(ગતાંકથી આગળ)
ભવાનજીની રજા લઇ ગુણવંત અને શશીકલા ઘેર ગયા.ભવાનજીએ માનસીને લગ્નનું આલબંબ લાવવા કહ્યું અને તેમાંથી લીલાધરના એક ફોટોગ્રાફને એનલાર્જ કરી મોટો ફોટો બનાવી આપવા સ્ટુડિયોમાં ગયો.સાંજે સરસ ફ્રેમ કરાવેલ લીલાધરનો ફોટોગ્રાફ અને આલબંબ માનસીને આપ્યા અને એક હોલ બુક કરાવવા ગયો અને વળતા સમાચાર પત્રમાં ત્રણ દિવસ પછીની તારીખે લીલાધરની પ્રાર્થના સભાની જાહેરાત આપી આવ્યો.બધુ આયોજન પ્રમાણે પાર પડ્યું.
માનસી શશીકલાના ત્રાસમાંથી છુટી આ પ્રેમાળ સસરાના પ્રેમથી બધું દુઃખ ભુલી ગઇ અને આવા પ્રેમાળ સસરાની છત્ર છાયા જુટવાઇ જતા સતત રડયા કરતી હતી.મનસુખ એને શાંત કરવાના પ્રયત્નો કરતો અને ઘર કામમાંથી જરા પરવારેકે,લીલાધરના પ્રાર્થના સભા માટે તૈયાર કરાવેલ ફોટા સામે બેસી લવારે ચઢી જતી ‘પપ્પા આમ અચાનક કેમ ચાલ્યા ગયા…?’ ‘મને પુરી સેવાનો મોકો પણ ન આપ્યો…?’ ‘મારી ક્યાં ભૂલ થઇ ગઇ પપ્પા કે આમ રિસાઇ ગયા…?’ માનસીની આ હાલત જોઇ મનસુખ સતત એની આસપાસ મંડરાયા કરતો હતો.ભવાનજી એ પ્રાર્થના સભા પત્યાના બીજા દિવસે સ્ટોર ખોલવા કહ્યું પણ મનસુખ માન્યો નહીં એટલે ભવાનજી અને ભાગેરથી લીલાધરન ઘેર આવી ગયા. આખર તેરમા દિવસે બ્રહ્મભોજન પત્યાના બીજા દિવસે ભવાનજી મનસુખને લઇ જઇ સ્ટોર ખોલાવ્યો અને ભવાનજી કેશ કાઉન્ટર બેઠો.કોઇ પણ લીલાધરના અવસાનની વાત કરે તો એક બોર્ડ તેમના સામે ધરી દેતો જેમાં લખ્યું હતું
‘લીલાધરની પ્રાર્થના સભા પુરી થઇ ગઇ છે એટલે હવે ખરખરો કરશો નહીં તો તમારો મહેરબાની જયશ્રી કૃષ્ણ’
દુઃખનું ઓસડ દહાડા આખર બે અઠવાડિયા પછી બધું થાળે પડતા ભવાનજી અને ભાગેરથી પોતાના ઘેર ગયા.મનસુખ સ્ટોરમાં પરોવાયો અને માનસીએ ઘર ગૃહસ્થીમાં પરોવાઇ ગઇ.
અઠાવાડિયા પછી ભવાનજી સ્ટોર તરફથી બજારમાં જતો હતો તો કાઉન્ટર પર બે હાથની કોણીઓ ખોડી હાથના આંગળા ભીડી હોઠ પર મૂકી બેઠેલા વિચારમગ્ન મનસુખને જોયો તો તેણે પુછ્યું
‘શું થયું મનિયા…?’
‘કાકા જેમના પાસેથી માલ લીધો છે તેમના પેમેન્ટ માટે સતત ફોન આવે છે…કોઇએ અફવા ફેલાવી છે કે લીલાધર ગુજરી ગયો ને પૈસા ડૂબી ગયા,પપ્પાના નામને બટ્ટો લગે એવું થાય છે કાકા હવે હું શું કરું…?’ભીની આંખે ભવાનજી તરફ જોઇ મનસુખે કહ્યું
‘બસ એટલું જ ને કાલે આપણા ઘરના ડોક્યુમેન્ટ લઇ બેંકમાં જઇશું અને બેંકમાં ડોકયુમેન્ટ સામે લોન લઇશું,પૈસા તારા ખાતામાં જમા કરાવી અને બધાને ફોન કરીને ચેક આપી દેજે આગળ જોયું જશે’ (ક્રમશ)
Filed under: Stories |
Leave a Reply