વરસાદની મૌસમ મને મીઠી સદા લાગે
ત્યારે જ તો અરમાન સૌ ભેગા મળી જાગે
મિત્રો બધા ભેગા મળી સુર સાધના કરતા
ઝરમર થતો વરસાદ હો મલહારના રાગે
લીલી ધરેલી ચુંદડી ધરતી તણી ચોપાસે
ફૂલો જાણે ભરેલી ભાત હો તેના મહીં લાગે
શિતળ પવનની લહેરખી દિલમાં વસી જાતી
પ્રેમના એ મિઠડા ગીતો હલકથી ગાતી લાગે
મન ભરીને અનરાધાર વરસ્યા કરે આંગણમાં
ઇશ પાસે તો ‘ધુફારી’ કર જોડી એટલું માંગે
૨૫.૦૫.૨૦૧૯
Filed under: Poem |
Leave a Reply