યાદી મેં રાખી નથી કોણે કરીતી નફરત
દિલમાં વસે છે એ બધા કરીતી મહોબ્બત
લોક તો પોતાના મતે મૂંજથી હો અડવિતરા
મેં કદી મૂંકી નથી તેના થકી મારી શરાફત
કેમ છે ડર એમને એ જ તો સમજાતું નથી
ભાગ ના હું માંગતો જે મળેલી છે વિરાસત
મેં નથી ચોર્યા કદી કાળા તલ તો એમના
તે છતાં કા આચરે રાખે ખોટી અદાવત
માલિકની છે મહેર આ ‘ધુફારી’ પર સદા
એટલે તો છે આ ખલકામાં એ સલામત
૧૯.૦૫.૨૦૨૦
Filed under: Poem, Uncategorized |
Leave a Reply