લોકો કહે છે અતિ નથી હોતી ગતિ
વિચારવા જાતા મુંજાઇ જાયછે મતિ
જુનો જમાનો નથી મરેલા પતિ પાછળ
હવે ચઢતી નથી ચિતા પર થાવા સતિ
હાથે કરી મુસીબત નોતરી લીધા પછી
કહે રક્ષા કરજે મારી હે હનુમાન જતિ
સત્ય ક્યારે છાબડે ના ઢંકાય છે કદી
સત્ય શોધવા જતા મૂંજાઇ જાય મતિ
પોલીસને બોલાવાથી શો ફાયદો છે
જ્યાં આખો મામલો ગયો હોય પતી
‘ધુફારી’ અંધારે અટવાઇ ને ભાટકો
જો સમયસર દિમાગ ના થાય બતી
૧૫.૦૩.૨૦
Filed under: Poem |
Leave a Reply