મુરલી મનોહર (૪)

krishna

(ગતાંકથી આગળ)

ચ્હા નાસ્તો થઇ ગયા બાદ ભવાનજીએ કહ્યું

‘માનસીની કુંડળી બની જાય પછી એની અને મનસુખની કુંડળીનો જોડામેળ જોઇ લગ્નનું મૂહુર્ત કાઢી આપજે બધું તૈયાર થ્ઇ જાય પછી મને કોલ કરજે મારા નંબર તો છેને તારા પાસે…?’

‘હા છે અને તને પરમ દિવસે જણાવીશ આમતો કાલે જ આપી શકાય પણ કાલે મારે ઓલા ઓધવજીને ત્યાં સત્યનારાયણની કથા કરવા જવાનું છે અને ભોજન પતતા સાંજ પડી જશે’

‘ભલે તો હું જાઉં જયશ્રી કૃષ્ણ’

‘જયશ્રી કૃષ્ણ’ રમાકાન્તે કહ્યું

        કુંડળી બની ગઇ રમાકાન્તના અપાયેલા મૂહુર્ત પ્રમાણે કંકોતરી છપાઇને વિતરણ થ્ઇ ગયું અને રમાકાન્તના ગોર પદે લીલાધરના આગ્રહથી ભવાનજી અને ભાગેરથીએ પ્રેમથી મનસુખને પરણાવ્યો.લગ્ન પછી નવ પરણિત લીલાધરના ચરણ સ્પર્શ  કર્યા ત્યારે લીલાધરે જભ્ભાના ખીસ્સામાંથી ચાવીનો જૂડો માનસીને આપતા કહ્યું

‘વહુ દીકરા હવે આ ઘર તમે સંભાળો અને મને આ બોજમાંથી હળવો કરો’કહી લીલાધર હસ્યો

          માનસીએ ચાવીનો જૂડાને આંખે અડાડી કમરમાં ભીની આંખે ખોડ્યો તો ભવાનજીએ માનસીને એક તરફ લ્ઇ જઇને કહ્યું

‘માનસી દીકરા મારો દોસ્ત અને તારો સસરો મનિયો પાંચ વરસનો હતો ત્યારે ઘરભંગ થયો છે,ત્યારથી મનિયાની ઉછેર અને સ્ટોરની ડબલ જવાબદારી તાણીને થાકી ગયો છે એને આરામની ખાસ જરૂર છે. સ્ટોર તો મનિયો સંભાળી લેશે,હવે ઘર તારે સંભાળવાનું છે.આ તારું ઘર છે,અહીં તારું રાજ છે અને હા અહીં કોઇ શશીકલા નથી’કહી ભવાનજીએ માનસીના માથા પર હાથ રાખી આશિષ આપ્યા

‘કાકા તમને કે મારા પપ્પાને ક્યારે ફરિયાદનો મોકો નહીં મળે’          

               ભવાનજીના આગ્રહથી માનસી અને મનસુખ સિમલા સુધી ફરી આવી એક અઠવાડિયા પછી પાછા આવી ગયા.

              બીજા દિવસે રોજની આદત પ્રમાણે લીલાધર ચ્હા બનાવવા રસોડામાં આવ્યો તો માનસીએ કહ્યું

‘પપ્પા છાપું ટિપોય પર પડ્યું છે એ વાંચો હું ચ્હા લાવું છું’

        લીલાધર છાપાના પાના ફેરવતો હતો ત્યાં સરસ એલચીવાળી ચ્હાનો કપ આપતા માનસી એ કહ્યું

‘લ્યો પપ્પા તમારી ચ્હા’

‘મને પણ ચ્હા આપ…જયશ્રી કૃષ્ણ પપ્પા’બાથરૂમમાંથી આવતા મનસુખે કહ્યું

‘જયશ્રી કૃષ્ણ’

‘તમારી ચ્હા..’માનસીએ મનસુખ સામે ચ્હાનો કપ ધર્યો.

           ચ્હા પીને મનસુખ પોતાના રૂમમાં આવ્યો ત્યારે માનસી મનસુખ માટે કપડા કાઢતી હતી એને મનસુખે પોતા તરફ ખેંચી તો ટોવેલ પકડાવી માનસીએ કહ્યું

‘જલ્દી પરવારી ને આવો અને નાસ્તો કરી સ્ટોર પર જાવ, નહીંતર પપ્પા પહોંચી જશે ભવાન કાકાએ કહ્યું હતું એ યાદ છેને…?’ (ક્રમશ)

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: