(ગતાંકથી આગળ)
ડ્રાઇવર માથું હલાવી હામી ભરીને ગયો એ હોટલ પર આવ્યો ત્યારે વિજય હજી મિત્રોમાં ઘેરાયલો હતો તેની પાસે જઇ ગણગણતા કહ્યું
‘સર આપની કેબીનમાં ચાલો ખાસ કામ છે’
વિજય સખીઓમાં ઘેરાયલી દેવયાનીને ઇશારો કરી અલગ થલગ બોલાવી ગણગણતા કહ્યું
‘તું અહીં જ રહેજે મારે અંગત અને ખાસ કામે ઓફિસમાં જવું પડશે’
‘એવું શું કામ છે કે મને ન કહેવાય..?’
‘મારા શેઠનો મેસેઝ છે તેનો અનાદાર તો ન કરાયને?’
‘ઓકે…’ કહી દેવયાની પોતાની સખીઓના ઝુંડમાં ગઇ અને વિજય ડ્રાઇવર સાથે પોતાની ઓફિસમાં આવ્યો ને પુછયું
‘હાં…બોલ શું કામ હતું…?’
‘આ શેઠ હીરાચંદ આપને આપવાનું ભુલી ગયા હતા તે મને આપી કહ્યું મારે તમને એકાંતમા આપવું’કહી પેલું પેકેટ આપ્યું
‘સારું તું પાર્કિન્ગ પ્લોટમાં જ રહેજે હું હમણાં જ આવું છું’
‘જી સર’કહી ડ્રાઇવર ગયો
વિજયે પેકેટ ખોલ્યું તો એક ચબરકીમાં દિપેશ,વીનેશ અને ગીરીશ નામ લખેલા હતા દરેકના નામ પર ચોકડી મારેલી હતી તેના નીચે ત્રણ ફોટો ગ્રાફ અને ત્રણ ઇન્જેકશનની સોય હતી અને એક ગન જેવું સાધન હતું મતલબ આ ત્રણેયના મોત વિજયે ચબરકીનો સ્નેપ પોતાના મોબાઇલમાં લઇ ચબરકી બાળી નાખી ડ્રોવરમાં રાખેલ મોબાઇલ પર એક નંબર ડાયલ કર્યો
‘ગંગુ મને મળવા આવ તારા જેવું કામ છે’
આવા કામ માટે તેમણે નકકી કરેલ ઠેકાણે બંને મળ્યા તો ગંગુએ વિજયને પુછ્યું
‘હાં બોલો શેઠ શું કામ હતું…?’
વિજયે પેલું પેકેટ ગંગુને આપ્યું એણે એ ખોલીને જોયું એમાં ત્રણ ફોટોગ્રાફ અને નીચે ત્રણ ઇન્જેકશનની સોય હતી એ જોઇ ગંગુએ પોતાના ગળા પર આંગળી ફેરવતા વિજય સામે જોયું તો વિજયે મલકીને હામીમાં માથું હલાવતા ગણગણયો
‘ડોનનો ઓર્ડર છે’
‘બાપરે તો તો કરવું જ પડશે’
ગંગુને સમાચાર મળ્યા પરમ દિવસે વિનેશ ખંડાલાઘાટના ઇકો પર એક ગાયનના શુટિન્ગ માટે જવાનો છે,ગંગુ ઇકો પોઇન્ટ પર એક ચકકર મારી પોતાની જગા નકકી કરી આવી ગયો.શુટિન્ગ માટે ડાંસ માસ્ટરની આપેલી સ્ટેપસથી સુટિન્ગ સફળતાથી પાર પડયું તો ચારે તરફ વાહ વાહ સુપર્બ બ્રાવો એવા અવાજો આવવા લાગ્યા અને વિનેશ અને એની હિરોઇન આકાંક્ષા અભિવાદન જીલવામાં અને લોકો એ જોડીને જોવામાં વ્યસ્ત હતા.
ત્યાં વિનેશની તીણી ચીસ અને ઓહ!! માય ગોડ શબ્દો સંભળાયા અને બીજી પળે વિનેશ ત્યાં નહતો ડાયરેકટરે શૂટ થયેલ વીડિઓ ક્લિપ જોઇ અને વિનેશને ખાઇમાં પડતો જોયો.તરત જ પોલીસ અને ફાયર બ્રીગેડ્ને બોલાવવામાં આવી ગંગુતો વિનેશને ખાઇમાં પડતો જોઇને જ ગાયબ થઇ ગયો
ખાઇમાંથી વિનેશની બોડી લાવી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો તેને તપાસતા વિનેશના ગળામાં ભોંકાયલી નિડલ જોઇ ડોક્ટરે કહ્યું કે કોઇએ ઝેરી નિડલથી વિનેશનું ખુન કર્યું છે
જરાવારમાં તો પત્રકાર અને મીડિયાવાળા સ્થળ પર પહોંચી આવ્યા અને બીજી અર્ધી કલાક પછી ટીવી પર સમાચાર વહેતા થયા
“સુપર હીરો વિનેશનું સુટિન્ગ દરમ્યાન ખાઇમાં પડી જતા અવસાન ડોકટરનું કહેવું છેકે વિનેશનું ઝેરી નિડલથી ખુન કરવામાં આવ્યું છે”
ત્યાં હાજર પોલીસ પર,ડાયરેકટર પર બેદરકારીની પસ્તાળ પડી અને સૌથી વધારે સવાલોનો મારો તો સિક્યુરીટી ગાર્ડ સપ્લાયર કંપની પર થયા.વિનેશની હિરોઇન આકાક્ષા તો ત્યાંજ બેભાન થ્ઇ ગઇ હતી એને હોસ્પિટલમાં ખસેડવામાં આવી ત્યાં એ કોમામાં સરી પડી.દીપેશ અને ગિરીશ પર તો વિજળી પડી હોય તેવી હાલત હતી સાથે સાથે કદાચ આ પછી બેમાંથી કોઇ એક પર હુમલો થાય એવી શકયતાના વિચાર માત્રથી બંને થથરી ગયા હતા.(ક્રમશ)
Filed under: General |
Leave a Reply