મુરલી મનોહર (૫)

krishna

(ગતાંકથી આગળ)

             જવાબમાં માથું ધુણાવી ટોવેલ લઇ મનસુખ બાથરૂમમાં ગયો અને પરવારીને આવ્યો અને નાસ્તા માટે બેઠો તો માનસીએ ગરમા ગરમ મેથીના થેપલા મૂંકતા પુછ્યું

‘થેપલા સાથે દહી જોઇશે કે ચ્હા..?’

‘તને શું લાગે છે શું ઠીક રહેશે…?’મનસુખે મલકીને પુછ્યું

‘ખાવું તમારે છે બોલોને એક વખત તમારા ગમા અણગમાની ખબર પડી જાય પછી વારંવાર નહીં પુછું,બોલો શું લાવું…?’

‘એમ કર સરસ એલચીવાળી ચ્હા બનાવજે અને હા જરા સાકર વધુ નાખજે’કહી મનસુખે થેપલાનો કટકો મ્હોંમાં મૂક્યો

        ચ્હા આપતા માનસીએ પુછ્યું

‘પપ્પાને થેપલા સાથે શું જોઇશે,,,?’

‘તું એમનેજ પુછજેને…’રકાબીમાં ચ્હા રેડતા મનસુખે કહ્યું

‘કેમ તમને ખબર હોય તો કહેવામાં વાંધો ખરો…?’માનસીએ મનસુખની આંખમાં જોતા કહ્યું

‘નારે વાંધો શું હોય પપ્પાને થેપલા સાથે લસણની લાલ ચટણી ને નીમક જીરાવાળી છાસનો ગ્લાસ આપજે અને દહી આપજે’કહી મનસુખ હસ્યો

                    નાસ્તો કરી ખીંટીમાં લટકતી સ્ટોરની ચાવી લઇ જતા પહેલા રસોડામાં વ્યસ્ત માનસી પાસે આવ્યો તો મનસુખના હાથમાં ચાવી જોઇ બે હાથે મનસુખનો મ્હોં પકડી ચુમતા કહ્યું

‘ગુડ બોય’ સાંભળી મલકીને મનસુખ ગયો.

         સ્ટોરના ઓટલા પર બેસી બીડી પીતા શંભુએ ઓટલા પર ઘસી બીડી ઓલવીને ફેંકતા પુછ્યું ‘કાકા ક્યાં…?’

‘આ લે ચાવી સ્ટોર ખોલ’

         આ બાજુ સ્નાનથી પરવારી મુરલી મનોહર સામે લીલાધર દીવો અગરબતી કરી બેઠો હતો,ત્યાં ભવાનજી ઘરમાં દાખલ થયો.રસોડાના કામમાં વ્યસ્ત માનસીએ પગરવ સાંભળી ડોકિયું કરી જોયું અને ભવાનજીને જોઇ કહ્યું ‘આવો કાકા જયશ્રી કૃષ્ણ’

‘જયશ્રી કૃષ્ણ દીકરા મનિયો ક્યાં છે…? હજી ઊંઘતો જ હશે’

‘ના કાકા એતો ક્યારના સ્ટોર પર ગયા’

‘તો લીલો…?’

‘પપ્પા પૂજા કરે છે’પાણીનો ગ્લાસ આપતા માનસીએ કહ્યું

‘શું ફોજદારની જેમ સવારના પહોરમાં બબાલ માંડી છે ભવા…?’નાસ્તાની ટેબલ પાસે બેસી થેપલાનો કટકો દહીમાં ઝબોડી ખાતા લીલાધરે કહ્યું   

‘આ જો તારો સસરો દીકરી….ખબર અંતર પુછ્યા તો બબાલ થ્ઇ ગઇ’કહી ભવાનજી હસ્યો

‘તમારા બંનેના ઝઘડામાં મને ન ઘસડો કાકા,લ્યો તમારી ચ્હા’ભવાનજી સામે ચ્હા મૂંકતા માનસી મલકી

‘તને પણ લીલાનો રંગ લાગી ગયો સારું સારું….’કહી ભવાનજી હસ્યો

‘ચ્હા સાથે લે મેથીવાળો સરસ થેપલો ખા મજા આવશે’એક પ્લેટ લીલાધરે સામે કરી પુછ્યું

‘તે શું સવારના પહોરમાં તને ફૂરસદ મળી….?’

‘આજની બપોરે સૌને જમવાનું આમંત્રણ આપવા આવ્યો છું’થેપલો ખાતા ભવાનજીએ કહ્યું

            નક્કી થયા મૂજબ સૌ ભવાનજીને ઘેર જમવા આવ્યા પણ માનસી તો ભાગેરથી પાસે પહોંચી ગઇ અને ભાગેરથી કંઇ બોલે તે પહેલા ગણગણતા માનસીએ કહ્યું (ક્રમશ)

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: