‘સર આ રવિવારે મારી રિન્ગ સેરીમની છે તો…’વિજય સોમપુરાએ મેસેજ કર્યો
‘હું સમયસર આવી જઇશ ડોન્ટ વરી બાય ધ વે એ પ્રોગ્રામ ક્યાં છે…?’અશોક અગ્રાવતે વિજયને ધરપત માટે જવાબ આપ્યો
‘સનરાઇઝ પ્લાઝાના બોલ રૂમમાં…’
‘તો એક રૂમ શેઠ હીરાચંદ સોનાચંદ ચાંદીવાલાના નામે…..’
‘એ થઇ જશે સર…’કહી ખુશ થયો કહી વિજયે એના મિત્ર હાર્દિકને ફોન કર્યો
‘હલ્લો…હાર્દિક…ફ્રી છો…?’
‘………..’
‘તો ઘેર આવ તારા જેવું કામ છે…’
લગભગ અર્ધા કલાક પછી હાર્દિક વિજયને મળ્યો
‘હાં…બોલ શું કામ હતું…?’
‘સનરાઇઝ પ્લાઝામાં એક રૂમ બૂક કરાવવો છે…’
‘તેમાં મારૂં શું કામ છે તું પણ કરાવી શકે….’કહી હાર્દિક હસ્યો
‘તો તને બોલાવત શા માટે…?’ચિડાઇને વિજયે કહ્યું
‘હાં તો કોના નામે….? અચ્છા અચ્છા સમજી ગયો નામ બોલ…’
‘શેઠ હીરાચંદ સોનાચંદ ચાદીવાલા….એક દિવસનો ચાર્જ એડવાન્સમાં આપી દેજે…’
‘એ બધું થઇ રહેશે બે ફિકર થઇ જા….’
ઇન્સ્પેક્ટર સહસ્ત્રબુધ્ધેનો બાતમીદાર પોલીસ ચોકીની સામે આંટા મારતો હતો. છાપામાંથી ઇન્સપેકટરે ઉંચુ જોયું ને બાતમીદારને જોઇ બહાર આવ્યા.સામે પાનની દુકાને પાન ખાવા ઊભા રહી એક સિગારેટ સળગાવી તો ત્યાં ઊભા રહી બાતમી દારે સડક સામે જોતા ગણગણતા કહ્યું
‘ડોન રવિવારે એર ઇન્ડિયાની ફ્લાઇટમાં USAથી મુંબઇ આવે છે…’
‘ઓકે…’પાનની પિચકારી મારી સિગારેટ રસ્તા પર ફેંકતા ઇન્સ્પેક્ટર ગયો અને સી.આઇ.ડી.ને જાણ કરવામાં આવી તો જરાવારમાં બધે હાઇ એલર્ટ થઇ ગયું.
રવિવારે સાદા વેષમાં એરપોર્ટ પર વોચ ગોઠવાઇ ગઇ.એર ઇન્ડિયાના પેસેન્જર આવવા શરૂ થયા અને ચાંપતી નજર હેઠળ બધા આવી ગયા. ડોન ક્યાં પણ દેખાયો નહીં.પેસેન્જરનું લિસ્ટ ચેક થયું એમાં અશોક અગ્રાવતનું કે કોઇ શંકાસ્પદ નામ ન દેખાયું.એર હોસ્ટેસની સાથે અશોક અગ્રાવતનો ફોટોગ્રાફ બતાવતા વાત થઇ તો ખબર પડી કે,અબુધાબી સુધી તો ડોન ફ્લાઈટમાં હતો પણ અબુધાબીથી મુંબઇની ફ્લાઈટમાં ન હતો.
‘સાલો હાથ તાળી આપી ગયો…’એ.સી.પી કોલ્હાટકરે કહ્યું
આ બાજુ જેટ એરવેઝના પ્લેનમાંથી શેઠ હીરાચંદ સોનાચંદ ચાંદીવાલા મુંબઇ એરપોર્ટ પર ઉતરી ટેક્ષી પકડીને હોટલ સનરાઇઝ પ્લાઝા પર આવ્યો અને કાઉન્ટર પર બેઠેલી લેડીને કહ્યું
‘ઘણી ખમ્મા હું સેઠ હીરાચંદ સોનાચંદ ચાંદીવાલા મારા રૂમની ચાવી આપો..’
કાઉન્ટર પરની લેડીએ બૂકિન્ગ ચેક કરી રૂમ નંબર ૩૦૨ની ચાવી આપી મલકીને કહ્યું ‘જી આ આપના રૂમ ૩૦૨ની ચાવી…’કહી બેલ બોયને બોલાવી સામાન ૩૦૨માં લઇ જવા કહ્યું
સામાન મુકી શેઠ સાહેબ બોલ રૂમમાં આવ્યા અને એક ખુરશીમાં ગોઠવાઇ કોઇની રાહ જોવા લાગ્યા.હોટલની ગેલેરીમાં બોલીવુડના ત્રણ સુપર સ્ટાર દીપેશ, વીનેશ અને ગીરીશ વાતો કરતા જોયા.આવી ગુસપુસ ક્યાંક થતી હોય તો ટાઇમ પાસ માટે સાંભળવી શેઠને ગમતી રમત હતી.
શેઠે પોતાની પર્સમાંથી માઇક્રોફોન કાઢી ટેબલ પર પડેલ સ્ટીલના પેપર નેપકિન હોલ્ડરમાં લગાડી ત્યાંથી પસાર થતા વેઈટરને સોની નોટ પકડાવી ગેલેરી તરફ ઇશારો કરી નેપકિન હોલ્ડર બદલવા કહ્યું
‘દીપેશ પેલી હિરોઇનની તેં ઓળખાણ કરાવેલી એ તો ભારે…’કહી વીનેશે આંખ મિચકારી
‘છેને અફ્લાતુન…’પાસે પડેલ ડ્રિન્કની ચુસકી લેતા દીપેશે કહ્યું
‘કોની..કોની વાત કરો છો…?’ગીરીશે પુછ્યું
‘ઓલી અંજના રામાણી…’
‘અરે…એ મહા માયા છે સાચી અંજનાને તમે ઓળખતા નથી…’સિગારેટ સળગાવતા ગીરીશે કહ્યું
શેઠ હીરાચંદ આ લોકોમાં ચાલતી આવી ગપસપ ધ્યાનથી સાંભળતા હતા ત્યાં ગીરીશે કહ્યું
‘હે… આ અપસરા કોણ છે…?’ સાંભળી શેઠ હીરાચંદે દરવાજા તરફ નજર કરી તો દેવયાનીને આવતી જોઇ અને એ આવીને વિજય પાસે આવી ઊભી રહી.
‘તું તને બહુ સ્માર્ટ સમજે છે ને વીનેશ તો આને પટાવી બતાવ…’ગીરીશે કહ્યું સાંભળી શેઠ હીરાચંદના કાન સરવા થઇ ગયા અને હળવે વિજયને મેસેજ મોકલાવ્યો કે સુપર સ્ટાર વીનેશ દેવયાનીને પટાવવાના ચક્કરમાં આવે છે તો…વાંચી વિજય સાવધ થઇ ગયો અને હળવેથી મોબાઇલ દેવયાનીને આપ્યો.(ક્રમશ)
Filed under: General |
Leave a Reply