ડોન (૫)

ajit a

(ગતાંકથી આગળ)

આકાશમાંથી અંધકારના ઓળા ઉતરવા લાગ્યા ત્યારે હળવેથી વડલા પર ચઢી ગયો અને મુકરર કરેલી જગાએ બેસી દુરબીનથી રસ્તા પર નજર માંડી હતી. સમય પસાર થતા ફાર્મ હાઉસના રસ્તા પરથી ટમટમ આવતી જોઇ અને સાવધ થઇ ગયો.ટમટમ વડલા પાસેથી પસાર થ્ઇ અને બીજી પળે મારી મા એવી ગિરીશની કરૂણ ચીસ સંભળાઇ રાસ ઢીલી પડતા ટમ ટમમાં જોડેલા અશ્વની ચાલ વધી અને ઢળી પડેલ ગિરીશ  નીચે ફંગોળાઇ રસ્તાની એક બાજુ પડી ગયો.    

        અવાર નવાર અહીંથી પસાર ગિરીશના ટમટમને ઓળખતા એકાદની નજર ચાલક વગર જતી ટમ ટમ પર પડી પેલાએ કુદકો મારી ટમટમમાં ચઢી ગયો અને ગામમાં ઊભી રાખી કોઇ ગોઝારું બન્યાની શંકાથી પોલીસને જાણ કરી.પોલીસની જીપ જયાંથી કોલ થયો હતો ત્યાં જતી હતી ત્યારે રસ્તાની એક બાજુ ગિરીશને પડેલો જોયો પોલીસે એમ્બ્યુલન્સ મગાવી અને ગિરીશને હોસ્પિટલમાં ખસેડાયો તો ડોકટરે તપાસીને કહ્યું આનું ખુન પણ પહેલા બે સુપર સ્ટાર વિનેશ અને દિપેશ કેમ ઝેરી નિડલથી કરવામાં આવ્યું છે.

Continue reading