નજર કેરા દ્વારથી કો દિલ મહીં ઉતરાય કે?
દિલ મહીં જે ચાલતા ઘમસાણ પણ દેખાય કે?
જે નકામા લાગતા વિચારને બાંધી કરી
પોટલું એ દિલ મહીંથી દૂર ક્યાં ફેંકાય કે?
પ્રેમની વહેતી સરિતા નીરમાં નાહ્યા પછી
એવું બને તરબતર એ અંગ ના સુકાય કે?
પ્રેમનો છે બાગ દિલમાં કેટલી ખીલી કળી
એ સદા મ્હેંકી રહે ને ના કદી કરમાય કે?
પ્રેમની વ્યાખ્યા તણી ના કો પડોજણમાં પડો
શું ‘ધુફારી’ જાણતા એવું કદી પુછાય કે?
૦૩.૧૨.૨૦૧૯
Filed under: Poem |
TRUE LOVE (PREM) MAKE HURRICANE IN HEART. WHAT’S THE PREM ONLY KNOW WHO HAVE MAKE.