કોઇ સ્પર્શે છે છતા દેખાય ના
સ્પંદનો તેથી થતા વિસરાય ના
ઉર તણાં ઊંડાણથી કો સાદ દે
સાદ એ કોનો હતો પરખાય ના
કેટલી ઘમસાણ ચાલે દિલ મહીં
કેમ ને શા કારણે સમજાય ના
કોઇની છાયા ફરે છે આસપાસ
કોઇને આ વાત પણ પુછય ના
અહેસાસ સૌ કોઇને થાતો હશે
‘ધુફારી’ વિના કોઇને પુછાય ના
૦૩,૦૫.૨૦૨૦
Filed under: Poem |
Leave a Reply