(ગતાંકથી આગળ)
ભવાનજીએ તપાસ કરાવી કે,પૈસા ડૂબી ગયાની અફવા કોણે ફેલાવી છે.
બધા ચેક લખાઇ ગયા તો ભવાનજીએ એક ચેક ઉપાડતા કહ્યું
‘આ કિશન લાલવાણીને ફોન કરીને કહી દે કે રસીદ બુક સાથે લાવી ચેક લઇ જાય’
દસ મીનિટમાં જ કિશન લાલવાણી આવ્યો ને આવીને ભવાનજીને કહ્યું
‘જય ઝુલેલાલ ભવાનજી ભાઇ’
‘જય ઝુલેલાલ ચાલ આ રહ્યો ચેક રસીદ બનાવ’
કિશન લાલવાણીએ ચેકની રસીદ બનાવી આપતા ચેક લેવા ગયો તો ભવાનજીએ કહ્યું
‘એલા કિશના આ જો શાંતિલાલ ચુનીલાલના વીસ હજાર બાકી હતા,આ રમેશ રૂપારેલના પંદર હજાર બાકી હતા એ કોઇ કાંઇ બોલ્યા નથી અને તારા પાંચ લાખ તો ન હતા તેં તારી આ પાંચસો રૂપલડી માટે લીલાધર ગુજરી ગયો તો પૈસા ડૂબી ગયા એવી અફવા ફેલાવી લીલાધરના નામને બટ્ટો લગાડ્યો….?સાલા ભુખડી બારસ આવી વાહિયાત કરતા તને શરમ ન આવી સાલા બેશરમ..’
‘ભવાનજી ભાઇ મારી ભુલ થઇ ગઇ મને માફ કરો’કાન પકડી કિશન લાલવાણીએ કહ્યું
‘એમ નહીં આ લે લેટર પેડ ને આ બોલપેન અને હું કહું એમ માફી નામું લખી આપ’
‘એકવાર કાન પકડી માફી તો માંગી કહો તો પગે પડું પણ લેખિત માફી નામું નહીં લખું’
કિશન લાલવાણીએ કહ્યું તો ભવાનજીએ કહ્યું
‘મનસુખ આ એમ નહીં માને તું ઓલા વકિલ ફિરોઝ દારૂવાલાને બોલાવ તો આ કિશના પર પાંચ લાખનો બદનક્ષીનો કેસ ફાઇલ કરિયે’
‘પાંચ લાખ…?’કિશન લાલવાણી બે હાથે માથું પકડીને જમીન પર બેસી ગયો.
આટલી વારથી ભવાનજીનો કિશન લાલવાણી સાથે નાટક જોતા ભ્વાનજીની ચાલ સમજતા મનસુખે અમસ્થો મોબાઇલ ઉપાડી કહ્યું
‘સાહેબજી ફિરોજ અંકલ હું….’મનસુખ આગળ કંઇ બોલે તે પહેલા કિશન લાલવાણીએ કહ્યું
‘એ…મનસુખભાઇ ફોન કટ કરો હું માફીનામું લખી આપુ છું બોલો ભવાનજીભાઇ શું લખી આપુ?’
આખર ભીની આંખે કિશન લાલવાણીએ ભવાનજીએ કહ્યું હતું એમ માફીનામું લખી નીચે સહી કરી ભવાનજીને આપ્યું તો માફીનામું અને ચેકની રસીદ ખાનામાં નાખી કહ્યું
‘આવ્યોને ઠેકાણે સાલા ગિલિંડર…?ઉપાડ તારી પાંચસો રૂપલડીનો ચેક અને થા હાલતો’
બીજા દિવસે એ માફી નામાનો ફોટો સ્થાનિક સમાચાર પત્રમાં પહેલે પાને છપાયો તો વેપારીવર્ગમાં કિશન લાલવાણી પર ફિટકાર વરસ્યો (ક્રમશ)
Filed under: Stories |
Leave a Reply