સગાઇ (૪)

ring

 (ગતાંકથી આગળ)

આખરે અમે નક્કી કર્યું કે,બાળક દત્તક લેવું અને અમે એક બાળાશ્રમમાં ગયા.સામાન્ય રીતે લોકો દીકરા દત્તક લેતા હોય છે એટલે સંચાલકે અમને છોકરાઓ બતાવવા લાગ્યો પણ તેમણે કહ્યું અમને દીકરો નહીં દીકરી દત્તક લેવી છે.તેથી સંચાલકે અમને દીકરીઓ બતાવી જેમાંથી એક મહિનાની દીકરી એમણે પસંદ કરી અને બધી વિધી પુરી કરી અમે એને ઘેર લાવ્યા ત્યારે મેં પુછ્યું વારસદાર તરિકે દીકરાની બદલી આપે દીકરી કેમ પસંદ કરી..? તો તેમણે કહ્યું દીકરી વહાલનો દરિયો કહેવાય આજ કાલ સગા દીકરા માવતરની સંભાળ નથી રાખતા પણ દીકરીના મનમાં માવિત્રો માટે જે પ્રેમ હોય છે અનન્ય હોય છે અને સૌથી અહમ વાત કે કન્યાદાન જેવું કોઇ દાન નથી એટલે દીકરી પસંદ કરી…’

બાલુભાઇના વિચાર ઉત્તમ છે તેમના સાથે હું સહમત છું..’ચંદ્રકાંતે કહ્યું

ભલે પંકજા અમારી દત્તક દીકરી છે પણ સગી દીકરી જેવા લાલન પાલન કરી અમે ઉછેરી છે અને હા.. વાતથી અજાણ છે એટલે તમારી સુધી સિમિત રાખજો..’ભારતીએ અનસુયાના હાથ પકડીને કહ્યું

આપે પેટ છુટી વાત કરી સારું કર્યું બાબત મારા સુધી રહેશે ધરપત રાખજો.’ભારતીનો હાથ પસવારતા અનસુયાએ કહ્યું 

આપે આપની વાત કરી તો હું પણ એક વાત જણાવી દઉ કે વ્યોમેશ મારો સગો દીકરો નથી..’

તો..?’

મારી મોટી બહેનનો વિજયાનો દીકરો છે મારી મોટી બહેન બાથરૂમમાં પડી જતાં બ્રેઇન હેમ્રેજ થઇ ગયેલ ડોકટરે મારા બનેવીને કહ્યું કે,મોટી બહેન જાજુ જીવશે નહીં મારી બહેન સાંભળી ગયેલ તેમણે મારા બનેવીને કહ્યું કે મારા વ્યોમેશ માટે તમે બીજા લગ્ન મારી બહેન સાથે કરી લેજો.મને મારા બનેવીની હાજરીમાં કહ્યું મારા વ્યોમેશનું તું ધ્યાન રાખજે અને વચન આપ કે મારા ગયા પછી તું તારા બનેવી સાથે લગ્ન કરી મારા વ્યોમેશની મા બનીશ.વચનથી બંધાયલા અમે મારી મોટી બહેનના અવસાન પછી આર્ય સમાજ વિધીથી લગન કર્યા ત્યારે વ્યોમેશ એક વરસનો હતો. ત્રણેક વરસના લગ્ન જીવન પછી તેમણે બીજુ સંતાન કરવાની વાત કરી તો મેં કહ્યું કે મારા ખોળે આવેલ સંતાનથી જાણે અજાણે પોતાના અને સાવકાનો ભેદ ભાવ ઊભો થાય તો મોટી બહેનને આપેલ વચન એળે જાય તેથી અમે વિચાર માંડી વાળ્યો.અમારા વ્યોમેશને પણ વાતની ખબર નથી તો મને સગી મા સમજે છે તો વાત તમે પણ તમારા સુધી સીમિત રાખજો..’તો ભારતીએ પણ અનસુયાનો હાથ પકડી ધરપત આપી.

           ત્યાં તો પિલરની આડમાં ઊભા રહી વાતો સાંભળતા પંકજા અને વ્યોમેશ ભીની આંખે ત્યાં આવ્યા અને એક સ્વરે કહ્યું

મમ્મી પપ્પા બા બાપુજી આપનો ત્યાગ અનન્ય છે તેનો અનાદાર કરી નગુણા અને પાપના ભાગીદાર અમે થવા નથી માંગતા આપનો નિર્ણય શિરોમાન્ય છેસાંભળી સૌ એક બીજાને સહર્ષ ભેટી પડયા તો ચંદ્રકાંતે કહ્યું

કુર્યાત સદા મંગલમ્ ચાલો કરો કંકુના ને વગડાવો શરણાઇ’(સંપૂર્ણ)

૧૮.૦૪.૨૦૧૮

 

 

 

One Response

  1. VERY GOOD .EACH -OTHER PERSON KNOW TRUTH OF THEIR SELF BEFORE MARRAGE. NO MISUNDERSTAND AFTER . LIFE WILL GO SMOOTH-HAPPY.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: