કોઇ જીદ્દી બાળ સમ મન સતત માંગયા કરે
જે મળે ઓછું પડે છે ને ફરી ફરી માંગ્યા કરે
ઊંઘના ભારણ તડે તો પોપચા બીડાય છે
ને મન છતાં ઉધમાતમાં સતત જાગ્યા કરે
મન તણાં મંદિરમાં જોયું કોઇ પણ ઊભુ નથી
ને છતાં એક ઝાલર રણકતી સતત વાગ્યા કરે
ભ્રમ તણી ભુલ ભુલાણીની વાંકી ચુંકી શેરીઓ
કોણ જાણે શું શોધવા મન સતત ભાગ્યા કરે
શું કહેવા ચહેછે એ એજ તો કંઇ સમજાતું નથી
બસ ‘ધુફારી’ને જોઇને એ રાગડા રાગ્યા કરે
૨૯.૦૬.૨૦૨૦
Filed under: Poem |
Leave a Reply