આભને અડકવા ચાલતા અટકી ગયા’તા
અધ વચારે અચાનક કાં અટકી ગયા’તા
કોણ જાણે કેવો ભરમ દિલમાં ભારાણો
ને પછી ભ્રમણા મહીં જ ભટકી ગયા’તા
બરોબર બંધાયાતા ગાંઠ પણ લાગી ગઇ
પણ એવી મળી’તી તક છટકી ગયા’તા
પાંખ તો એવી મજબુત પણ ક્યાં હતી
બાજ જેવી લાગી છતાં લટકી ગયા’તા
મન સતત ઉશકેર્યા કરતું હતું તું ચાલને
‘ધુફારી’એ જયાં ના કહી અટકી ગયા’તા
૨૦.૦૫.૨૦૨૦
Filed under: Poem |
Leave a Reply