના બસ સ્ટેશન પર અને પછી પ્રાઇવેટ બસ સ્ટેશ પર તપાસ કરીએ….’

        બંને પહેલા સ્ટેટ ટ્રાન્સપોર્ટના બસ સ્ટેશન પર આવ્યા અને ત્યાં ટિકીટ બારી પર,ત્યાં ઊભેલી બસના કંડકટરને, ડ્રાઇવરને,ચ્હાની લારી વાળાને,પાનના ગલ્લા પર,છાપાના ફેરિયાને અને પીપરમેન્ટના ફેરિયાને સાકરનો ફોટોગ્રાફ બતાવી એને જોઇછે કે, કેમ…? તપાસ કરી પણ કોઇએ એને જોઇ હોય એવું કહ્યું.તે પછી જયાંથી પ્રાઇવેટ બસો ઉપડતી હતી ડિપો પર આવ્યા ત્યાં પણ સૌને પુછ્યું પણ કોઇએ હા પાડી કે સાકરને જોઇ છે.

પરમાર શું કરીશું….?’નિરાશ થયેલા અમુલખે પુછ્યું

હવે બાકી રહી એકજ જગા રેલ્વે સ્ટેશન…..’કહી ઘનશ્યામે અમુલખની ગાડીનું બારણું ખોલ્યું

હા બરાબર છે, કદાચ ત્યાં મળી જાય….’  અમુલખે કહ્યું અને ગાડી રેલ્વે સ્ટેશન તરફ રવાના થઇ. રસ્તામાં એક જગાએ એક્સીડન્ટ થયેલો એટલે ટ્રાફિક જામ હતો. અમુલખના મ્હોં પર રઘવાટ છવાયેલો હતો તે જોઇ ઘનશ્યામે અમુલખનો ખભ્ભો થાબડી સાંત્વન આપતા કહ્યું

મણિયાર ધરપત રાખ અહીં કદાચ સાકરના સઘડ મળી જાય…’

    ઘણી વાર પછી એમ્બ્યુલન્સ આવી અને ઘવાયેલાને લઇને ગયા પછી ટ્રાફિક પોલીસે હળવે હળવે ટ્રાફિક ચાલુ કરાવ્યો.આખરે બંને રેલ્વે સ્ટેશન પર આવ્યા તો ઘનશ્યામે કહ્યું

મણિયાર તું ગાડી પાર્ક કરી આવ ત્યાં સુધી હું પ્લેટફોર્મની ટિકીટ લઇ લઉ છું

હા આપણે પ્લેટફોર્મ પર મળિયે….’

         ઘનશ્યામ પ્લેટફોર્મની ટિકીટ લેવા ગયો ત્યાં લાંબી લાઇન હતી

સાલી ઇમર્જન્સી હોય ત્યારે બધે ઠેકાણે અડચણો ઊભી થાય…’સ્વગત બોલતા ઘનશ્યામ લાઇનમાં ઊભો રહ્યો આખર બારી પર આવ્યો તો સાકરનો ફોટોગ્રાફ ત્યાંના ટિકીટ કલાર્કને બતાવી પુછ્યું

સાહેબ લેડી અહીંથી ટિકીટ લઇ ગઇ…?’

અરે મારા ભાઇ અહીં હજારો પેસેન્જાર આવે છે કોના કોના ચહેરા યાદ રાખીએ…?’

ભલે ભાઇ બે પ્લેટફોર્મ આપો….’

        ઘનશ્યામ લાઇનમાંથી બહાર આવીને ત્યાં બેઠેલા હમાલોના ટોળામાં સાકરનો ફોટોગ્રાફ બતાવી પુછ્યું

ભાઇ તમારામાંથી કોઇએ બાઇને અહીં પ્લેટફોર્મ પર જોઇ છે…?’

કેમ કોણ છે…?કશું ચોરવીને લઇ ગઇ છે…?’એક હમાલે પુછ્યું

ના ભાઇ કશું ચોરવીને નથી લઇ ગઇ….’

તમારી શું સગી થાય…?’બીજાએ પુછ્યું

એની બેન થાય….’ત્યારે ત્યાં આવેલા અમુલખે એવું કહી ઘનશ્યામનું બાવડું ખેચતા ગણગણ્યો

લોકોને પુછવાથી કંઇ ફાયદો નથી થવાનો બધા નવરા ધુપ છે, એટલે એમને ટીખડ સુજે છે

      સામેના પહેલા પ્લેટફોર્મ પર ઉભેલી ટ્રેઇનની પહેલી બોગીથી બંનેએ તપાસ કરવાની શરૂઆત કરી આખર છેલ્લી બોગી સુધી તપાસ કરતા કંઇ વળ્યું નહી

         અચાનક રેલ્વેના બીજા ખાલી ટ્રેક પર લથડતી ચાલે એક સ્ત્રીને જતી જોઇ ઘનશ્યામે આજુ બાજુ વ્યગ્રતાથી નજર ફેરવતા અમુલખને બુમ મારી

મણિયાર ઓલા બીજા ટ્રેક પર એક સ્ત્રી જાય છે સાકર તો નથી ને…?’

         સાંભળી અમુલખ પ્લેટફોર્મ પરથી નીચે આવી અને બીજી ટ્રેક તરફ દોડ્યો અને જયારે સ્ત્રીની નજીક પહોંચ્યો ત્યારે ખબર પડી કે સાકર હતી. જાણે પોતાના ખભા પર પોતાની લાશ લઇ જતી હોય તેમ લથડતી ચાલે જઇ રહી હતી. અમુલખે એકદમ તેનો હાથ પકડીને કહ્યું

સાકર ક્યાં જાય છે…?

         દયામણા ચહેરે સાકર એકીટશે અમુલખને નિર્લેપ ભાવથી જોઇ રહી (ક્રમશ)  

 

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: