દુઃખ તણાં ડુંગર તળે દબાયો છું
ફિકર કેરા ફેરે ફોગટ ફસાયો છું
દોસ્તો બધા ખુદગર્જ થઇ બેઠા
દોસ્તી કેરા મોહમાં ઘસાયો છું
હુંજ રાજા હતો મારા ઇલાકાનો
રાજ ખોયું પણ કુંવર ફટાયો છું
ગજ ધરીને મને માપવા આવ્યા
હર સખ્શની નજરથી મપાયો છું
કેદ થયો સોનેરી રૂપાળી ફ્રેમમાં
‘ધુફારી’ની મેજ ઉપર રખાયો છું
૧૦.૦૫.૨૦૨૦
Filed under: Poem |
Leave a Reply