ડોન (૪)

ajit a

(ગતાંકથી આગળ)

           બે અઠાવાડિયા પછી દાલ લેકમાં દીપેશ અને મોનાનું બોટિંગ રેસ સાથે એક ગાયનનું સુટિંગ છે એવા ગંગુને સમાચાર મળ્યા તો ડાયરેકટરે મંગાવેલ એક્સ્ટ્રાના ગ્રુપમાં એકને મળનારી રકમના બમણા પૈસા આપી એની જગાએ દેવ આનંદ જેવા માસ્કમાં સામેલ થઇ ગયો.

          સુટિંગ શરુ થયું દીપેશ ને મોના પોતાન શીનમાં મસગુલ હતા ત્યારે દીપેશની બાજુમાં પોતાની બોટ લાવીને ગંગુએ દીપેશના ગળાનું નિશાન લઇ કામ પાર પાડયું અને બોટની સ્પીડ ઓછી કરી અને પાછળ રહી ગયો ગળામાં નિડલ લાગતા દીપેશે સંતુલન ગુમાવ્યું અને બોટ ઉંધી વળી ગઇ પહેલા મોના ઉછડીને લેકમાં પડી અને દીપેશ ઓહ માય. ગોડ બોલતો પાણીમાં ગરક થઇ ગયો.

       જરાવારમાં તો ડાયરેકટરની ઉબરાડ સંભળાઇ કટકટકટ ચારે તરફ હો હા  થઇ ગઇ.શુટિન્ગ કેન્સલ થ્ઇ ગયું.ગોતાખોરની ટુકડી બોલાવવામાં આવી, એક ગોતાખોરે મોનાને બચાવી કિનારા પર લઇ આવ્યો અને બેબાકળી મોના બેભાન થઇ ગઇ,બીજા ગોતાખોરો લગભગ એક કલાક જેટલો સમય મથ્યા પછી દીપેશને કિનારા પર લાવ્યા એમ્બ્યુલન્સમાં નાખી દીપેશને હોસ્પિટલ લઇ ગયા ત્યાં ડોકટરે તપાસીને કહ્યું હી ઇસ નો મોર આનું ખુન પણ વિનેશ જેમ ઝેરી નિડલ લાગવાથી થયું છે.   

       ગિરીશને હવે ગળા સુધી ખાત્રી થ્ઇ ગઇ કે, હવે કયારે પણ એના પર હુમલો થઇ શકે છે એણે બધા સુટિન્ગ કેન્સલ કરી ઘરમાં ભરાઇને બેસી ગયો.ગંગુને સમાચાર મળી ગયા તો એણે મનોમન કહ્યું ક્યાં સુધી પોતાને પોતાના ઘરમાં બંધ રાખશે ક્યારેક તો બહાર આવશેને…?

             ચાર દિવસ ઘરમાં નજરકેદ રહ્યા પછી એણે નકકી કર્યું કે, ફાર્મ હાઉસ પર ચાલ્યા જવું,આમ પણ જરા સુટિન્ગમાંથી ફુરસદ મળે તો પોતાના ફાર્મ હાઉસ પર સમય ગુજારતો,માલદારના નબીરા ,ફિલ્મના હિરો હિરોઇનને મોંઘી ગાડીઓમાં ફરવાનો શોખ હોય છે પણ ગિરીશને ટમ ટમમાં ફરવાનો શોખ હતો માટે એક જાતવાન ઘોડો અને સરસ ટમટમ રાખેલી એમાં બેસી મોજથી ધીમી ચાલે ચલાવતા મુસાફરીનો આનંદ માણતો.

       ગંગુને સમાચાર મળ્યા કે, ગિરીશ પોતાના ફાર્મ હાઉસ પર જાય છે. ગંગુએ દ્રોનથી એકને ગિરીશ પર નજર રાખવા બેસાડી દીધો.ગિરીશને એના ટમટમ શોખના સમાચાર આપ્યા તો પોતાની ખખડધજ કાર લઇને એક મવાલી જેવા લિબાસમાં ગિરીશના ફાર્મ હાઉસની વાટ પકડી.

          એક સીધા જતા રસ્તામાંથી એક ફાંટો ફાર્મ હાઉસ તરફ જતો હતો મતલબ ગિરીશ જો પોતાની ટમટમમાં ફરવા નીકળે તો સીધી સામે દિશામાં જતા રસ્તા પર નીકળે ગંગુએ રસ્તા પર એક ઘેઘુર વડલો જોયો ગાડી એક બાજુ પાર્ક કરી એણે એક ચકકર વડલા ફરતે મારી શિકારની જગા મુકરર કરી પોતાની ગાડીમાં પાછો ફરતો હતો ત્યારે એક એસ.ટી બસ પસાર થતી જોઇ એના પર લાગેલું બોર્ડ જોઇ પાછો પોતાના ઘેર આવ્યો.

           બે દિવસ પછી ગિરીશના ફાર્મ હાઉસ તરફ જતા રસ્તા પર પસાર થતી બસમાં એક કંઇક સફેદ કંઇક કાળા વાળ અને એવીજ દાઢી વાળી વ્યક્તિએ બસના કન્ડકટરને વડલાના ઝાડ પાસે બસ થોભાવવા કહી એમાંથી ઉતરી ગયો અને પોતાના ખભે મૂકેલ ખેસ જમીન પર રાખી બેસી ગયો.(ક્રમશ)

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: