(
(ગતાંકથી આગળ)
બે દિવસ પછી એક ૧૯૩૫ના મોડલની ગાડી ગજેન્દ્રના બંગલાના ગેટ પાસે ઉભી રહી ગઇ,ડ્રાઇવરે નીચે ઉતરી બબડયો
‘વળી તને રસ્તા વચ્ચે ઉભા રહેવાની ચાનક ચડી…?’કહી મશીનનું ટાપ ખોલ્યું પછી પાછલી સીટમાં એક પ્લાસ્ટિકનું જરીકેન લઇ સિક્યુરીટી ગાર્ડની કેબીન પાસે આવ્યો ત્યાં ગજેંદ્રનો સોફર અને સિક્યુરીટી ગાર્ડ બેઠા હતા તેમને કહ્યું
‘રેડિયેટરમાં પુરવા માટે થોડુ પાણી મળશે…?’
‘જા બાગમાંના નળમાંથી ભરીલે’
‘મહેરબાની સાહેબ કહી એ પાણી ભરી ને ત્યાં પાર્ક કરેલી લિન્કનના ફરતો એક આંટો માર્યો તો સોફર દોડતો આવ્યાને કહ્યું
‘એઇ તું ત્યાં શું કરે છે પાણી મળી ગયુંને…? તો હાલતો થા’
‘મસ્ત ગાડી છે મોડલ જુનું છે પણ ટોપ કંડીશનમાં છે’
‘તે હોય જ ને દર અઠવાડિયે ફુલ ચેકિંગ થાય છે’સોફરે હરખાઇને કહ્યું
‘જુની ગાડીની ચેકિંગ અને રિપેરીંગ પણ થતી હશે કઇ ગેરેજમાં થાય છે…? તો હું પણ મારી રસ્તા વચ્ચે વારે ઘડીએ રસ્તા વચ્ચે ઉભી રહેતી આ ગાડી પણ બતાવી આવું’
‘વ્હાઇટ ઇગલ ગેરેજ નામ તો સાંભળ્યું હશે….?’સોફરે કહ્યું
‘હા ઓલી ચાર રસ્તા પર આગળ જતા આવે છે એજ ને….?’
‘હા બરોબર ઓળખી એજ’
ગંગુએ ગાડીના રડિયેટરમાં નામ પુરતું પાણી રેડી જરીકેન ગાડીમાં મૂકી ને ગાડી સામે ઉભા રહી હાથ જોડી કહ્યું
‘તને પાણી પિવડાવ્યું હવે સમયસર ઘેર પહોંચાડજે મારી મા રસ્તામાં ક્યાં ઉભી નહીં રહી જતી’
સાંભળી સોફર અને ગાર્ડ હસ્યા અને ગંગુ ગાડી લઇને બંને સામે હાથ હલાવી જતો રહ્યો અડ્ડા પર આવી પોતાન જમણા હાથ જેવા સોમાને બોલાવ્યો એ આવ્યો તો એક ચબરખીમાં ગજેંદ્ર/કાળી લિન્કન/ મોડેલ ૧૯૪૫/ ગાડીના નંબર xxxz-xxxx/ વ્હાઇટ ઇગલ ગેરેજ લખી એને આપતા કહ્યું
‘ગજેંદ્રની આ ગાડી દર અઠવાડીએ ફુલ ચેકિંગ માટે આ ગેરેજમાં આવે છે એની કુંડલી કાઢ પછી આગળની વાત કરું
‘થઇ જશે’મલકીને સોમાએ કહ્યું
‘દર શનિવાર સાંજે ગાડી સોફર લાવે છે અને ફુલ ચેક થયા પછી ગાડી વોસ થાય છે પછી વેક્સ પોલીશ થાય છે અને રવિવારે સવારે સોફર આવીને લઇ જાય છે મહમદ વ્હાઇટ ઇગલનો મેકેનિક છે અને એની દેખરેખમાં આ બધું થાય છે ગાડી આવ્યા પછી ગજેંદ્ર પોતે ડ્રાઇવ કરી લોંગ ડ્રાઇવ પર જાય છે’સોમાએ સમાચાર આપ્યા.
‘આ ડ્રાઇવર સીટ નીચે પ્લાંટ કરવાનો છે જેનાથી ગજેંદ્ર….’
ગંગુ આગળ કંઇ બોલે તે પહેલા સોમાએ ગળા ફરતી આંગળી ફેરવી તો ગંગુએ કોઇ કાગળ ફાડતા હોઇએ એવું કર્યુ તો સોમો હસ્યોને કહ્યું ‘થઇ જશે’
ગજેંદ્ર બંગલા પાસે એ ગાડી લઇ ગયો હતો એ લઇને સોમો વ્હાઇટ ઇગલ ગેરેજમાં આવ્યો તો બારણા પાસે મુકેલ ખુરશી પર બેસી સિગારેટ પીતા મહમદે પુછ્યું ‘હાં બોલો શું કરવાનું છે…?’
‘આ મારા ફ્રેન્ડની માનીતી ટમટમ છે અને ચાલે ત્યારે બરોબર ચાલે છે નહીંતર અડીયલ ટટ્ટુ જેમ રસ્તામાં ઊભી રહી જાય છે’સાંભળી મહમદ હસ્યો
‘અરે આનાથી પણ ખરાબ ગાડીઓ મેં રીપેર કરી છે મૂકી જાવ તો જોઇ લઉ શું થઇ શકે છે’મહમદે કહ્યું ત્યાં પસાર થતા એક છોકરાને દસ પૈસા આપી સોમાએ કહ્યું
‘આની તું ચોકલેટ ખાજે ને ખુણા પર ચ્હાની લારી પરથી બે ચ્હા મોકલાવજે’ મહમદની બાજુમાં પડેલ ખુરશીમાં સોમો બેઠો
ચ્હા આવી તે દરમ્યાન પોતાને સંતાવાની જગા નકી કરી લીધી (ક્રમશ)
Filed under: General |
Leave a Reply