અડવિતરા મન શું કરવું તારે એ કહેને
ઇચ્છા તારી શું ઘોળે છે અંદર એ કહેને
ગોળને ગાંગડે જાવા મંકોડા સમ કાં દોડે
શું શોધે છે અહીં તહીં એતો જરા કહેને
કેટલી સારી અને નઠારી ઘટનાઓ બાંધી
પોટલો લઇ તું શાને ફરતો સદા એ કહેને
નઠારી ઘટનાના ચિત્રો શાને તું બતાવે
મને તું આમ સદા કાં દુઃખી કરતો કહેને
મીઠી પળો તો ઘણી વિતી છે જીવનમાં
શું જવાબ દઇશ ‘ધુફારી’ને એ તું કહેને
૨૬.૦૫.૨૦૨૦
Filed under: Poem |
Leave a Reply