(રાગઃ જાનેના જીગર પહેચાને નજર…..)
આ શેની અસર,ના પડતી ખબર,મને રોજ રોજ દેખાયા
આ શેના છે પડછાયા મને રોજ રોજ દેખાયા
જુની વીતી ગયેલી યાદોમાં,કે ઉર તણાં ઉનમાદોમાં
હું શોધી રહ્યો છું એનામાં,ના કોઇ કદી પરખાયા (મને રોજ રોજ દેખાયા)૨
કયાં ઝીણા ઝાંઝર વાગે છે,ને અરમાનો પણ જાગે છે
કો ડગલા ભરતી માનુની,ની હોઇ શકે છે છાયા (મને રોજ રોજ દેખાયા)૨
મન પુછી રહ્યું છે દિલને,શું જાણે તું આ ઝિલમીલને
કાં મૌન રહી તું મલકે છે,આ કોણ કરે છે માયા(મને રોજ રોજ દેખાયા)૨
૨૬.૧૨.૨૦૧૯
Filed under: geet |
Dream-shadow both are same. swapna ma a roj roj kon ave, padchya ma a roj roj kon ave mithi yad taji karave, dil ma thi koi jay nahi. your shadow never go away from you..
Yes very true dream & shadow give some hope that fulfill some day