મુરલી મનોહર (૨)

krishna

(ગતાંકથી આગળ)

         મનસુખનો જવાબ સાંભળી ધરપત થતા ભવાનજી નીચે આવ્યો.લીલાધરે ચ્હાના કપ લાવી ટેબલ પર મૂંક્યા અને બંને સાથે ચ્હા પીધી તો ખાલી કપ રકાબી ભવાનજી રસોડામાં લઇ ગયો ને ધોઇ કાઢ્યા.

‘આ મનિયાના લગ્ન કરવા છે તો કોઇ છોકરી તારા ધ્યાનમાં છે…?ભવાનજી એ પુછ્યું

‘ત્રણ ત્રણ છોકરીઓ મારા ધ્યાનમાં છે પણ મનિયો હા ભણે ત્યારેને…?’ચીંતિત સ્વરે લીલાધરે કહ્યું

‘છોકરીઓ કોણ છે એ બોલ મનિયાને હું સમજાવી લઇશ’આંખ મિચકારતા ભવાનજીએ કહ્યું

‘એક તો ઓલા હીરાલાલની અમલા’

‘ઉહું એ આપણને કામ નં આવે’માથુ ધુણાવી ભવાનજીએ ના પાડી.

‘કેમ..?લીલાધરે પુછ્યું

‘એની સગાઇ નક્કી થઇ હતી છોકરા છોકરીને મળવાનું કહ્યું તો એને જાદવજીનો રૂડો રૂપાડો ને સમજુ ચિંતન ગમ્યો નહીં બોલ….?એ અમલા પોતાને શું ની શું  સમજે છે રામ જાણે..હાં તો બીજી..?’

‘સુંદરદાસની અલકા…’મલકીને લીલાધરે કહું

ઉહું….!! એ પણ આપણને કામ ન આવે’માથુ ધુણાવી ભવાનજીએ ના પાડી

‘કેમ..? ઉત્સુકતાથી લીલાધરે પુછ્યું

‘અરે!! એ આખો દિવસ બાઇક લઇને ગામ આખામાં ભાટકતી ફરે છે એ ઘરમાં ટકે નહીં હવે ત્રીજી કોણ છે…?’

‘નાગરદાસની કલ્પના’અતિ ઉત્સાહિત થઇ લીલાધરે કહ્યું

ઉહું….!! એ પણ આપણને કામ ન આવે, એની પાંખો બહુ મોટી છે’માથુ ધુણાવી ભવાનજીએ મલકીને ના પાડી

‘મતલબ…?’આશ્ચર્યથી લીલાધરે પુછ્યું

‘એનામાં નથી રૂપ રંગ ને સાત ગુજરાતી જ ભણેલી છે માંગુ જાય તો પુછે છોકરો એન.આર. આઇ છે…? એને તો પરણીને વિદેશમાં રહેવું છે અને કોઇ એન.આર.આઇને એ પસંદ નથી આવતી’

‘તો હવે તું બતાવ..’ભવાનજીનો હાથ પકડી લીલાધરે કહ્યું

‘ગુણવંતની પહેલી પત્ની અંબાની દીકરી છે માનસી બહુ રૂપાળી નથી પણ દેખાવે નમણી છે અને બહુજ ડાહ્યી ને સમજુ છોકરીછે માનસી માટે ગુણવંતે બીજા લગ્ન શશીકલા સાથે કર્યા ગુણવંતની હાજરીમાં શશીકલા માનસી સાથે લટુડા પટુડા કરે પણ જેવો ગુણવંત બહાર જાય એટલે માનસી સાથે નોકરાણી જેવો વહેવાર કરી ત્રાસ આપે છે. માનસી મેટ્રિક થયેલી છે જો મનિયા સાથે એના લગ્ન થાય તો એ બિચારીનો શશીકલાના ત્રાસમાંથી છુટકારો થાય’

‘ભલે જો તને એટલો ભરોસો છે તો કાલે જ માનસીનો હાથ માંગવા ગુણવંતને મળી આવીએ’ બહુજ ઉત્સાહિત થઇ લીલાધરે કહ્યું

          બીજા દિવસે બંને ગુણવંતને મળવા ગયા આમ તો બંને ગુણવંતના મિત્ર જ હતા તેથી બંનેને સાથે જોઇ ગુણવંત ઘર બહાર આવી આભમાં જોવા લાગ્યો તો ભવાનજીએ પુછ્યું

‘એલા ગુણવંત શું જુવે છે આભમાં…?’

‘જોઉં છું સુરજનારાયણ આજે કઇ દિશામાં ઉગ્યા છે કે બંનેને મારી યાદ આવી અને મળવા પણ આવ્યા…? આવો આવો’ બંનેના હાથ પકડી ઘરમાં લાવતા ગુણવંતે કહ્યું

‘જયશ્રી કૃષ્ણ લીલાધર ભાઇ,ભવાનજી ભાઇ’પાણીના ગ્લાસ આપતા બહુજ નમ્રતાથી શશીકલાએ કહ્યું પછી રસોડા તરફ જોઇ કહ્યું

‘માનસી……દીકરા…..ત્રણ કપ ચ્હા બનાવજે અને નાસ્તો પણ લાવજે’(ક્રમશ)

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: