મુરલી મનોહર

krishna

            સવારના પહોરમાં ભવાનજી લીલાધરને મળવા આવ્યો ત્યારે લીલાધર રસોડાની સાફ સફાઇ કરતો હતો એ જોઇને કહ્યું

‘કેટલા દિવસ આમ ઘર કામ કરતો રહીશ…? તું મનિયાના લગ્ન કરી નાખને તો આ પડોજાણમાંથી તારો છુટકારો થાય’

‘અરે…! એ હા પાડે ત્યારેને..? તું બેસ હું ચ્હા બનાવું આપણે સાથે બેસીને ચ્હા પીએ’કહી લીલાધર હસ્યો

‘મનિયો ક્યાં છે…?’

‘ઉપર તેના રૂમમાં હશે’

        ભવાનજી મનસુખના રૂમમાં આવ્યો ત્યારે મનસુખ લેપટોપમાં ધ્યાનથી જોતો હતો

‘મનિયા…’

‘આવો કાકા…’

‘શું ચાલે છે…?’ભવાનજીએ રૂમમાં દાખલ થતા પુછ્યું

‘નોકરી માટેની એડ જોઉ છું’ભવાનજીને આવકારતા મનસુખે કહ્યું

‘એટલે…?’મનસુખની બાજુમા બેસતા ભવાનજીએ પુછ્યું

‘એક વખત નોકરી મળી જાય,હું પગ ભર થઇ જાઉ પછી પપ્પા કહે છે તેમ લગ્ન કરી લેવા’

કહી મનસુખ હસ્યો

‘દીકરા મારા આ નોકરી એટલે કરી કરી ને નો..કરી’

‘મતલબ…?’લેપટોપ બાજુમાં મૂકી મનસુખે પુછ્યું

‘મતલબ કાકામાંથી ભત્રિજા થવાનું…?’મનસુખની પીઠ પસવારતા ભવાનજીએ કહ્યું

‘કાકા હું સમજયો નહીં’ગુચવાતા મનસુખે પુછયું

‘એજ સમજાવવા તો હું આવ્યો છું,જો તું નોકરીએ લાગીશ તો તારે તારા ઉપરીની મરજી પ્રમાણે ચાલવું પડે અને એ જે કહે એજ સાચું ગણાય,ભલે એનો નિર્ણય અવિચારી અને તદન ખોટો હોય પણ એ કહે એજ સાચું. ત્યાં તારે સમય સર હાજર થવું પડે,મોડા આવ્યાનું તારું કારણ ભલે સાચું હોય પણ એ માનવું કે ન માનવું એ તારા ઉપરીની મરજી પર હોય,કદાચ એમ પણ કહે કે મિસ્ટર મનસુખ ખોટા બહાના ન બનાવો અને આમ મોડા આવશો તો મારે તમને ડીસમીસ કરવા પડશે એવી ધમકી પણ આપે,જે તારે સાંભળી લીધા વગર છુટકો ન હોય અને સામે દલીલ તો કરાય જ નહીં.તેના કરતાં  તારા પપ્પાનો આટલો સરસ ચાલતો સ્ટોર છે એ સંભાળી લે,જ્યાં નોકર તું અને શેઠ પણ તું જ્યાં કોઇની જોહુકમી નહીં.તું સ્ટોર નવ વાગે ખોલે કે દશ વાગે કોઇ પુછનાર નહીં,તું તારી મરજીનો માલિક.નોકરીમાં તો તારે કોઇ અગત્યના કામે જવું હોય તો તારા ઉપરીની રજા લેવી પડે અને હા પાડે તો જ જવાય અને મુદાની વાત  લીલાની હવે ઉમર થઇ, એને આરામની જરૂર છે,જો તું જો સ્ટોર સભાળી લે તો એને આરામ મળે.જોકે લીલાએ આખી જિંદગી કામ કર્યું છે એટલે એ સ્ટોર પર આવ્યા વગર તો નહીં રહે,તો  સ્ટોરના કેશ કાઉન્ટર બેસાડી દેજે.તને સમજાયું ને દીકરા…?’ભમર ઉંચી નીચી કરતા ભવાનજીએ પુછ્યું

‘હા કાકા તમારી વાત હું બરોબર સમજયો છું’મનસુખે કહ્યું

‘ગુડ…હવે બીજી વાત, તને કોઇ છોકરી પસંદ હોય ભલે બીજી જ્ઞાતિ કે બીજા પ્રદેશની હોય તો બોલી નાખ,લીલાને હું સમજાવી લઇશ’મનસુખની આંખોમાં જોતા ભવાનજીએ કહ્યું

‘તમેય શું કાકા…!! ના એવું કશું નથી’શરમાતા મનસુખે કહ્યું

‘સરસ આ તો શું છે કે,આજના જુવાનિયાઓ છોકરી પોતે શોધી લેતા હોય છે એટલે પુછ્યું તો હું તારા માટે છોકરી શોધવાનું શરૂ કરુંને…?’મનસુખની પીઠમાં ધબો મારતા પુછ્યું

‘તમને યોગ્ય લાગે તેમ’ (ક્રમશ)

One Response

  1. WAIT FOR FINISH.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: