(ગતાંકથી આગળ)
આકાશમાંથી અંધકારના ઓળા ઉતરવા લાગ્યા ત્યારે એ હળવેથી વડલા પર ચઢી ગયો અને મુકરર કરેલી જગાએ બેસી દુરબીનથી રસ્તા પર નજર માંડી હતી. સમય પસાર થતા ફાર્મ હાઉસના રસ્તા પરથી ટમટમ આવતી જોઇ અને એ સાવધ થઇ ગયો.ટમટમ વડલા પાસેથી પસાર થ્ઇ અને બીજી જ પળે ઓ મારી મા એવી ગિરીશની કરૂણ ચીસ સંભળાઇ રાસ ઢીલી પડતા ટમ ટમમાં જોડેલા અશ્વની ચાલ વધી અને ઢળી પડેલ ગિરીશ નીચે ફંગોળાઇ રસ્તાની એક બાજુ પડી ગયો.
અવાર નવાર અહીંથી પસાર ગિરીશના ટમટમને ઓળખતા એકાદની નજર ચાલક વગર જતી ટમ ટમ પર પડી પેલાએ કુદકો મારી ટમટમમાં ચઢી ગયો અને ગામમાં ઊભી રાખી કોઇ ગોઝારું બન્યાની શંકાથી પોલીસને જાણ કરી.પોલીસની જીપ જયાંથી કોલ થયો હતો ત્યાં જતી હતી ત્યારે રસ્તાની એક બાજુ ગિરીશને પડેલો જોયો પોલીસે એમ્બ્યુલન્સ મગાવી અને ગિરીશને હોસ્પિટલમાં ખસેડાયો તો ડોકટરે તપાસીને કહ્યું આનું ખુન પણ પહેલા બે સુપર સ્ટાર વિનેશ અને દિપેશ કેમ ઝેરી નિડલથી કરવામાં આવ્યું છે.
સિને જગતમાં સન્નાટો વ્યાપી ગયો એક સાથે ત્રણ સુપર સ્ટારના ખુન કોઇ સિરીયલ કિલરે કર્યા છે.પોલીસ,સિક્યુરીટી ગાર્ડ સપ્લાયર અને સી.આઇ.ડી. પર મિડીઆના પસ્તાડ પડયા ટીવીના બધા પરદે આજ ગરમા ગરમ ચર્ચા હતી કોણ છે આ સિરીઅલ કિલર..? અને શા કારણે એમના ખુન થયા જેનો ઉત્તર કોઇ પાસે ન હતો.ગંગુએ વિજયને મેસેજ કરી કહ્યું ‘ડન…’
‘કાલે તારી એમાઉન્ટ લઇ જજે’વિજયે સામે મેસેજ કરી કહ્યું અને મેસેજ ડિલીટ કરી નાખ્યો.ત્રણેય સુપર સ્ટાંઆ ફોટોગ્રાફ પર માર્કરથી ચોકડી મારી અશોક અગ્રાવતને કુરિયરથી એમના નકકી કરેલા સરનામે મોકલી આપ્યો.
બે અઠવાડિયા પછી વિજયે ડોનને ફઓઅન કર્યો તો ડોને કહ્યું
‘પાર્સલ મળેથી ડિલેવરી કરવી દેજે મેં એડ્રેસ SMS કર્યો છે’
‘ટ્રક ચેક પોસ્ટ પર પકડાઇઅ હતી પણ પાર્સલ ડિલીવર થઇ ગયો છે’
‘ટ્રક પકડાઇ ને પાર્સલ ડિલીવર થ્ઇ ગયો કઇ રીતે…?’
‘ચેક પોસ્ટ પર લાંબી લાઇન હતી અને પોલીસ જોઇ ડ્રાઇવર ગાડી પાછી વાળતો હતો તો ક્લિનરે પાર્સલ એક ભંગાર ભરેલ ટેમ્પોમાં નાખી દીધો અએ જાણ ડ્રાઇવરને કરી.ટ્રક ચેક પોસ્ટ પર આવ્યો તો ઇન્સ્પેકટરે મોબાઇલમાં મળેલ SMS મુજબ ટ્રક નંબર જોઇ ટ્રક સાઇડમાં ઊભી રખાવી હવાલદારને ઝીણવટથી તપાસ કરવા કહ્યું બે ત્રણ પેટી પેક કાર્ટુન ખોલીને જોયા હવાલદારે કહ્યું કંઇ નથી ઇન્સ્પેકટરે ડ્રાઇવરને ખખડાવ્યો માલ ક્યાં છુપાવ્યો છે…? દ્રાઇવરે કહ્યું હું તો એપલના કાર્ટુન લાવ્યો છું મારી પાસે એના સિવાય બીજુ કંઇ નથી ઘણી પુછપરછ ફેરવી ફેરવીને ઇન્સ્પેકટરે કરી પણ ડ્રાઇવર તો એકજ જ્વાબ શાંતિથી આપતો હતો આખર ટ્રકને છોડવામાં આવી અને ડ્રાઇવર ટ્રક સ્લો સ્પીડમાં ચલાવી દસેક મિનીટે પછી ફુલ સ્પીડમાં ઓલા ટેંપોને આંતરી અને ટ્રક ટેંપો આડી મૂકી ડ્રાઇવર ટેંપો ડ્રાઇવરને ખખડાવવા લાગ્યો હોર્ન મારું છું સાઇડ કેમ નથી આપતો પણ મેં હોર્ન સાંભળો જ નથી ટેંપો ડ્રાઇવરે દલીલ કરી આ વાતો ચાલતી હતી તે દરમ્યાન ક્લિનરે હોર્નનો વાયર કાઢી નાખેલો ટ્રક ડ્રાઇવરે ટ્રકમાં બેસી કહ્યું આ હોર્ન તને સંભળાયો નથી કહી બટન દબાવ્યું બે વખત ત્રણ વખત પછી સોરી સોરી મારા હોર્નનો વાયર લુઝ થઇ ગયો છે તો તને હોર્ન ક્યાંથી સંભળાય કહી ટ્રકમાં રિવર્સમાં લીધી આ ઝઘડા દરમ્યાન ક્લિનરે કાર્ટુન ઉતારી ટ્રકમાં મૂકી દીધો હતો. ટેંપો ડ્રાઇવર ગયો અને ટ્રક માલ ડિલીવરી કરવા
સ્માર્ટ બોય બંનેને બબ્બે લાખ ઇનામ આપી દેજે’
‘યસ સર’
‘પોલીસને જાણ કોણે કરેલી કંઇ ખબર પડી’
‘કોઇ ગજેન્દ્રનું નામ સામે આવ્યું છે
‘ગજેંન્દ્ર….? એ બહેરીનથી ભારત ક્યારે આવ્યો…?’
‘આપ ઓળખો છો ગજેન્દ્રને….?’
‘હા સારી રીતે એ મહામાયા છે હું અને ગજેન્દ્ર ડોન સિકંદર સાથે કામ કરતા હતા હું ડોનના જમણા હાથ જેવો હતો એ એને ખટકતું હતું એણે મારા પર ત્રણ હુમલા કરાવેલા પણ મારા ઇન્ફોર્મર અને બોડી ગાર્ડના લીધે એના દાવ નિસ્ફળ ગયા.
‘ઓહ…વેરી સેડ’વિજયે કહ્યું
‘એક ડીલની એમાઉન્ટમાં એણે ગફલો કરેલો અને ડોનને ખબર પડે એ પહેલા એણે ડ્રિન્ક શોખીન ડોનના ડ્રિન્કમાં ઝેર નાખી ડોનને જ મોતના ઘાટ ઉતારી લંડન ભાગી ગયો હુ ત્યારે અબુધાબીમાં હતો મને સમાચાર મળ્યા ત્યાં સુધી બહુ મોડું થઇ ગયું હતું એ હું કંઇ એકશન લઉ તે પહેલા લંડનમાંથી ભાગી ગયો
ડોનની ખાલી ખુરશી પર હું બેઠો અને કામમાં પરોવાઇ ગયો.છેલ્લે મને મારી અબુધાબીની ઓફિસમાંથી સમાચાર મળ્યા કે બેહરીનમાં છે.ઘો મરવાની થાય ત્યારે વાઘરી વાડે જાય હવે એની બોડીના લીરે લીરા ઉડવા જોઇએ’
‘એ ઉડી જશે સર જસ્ટ મને એક બે વીક જેટલો સમય આપો’વિજયે કહ્યું
‘બહુ સાવચેત રહેજે એ ગિલીન્ડરથી એને ગંધ આવી જશે તો…’
‘ડોન્ટ વરી એ વિજય સોમપુરાને ઓળખતો નથી’
બંને મોબાઇલ શાંત થઇ ગયા તો વિજયે ગંગુને ફોન કર્યો અને મિટીન્ગ પોઇન્ટ પર બોલાવ્યો
‘બોલો શેઠ….’ગંગુએ આજુ બાજુ જોતા સિગારેટ સળગાવી
વિજયે ગજેન્દ્રનો ફોટોગ્રાફ આપતા કહ્યું
‘એની ગાડીની સીટ નીચે બોંમ પ્લાન્ટ કરી લીરે લીરા ઉડાડવા એવો ડોનનો ઓર્ડર છે તો એની કુંડલી કાઢ.હાલમાં એ બહેરીનમાં છે એટલે કેમ અને શું કરવું તે વિચાર’
‘એના સમાચાર તમને છાપામાં વાંચવા મળશે’(ક્રમશ)
Filed under: General |
Leave a Reply