હ્રદય પર હાથ તેં મૂક્યો હતો અહેસાસ બાકી છે;
ફરીથી દિલ પરે મૂકે કદી એ પ્યાસ બાકી છે
કદી તો જાગશે સ્પંદન અચાનકથી હ્રદય તારે
મને પુરો ભરોસો છે અને વિશ્વાસ બાકી છે
અશ્રુ જે નેણથી વહેતા ખરીને ગાલ પર આવ્યા
ગયા સુકાઇ પણ એના પડેલા ચાસ બાકી છે
ગતી આ શ્વાસની જાણી શકે છે કોણ આ જગમાં
‘ધુફારી’ તો ન જાણે કેટલા ઉછ્વાસ બાકી છે
૦૪.૦૮.૨૦૧૮
Filed under: Poem |
TRUE LOVE ALWAYS THIRSTY .NEVER FILL UP ANY TIME. DHUFARI BHAI INFINITY INFINITY AIR TAKEN STILL THIRSTY THIRSTY WHEN STOP TO TAKEN IN AIR BOTH HEART GO TO ONE HEART .SATISFIED SATISFIED ASLEEP FOR EVER.
Yes it is