અજીત બસ સ્ટેન્ડ પર આવ્યો ત્યારે એની નજર સામે બસ ઉપડી ગઇ.રસ્તા પરથી પસાર થતી ત્રણ ચાર ખાલી રિક્ષા તેના રોકવાના ઇશારાને અવગણીને કોઇ ઊભી ન રહેતા ચાલી ગઇ.
‘સાલાને ધંધાની પડી જ નથી ખાલી ચાલ્યા જશે પણ ઊભા નહીં રહે’અજીત સ્વગત બોલ્યો
આખર એક રિક્ષા ઊભી રહી તેમાં એ બ્લુ ડાયમન્ડ એન્ટરપ્રાઇઝની ઓફિસમાં માંડ પહોચ્યો આજે એનો ત્યાં ઇન્ટરવ્યુ હ્તું.પોતાનો વારો આવે તેની રાહ જોતા એ વિચારવા લાગ્યો કે,આ નોકરી મળી જાય તો ચાંદની સાથે લગ્ન કરી અલગ રહેવા જતું રહેવું આ મમ્મી ને પપ્પાની ધુળ જેવી વાત પર રોજ થતી ટકટક તો ન સાંભળવી પડે એમાં એની નજર લાઇનસર ગોઠવેલી ખુરશીઓથી અલગ એક ખુરશી અવળી પડી હતી તેને સીધી કરી બીજી ખુરશી સાથે મૂકી,અહીં આવીને છાપા વાંચીને પછી એમજ રખડતા મૂકીની લોકો ચાલ્યા ગયા હતા એ છાપા ભેગા કરી બીજા છાપા એક ટિપોય પર પડ્યા હતા ત્યાં મૂક્યા કારણકે એના પપ્પાની તાકિદ હતીકે દીકરા જે ચીજ જયાંથી ઉપાડો ત્યાં જ પાછી મૂકવી જોઇએ.
હોલમાં રિસિપ્શન કાઉન્ટર હતું પણ ત્યાં કોઇ ન હતું.દિવસના અજવાળામાં પણ હોલમાં લાઇટ ચાલુ હતી તે એની મમ્મીની ટકોરથી કે નકામી લાઇટ ચાલુ ન રાખવી એણે બંધ કરી.એની નજર ગઇકે,વોશરૂમની બહાર વેશબેસીનના નળમાંથી ધીમી ધારે પાણી વહેતું હતું ત્યારે એના પપ્પાની તાકિદ યાદ આવી ન્હાઇ લીધા પછી સરખી રીતે નળ બંધ કરતાકેવા ઝાટકા લાગે છે? જ્યારે જુઓ ત્યારે ઝીણી ધારે પાણી વહેતું રાખી પાણીનો વેડફાટ કરવો એ નફામાં…?
વોશ બેસીન બાજુમાં બોર્ડ લગાડેલો હતો ઇન્ટર વ્યુ બીજા માળે છે,એ ઉપર જવા લાગ્યો ત્યારે હોલનો પેખો બંધ ક્ર્યો અને સીડી પર લાઇટ ચલુ હતી એ બંધ કરી ઉપર આવ્યો ત્યારે ત્યાં રાખેલ બાંકડા પર બાર જેટલા ઇન્ટરવ્યુ માટે બેઠા હતા તેના સાથે એ પણ બેઠો.દરેક અંદર જતા હતા અને થોડીવારમાં દિવેલિયું મ્હોં લઇ બહાર આવતા હતા. એ જોઇ એના ન રહેવાયું એટલે ક બહાર આવેલાને ઊભો રાખી પુછ્યું
‘કેમ અંદર ગયા ને થોડીવારમાં બહાર…?’
‘અરે!! કંઇ નથી પૂછતા ગયા તે ભેગા નાપાસ કહી દે છે આ ઇન્ટરવ્યુ તો નામ માત્રનું છે જેને રાખવો હતો એને તો નોકરી ક્યારની અપાઇ ગ્ઇ છે’
આમ કહી એ અજીતનો ખભો થપથપાવીને મલકીને એ ચાલ્યો ગયો.ચાલો જેવા નશીબ અજેતે મનોમન કહ્યું અને પોતાનો વારો આવે એ રાહ જોવા લાગ્યો.એનાથી પહેલા બેઠા હતા એ પણ એક પછી એક આગળના ગયા તેમ દિવેલિયું મ્હોં કરીને ગયા અને અજીતનો વારો આવ્યો.અજીતે ઓફિસરની કેબીનના બંધ દરવાજા પર આગળના લોકોએ જેમ ટકોરા માર્યા હતા તેમ એણે પણ માર્યા તો અંદરથી જવાબ મળ્યો.
‘યસ કમ ઇન’ .
અજીતે નમસ્કાર કરી બગલમાં દબાવેલી ફાઇલ સાહેબને આપી એ જોઇને એમણે પુછ્યું
‘ક્યારથી નોકરી જોઇન કરશો..?’
‘પણ સર આપે મને કંઇ પુછ્યું નહીં ને ઇન્ટરવ્યુ….?’
‘લેવાઇ ગયું…’મલકીને સાહેબે કહ્યું
‘ક્યારે કેવી રીતે હું કંઇ સમજયો નહીં સાહેબ’હાથ જોડી મુઝવણમાં અટવાતા અજીતે પુછ્યું
સાહેબે પોતાનો લેપટોપ અજીત સામે ધરીને કહ્યું
‘નીચે હોલમાં સીસીકેમેરા ગોઠવેલો છે તેથી હું તમારી વર્તણુકનું નિરિક્ષણ કરતો હતો.હોલમાં એક ખુડશી જાણી જોઇને અવડી રાખવામાં આવી હતી તે તમે સીધી કરી બીજીની હરોળમાં મૂંકી,ઇન્ટરવ્યુ માટે જે આવ્યા હતા તેમણે છાપા જયાં મરજી પડી ત્યાં મૂકીને જતા રહ્યા હતા તે બધા ભેગા કરી બીજા છાપા જે ટિપોય પર પડયા હતા ત્યાં મૂક્યા,હોલનો પંખો,હોલની અને સીડીની લાઇટ જાણી જોઇને ચાલુ રાખવામાં આવ્યા હતા જે તમે બંધ કરી,વોશરૂમ પાસેના વોશબેસિઅન પરનો નળ જાણી જોઇને ધીરી ધારે વહેતો રાખવમાં આવ્યો હતો જે તમે બંધ કર્યો.
જેના વર્તણુકમાં સિસ્ત ન હોય એ ગમે તેટલું ભણે કે, ગમે એટલા સર્ટિફીકેટ ભેગા કરે એ જીન્દગીની દોડમાં અને નોકરીમાં આગળ ન વધી શકે.જો તમારામાં સિસ્ત ન હોય તો આ બધા સટિફીકેટની કંઇ કિમત નથી.ધન્ય છે તમારા માવિત્રોને જેણે તમને આવા ઉમદા સંસ્કાર આપ્યા છે અને તમારા સર્ટિફીકોટોના લીધે નહીં પણ તમારા સંસ્કારોને લીધે તમે આજે પાસ થયા છો.આવતી કાલથી નોકરી પર હાજર થિઇ જજો.’કહી સાહેબ મલક્યા
ભીની આંખે અજીત ઓફિસમાંથી બહાર આવ્યો અને રસ્તા પર જતી રિક્ષા પ્કડી ઘેર જતા વિચારતો હતો કે,ઘેર જઇ મમ્મી પપ્પાના પગ પકડી માફી માંગી લઇશ અને કબુલ કરીશ કે,આપની અવાર નવાર મારા પર થતી ટક ટક મને ત્યારે ખારી ઝેર જેવી લગતી હતી પણ એજ ટકટકના પગલે આજે મને આવી સરસ નોકરી મળી એમ વિચારતા એણે પોતાની ભીની આંખો લુછી.
૨૧.૦૩.૨૦૨૦
Filed under: Stories |
Leave a Reply