(ગતાંકથી આગળ)
કેવી મમતા ડેખાડે છે નાટકિયાણી ભવાનજીએ મનોમન કહ્યું.ચ્હા નાસ્તો આવી ગયો.લીલાધરને તો જોતા જ માનસી મનમાં વસી ગઇ.ત્રણેય સાથે બેસી ન્યાય આપ્યો પછી લીલાધરે શરૂઆત કરી
‘ગુણવંત મારા મનસુખ માટે તારી માનસીનો હાથ માંગવા આવ્યો છું’
‘ઘણી ખુશીથી આપી…’આનંદિત થ્ઇ ગુણવંતે કહ્યું તો શશીકલાએ પહેલી ફાચર મારી
‘શું ઘણી ખુશીથી હજી માનસીને કોલેજ કરવી છે એ બાકી છે ભણી લે પછી….’
‘તે લગ્ન પછી માનસીને કોલેજ કરવી હોય તો અમોને કશો વાંધો નથી કેમ લીલા…? ભવાનજીએ શશીકલાની વાત વચ્ચે કાપતા કહ્યું
‘હા..હા લગ્ન પછી એ મારી દીકરી તરિકે રહેશે’લીલાધરે સમર્થનમાં કહ્યું
‘તો ગુણવંત લાવ માનસીની કુંડળી’ભવાનજીએ કહ્યું
‘શશી માનસીની કુંડળી આપ’ગુણવંતે કહ્યું સાંભળી શશીકલા કમને ગઇ.ત્રણેય મિત્રો જુની યાદો તાજી કરતા વાતે વળગ્યા.લગભગ અર્ધા કલાક પછી હાંફળી ફાંફળી શશીકલાએ આવી ગુણવંતને કહ્યું
‘હાય..હાય માનસીની કુંડળી ક્યાંક આડી અવડી મૂંકાઇ ગઇ છે એ શોધીને હું લીલાધરભાઇ તમારા ઘેર આપી જઇશ’
શશીકલાને આ વગર પગારની નોકરાણી જાય એ ક્યાંથી પોસાય એ માટે બીજી ફાચર મારી એવું સમજતા ભવાનજીએ ગુણવંતને પુછ્યું
‘ગુણવંત માનસીની જન્મ તારીખ ને ટાઇમ શું છે એતો તને યાદ છેને…?’
‘અરે એ કેમ ભુલાય વેલેંટાઇન ડે એટલે ૧૪.૦૨.૧૯૯૫ બરાબર નવના ટકોરે માનસીનો જન્મ થયો છે’કહી ગુણવંત હસ્યો
‘ભલે માનસીની નવી કુંડળી બનાવી ને જોડામેળ જોઇ લગ્નનું મૂહુર્ત જોઇ આપવાનું ઓલ્યા રમાકાન્તને કહું છું અને તેવી જાણ તને કરીશ’ ભવાનજીએ ત્રાંસી આંખે શશીકાલા સામે જોઇ કહ્યું તો શશીકલાના ચહેરાનો રંગ ફિક્કો પડી ગયો.
‘ભલે ગુણવંત હવે અમે જઇએ જયશ્રી કૃષ્ણ’
‘જયશ્રી કૃષ્ણ’કહી ગુણવંત બંનેને બારણા સુધી વળાવા આવ્યો.
બીજા દિવસે લીલાધર પાસેથી મનસુખની કુંડળી લઇ ભવાનજી રમાકાન્ત પાસે ગયો તો ભવાનજીને આવકારતા રમાકાન્તે પુછ્યું
‘તે શું ભવા તને સવારના પોરમાં ફૂરસદ મળી ગઇ…? અરે મૈયા બે સરસ ચ્હા બનાવજે બેસ બેસ’કહી એક ખુરસી પોતાની પાસે ખેંચી ભવાનજીને બેસાડયો
‘હા તારા જેવું કામ પડ્યું છે,આ લે ઓલા લીલાધરના નંગ મનસુખની કુંડળી અને એક નવી કુંડળી બનાવવાની છે એની વિગત લખવા માંડ’
એક ડાયરી ઉઘાડી રમાકાન્તે કહ્યું ‘હાં બોલ..’
‘દીકરીનું નામ છે માનસી,પિતાનું નામ છે ગુણવંત ગોરધનદાસ કપૂર અને માતાનું નામ છે અંબા,ગોત્ર છે ભરદ્વાજ, જન્મ તારીખ છે ૧૪મી ફેબ્રુઆરી ૧૯૯૫, જન્મ સમય છે બરાબર સવારના નવ વાગે આથી વધુ વિગત જોઇશે તો બોલ…?’ભવાનજીએ પુછ્યું
‘ના આટલી વિગત બસ છે’ડાયરી બાજુમાં મૂકતા રમાકાન્તે કહ્યું ત્યાં સુધીમાં ચ્હા નાસ્તો આવી ગયા તે આપતા મૈયાએ કહ્યું
‘જયશ્રી કૃષ્ણ ભવાનજી ભાઇ’
‘જયશ્રી કૃષ્ણ ભાભી’(ક્રમશ)
Filed under: Stories |
Leave a Reply