(ગતાંકથી આગળ)
‘વૃધ્ધાશ્રમવાળાનું કહેવુ શું છે…..?’ઘનશ્યામે ગાડીમાં બેસતા પુછ્યું
‘તે લોકો પણ એ જ ચિંતામાં છે કે, આજે સાકર કોઇને કશું કહ્યા કારવ્યા વગર ક્યાંક જતી રહી છે’
‘હં…..પણ કોઇને અન્યને પુછીએ ત્યારે આપણે કોને શોધીએ છીએ તેનો અતો પતો તો હોવો જોઇ મતલબ એનો ફોટો ગ્રાફ….’ઘનશ્યામે કહ્યું
‘હા છે ને….એ માટે ઘેર જવું પડશે ચાલ…’કહી અમુલખે ગાડી ઘર તરફ હંકારી
બંને અમુલખના ઘેર આવ્યા તો યદુરામે વ્યગ્રતાથી પુછ્યું
‘સાયેબ સાકરબેન…..’
‘એ મળી નહીં…,એના દીકરાએ….એ બહુ લાંબી વાત છે તું ચ્હા બનાવ….’ કહી અમુલખ પોતાના બેડરૂમમાં ગયો અને સાકરના પાસપોર્ટ સાઇઝના બે ફોટોગ્રાફસ લઇ બહાર આવ્યો. યદુરામે મુકેલી ચ્હા પી બંને પાછા ગાડીમાં ગોઠવાયા તો અમુલખે સાકરના ફોટોગ્રાફસ ઘનશ્યામને આપ્યા
‘આ સારૂં કર્યું નહીંતર આપણે લોકોને પુછત શું….? સાકરને જોઇ…? એટલે લોકો પુછત કઇ સાકર
દાણાદાર કે ખડી સાકર….?’
‘મજાક મુક પરમાર….’કટાણું મ્હોં કરી અમુલખે કહ્યું
‘દસ વરસથી તારે ત્યાં કામ કરતી હતી ને તેના દીકરા આવું પગલું ભર્યું તેની વાત સુધ્ધા તને એણે ન કરી…?’
‘મેં તેની પર્સનલ લાઇફ બાબત કદી પુછ્યું નથી અને એણે કહ્યું નથી…હા યદુરામ પાસેથી મને એટલી ખબર પડીકે એનો દિકરો નાનો હતો ત્યારે જ બંનેને મુકી એનો ઘરવાળો ઘર મુકી ક્યાંક ચાલ્યો ગયો છે…બસ એનાથી વધારે એના વિષે હું કશુ જાણતો નથી’
‘આ સાકરનો ફોટોગ્રાફ રાખ્યો છે એ સારૂં કર્યું તપાસ કરવામાં સરળતા રહેશે..’ઘનશ્યામે ફોટા સામે જોઇ કહ્યું
‘આ તો આપણા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેકટર એકબોટેના કહેવાથી કર્યું…’
‘મતલબ…હું સમજયો નહીં…?’ઘનશ્યામે પુછ્યું
‘મારા ઘરમાં પહેલી મેઇડ અનસુયા રાખેલી એ ચાર દિવસ આવે એક દિવસ ન આવે એમ ખાડા કરતી હતી એટલે છુટી કરી તે પછી બીજી મેઇડ રાખી શું નામ હતું…..અં….?’અમુલખ વિચારમાં પડ્યો
‘અરે જાવા દેને યાર એક્ષ વાય ઝેડ જે હોય તે…તો એણે શું કાર્યું…?’
‘હા બીજી મેઇડ એને શાક પાન લેવા યદુરામ મોકલે તો એ શાક પાનના ખોટા હિસાબ આપી પૈસા ગપચાવતી હતી….’
‘એટલે રવાની કરી એમને…પછી….?’
‘ના યદુરામે એને કહ્યું તું શાકભાજીના ખોટા હિસાબ આપે છે શાકભાજીના ભાવ આટલા બધા ન હોય તો એ સામે ગલે પડી ગઇ યદુરામને કહે તારે તો ઘરમાં બેસી હુકમ હલાવવા છે હું કાછિયા સાથે ભાવતાલની કેટલી લમણાજીક કરૂં છું તે તને ક્યાંથી ખબર હોય…? તું મારા પર ખોટા શક કરે છે હું કાલથી નહીં આવું….’
‘વાહ..!! સતવાદીની પુછડી પછી….?’
‘પછી આવી મંજરી….એ રાશન ચોર નીકળી….’
‘એટલે કાઢી મુકી એમને…?’
‘ના એ જ્યારે મારા ઘેર કામ કરવા આવતી હતી ત્યારે હંમેશા પોતાની સાથે એક પ્લાસ્ટિકની થેલી લાવતી હતી એમાં કપડા કે એવું કશું સાથે હોય જ એક દિવસ યદુરામને એની કોથડીના તળિયે દાળ દેખાઇ એટલે યદુરામે રસોડામાં દાળની બરણી જોઇ એ અર્ધી ખાલી હતી એટલે એનો શક પાકો થયો તેથી કહ્યું અલી મંજરી ઘરમાંથી તેં દાળ ચોરી કરી તો એ રડતી મારી પાસે આવીને એણે મને કહ્યું જુઓ સાયેબ હું મુલચંદ મોદી પાસેથી અહીં આવતા પહેલા મારા ઘર માટે દાળ લેતી આવી હતી તે જોઇ તમારો યદુરામ મેં ઘરની દાળ ચોરી એવો મારા પર ખોટો આરોપ મૂકે છે હું ખોટું બોલતી હોઉ તો મુલચંદ મોદીને પુછી જુવો…મારા પર આવા ખોટા શક જ્યાં થતા હોય ત્યાં હું કામ નહી કરૂં કહી એ પણ ગઇ….’
‘હં…પછી…?’
‘પછી આવી પ્રેમા….એ નાની મોટી ચીજો ચોરતી હતી અને એક દિવસ મારૂં ઘડિયાળ ઉપાડી ગાયબ થઇ ગઇ બે દિવસ ન આવી એટલે શક પાકો થ્ઇ ગયો મેં જ્યારે પોલીસ ચોકીમાં ફરિયાદ કરી ત્યારે ઇન્સ્પેકટર એકબોટેએ મને પુછ્યું તમારી પાસે તમારી મેઇડ પ્રેમાનો કોઇ ફોટોગ્રાફ અને સરનામું છે….? મેં ના પાડી તો મને કહે મણિયાર સાહેબ કશી પણ ઓળખ વગર અમારે તમારી મેઇડ પ્રેમાને કેમ શોધવી હવે મેઇડ રાખો તો એનો ફોટોગ્રાફ અને સરનામું જરૂર નોંધી રાખજો…’
‘એટલે ઓલી પ્રેમા પછી આ સાકર મળી એમને…?’
‘ના એનાથી પહેલા લાજો આવી હતી મુળ નામ તો લાજવંતી …હતું પણ લાજ વગરની હતી….’અમુલખે મ્હો બગાડી કહ્યું તો એના ખભે ધબ્બો મારતા ઘનશ્યામે પુછ્યું
‘કેમ તારા પર કામણ કરવાના પ્રયત્નો કરેલા કે…?’
‘મજાક મુક પરમાર….એ મારી મનીપર્શમાંથી પૈસા સેરવતી હતી આમ તો ખબર ન પડે પણ તે દિવસે જ મેં એટીએમમાંથી ૧૦૦૦૦ વિથડ્રો કરેલા મને બરોબર યાદ છે ૧૯ નોટ ૫૦૦ની હતી અને ૫ નોટ ૧૦૦ રૂપિયાની હતી…હું બઝારમાં ગયો ત્યારે પેમેન્ટ માટે પર્શ ખોલી ત્યારે ૧૦૦ રૂપિયાની ચાર નોટ જોઇ મને નવાઇ લાગી મને યાદ નહોતું આવતું કે મેં કોઇને ૧૦૦ રૂપિયા આપ્યા હોય યદુરામ આવું ન કરે તેની મને ગળા સુધી ખાત્રી હતી એટલે આ કામ લાજોનું જ હોવું જોઇએ અને એના પર નજર રાખતા એક દિવસ એને મેં મારી મનીપર્શ ઉપાડતા જોઇ એનું કાંડુ પકડી પુછયું પૈસા ચોરે છે ચોર…કહી હું એકબોટેને ફોન કરવા ગયો ત્યાં સુધી એ ભાગી ગઇ મેં પોલીસ સ્ટેશનમાં જઇ વાત કરી અને તેના ઘેર ગયા તો એણે કહ્યું મેં એના પર ખોટો આરોપ
મુંક્યો છે….મુળ તો સાયેબની મારા પર મેલી નજર…કહી રડી પડી…’(ક્રમશ)
Filed under: નવલકથા |
Leave a Reply