(ગતાંકથી આગળ)
‘હાય..યંગ લેડી આપની રિન્ગ સેરીમનીની હાર્દિક શુભેચ્છા…સેલ વી ડાન્સ…?’
‘નો થેન્કસ હજી રિન્ગ સેરીમની થઇ નથી…’કહી દેવયાની મલકી
ત્યાં માઇક લઇ હાર્દિક આવી ગયો અને એનાઉંસ કર્યું
‘યોર અટેન્સન પ્લીઝ લેડીઝ એન્ડ જેન્ટલમેન આજે મારા મિત્ર વિજય સોમપુરા અને દેવયાની પુલુસકરની રિન્ગ સેરીમની છે…’તો સ્પોટ લાઇટ તેમના પર મંડાઇ અને એ લાઇટના અજવાળામાં બંને સ્ટેજ પર આવ્યા..અને તાળીઓના ગળગળાટથી હોલ ગુંજી રહ્યો.હાર્દિકના ઇશારાથી એક સરસ શણગારેલી તાસક લઇને એક યુવતી આવી તો નેપથ્યમાંથી રામચંદ્ર અને કાનન સોમપુરા અને કેશવરાવ અને ભાગ્યશ્રી પુલુસકર આવ્યા અને બંનેએ તાસકમાંથી ઉપાડીને અકેક રિન્ગ બંનેને આપી અને રિન્ગ સેરીમની શરૂ થઇ.વિડીઓ ઉતારવાનું ચાલુ હતું અને કેમેરાની ચાંપો દબાઇ રહી હતી.બને વેવાઇ અને વેવાણો એક બીજાને ભેટીને ગળ્યુ મોઢું કરાવ્યું ત્યાં શેઠ હીરાચંદ બંનેને આશિર્વાદ આપવા આવ્યા અને એક સોનાનો સેટ દેવયાનીને ભેટ આપ્યો તો હાર્દિકે દેવયાનીના પપ્પા-મમ્મીને ઓળખાણ કરાવતા કહ્યું
‘આ વિજયના શેઠ છે જે દુબઇમાં જ રહે છે અને ખાસ આ શુભ પ્રસંગ માટે આવ્યા છે…’સાંભળી દેવયાનીના મમ્મી પપ્પાએ તેમનું અભિવાદન કર્યું.
‘સોરી…મારે હમણાં જ અબુધાબી જવા રવાના થવાનું છે ત્યાં મારા શોરૂમમાં કશીક ગડબડ થઇ છે…’ કહી શેઠ હીરાચંદ અચાનક ગાયબ થઇ ગયા ત્યાં કમાન્ડો ટીમ ત્યાં આવી ગઇ અને શેઠ હીરાચંદ ક્યાં એ શોધવા લાગી…તે દરમિયાન જ એક હેલીકોપ્ટર હોટલના હેલીપેડથી રવાના થયું.એરપોર્ટ પર તૈયાર ચાર્ટર્ડ પ્લેનમાં શેઠ હીરાચંદ બેસવા જાય તે પહેલા કમાંડો ટીમે પ્લેનને ઘેરી લીધો.એ.સી.પી કોલ્હાટકરે શેઠ હીરાચંદને કહ્યું
‘તમારે અમારી સાથે સી.આઇ.ડી બ્યુરો આવવાનું છે’
‘ભલે ચાલો’ કહી કશી આનાકાની વગર શેઠ હીરાચંદ એ.સી.પી કોલ્હાટકરે સાથે ગયા
‘હં તો મિસ્ટર અશોક અગ્રાવત બહુ દોડાદોડ કરાવી સી.આઇ.ડી ડિપાર્ટમેંટને આજે ઝડપાઇ ગયા બહુ સ્માર્ટ સમજો છોને પોતાને’
‘ઘણી ખમ્મા સાહેબ હું ને અશોક અગ્રાવત? પેલો નામચીન ડોન..? તમારી કંઇક ભુલ થાય છે સાહેબ હું તો દુબઇ અને અબુધાબીનો સોનાનો વેપારી છું શેઠ હીરાચંદ સોનાચંદ ચાંદીવાલા આ મારો પાસપોર્ટ મારી દુબઇ અને અબુધાબીમાં મારી જવેલરી શોપ છે આ મારું કાર્ડ’કહી શેઠ હીરાચંદ મલકયા
એ.સી.પી કોલ્હાટકરે પાસે ઊભેલા ઇન્સ્પેકટરને કાર્ડ અને પાસપોર્ટ આપ્યા ઇન્ટરનેટ પર ચેક કરી ઇન્સપેકટરે એ.સી.પી કોલ્હાટકરને ગણગણતા કહ્યું
‘હી ઇઝ રાઇટ સર’
‘સોરી સર આપને તકલીફ આપવા બદલ માફ કરશો અમને માહિતી મળી હતી કે ડોન મુંભઇ આવે છે પણ એ અબુધાબીમાં જ ગાયબ થઇ ગયો’
‘ઘણી ખમ્મા એ ગાયબ થઇ ગયો અને હું પકડાઇ ગયો’કહી શેઠ હીરાચંદે ખડખડાટ હસીને ઉમેર્યું
‘અસલમાં તો હું અહીં મારા વ્હાલા વિજયની રિંગ શેરીમની માટે આવેલો પણ મારી અબુધાબીની ઓફિસમાં કંઇક ગડબડ થઇ એટલે હું તરત જતો હતો હવે તમે રજા આપો તો જાઉ માઇબાપ’હાથ જોડી શેઠ હીરાચંદે કહ્યું
‘હા તમે જઇ શકો છો’એ.સી.પી કોલ્હાટકરે
‘ઘણી ખમ્મા સાહેબ’કહી શેઠ હીરાચંદે બ્યુરો માંથી બહાર રાહ જોતી ગાડીમાં બેસી એરપોર્ટ પર ગયો.
ગાડીમાં જ એક પેકેટ તૈયાર કરી લીધું અને પ્લેનમાં બેસતા પહેલા પેકેટ ડ્રાઇવરને આપતા કહ્યું
‘આ હું તારા શેઠને આપવાનું ભૂલી ગયો તો ત્યાં જઇ એની એકાંતમાં એની કેબીનમાં જ આપજે ’(ક્રમશ)
Filed under: General |
Leave a Reply