સગાઇ (૪)

ring

 (ગતાંકથી આગળ)

આખરે અમે નક્કી કર્યું કે,બાળક દત્તક લેવું અને અમે એક બાળાશ્રમમાં ગયા.સામાન્ય રીતે લોકો દીકરા દત્તક લેતા હોય છે એટલે સંચાલકે અમને છોકરાઓ બતાવવા લાગ્યો પણ તેમણે કહ્યું અમને દીકરો નહીં દીકરી દત્તક લેવી છે.તેથી સંચાલકે અમને દીકરીઓ બતાવી જેમાંથી એક મહિનાની દીકરી એમણે પસંદ કરી અને બધી વિધી પુરી કરી અમે એને ઘેર લાવ્યા ત્યારે મેં પુછ્યું વારસદાર તરિકે દીકરાની બદલી આપે દીકરી કેમ પસંદ કરી..? તો તેમણે કહ્યું દીકરી વહાલનો દરિયો કહેવાય આજ કાલ સગા દીકરા માવતરની સંભાળ નથી રાખતા પણ દીકરીના મનમાં માવિત્રો માટે જે પ્રેમ હોય છે અનન્ય હોય છે અને સૌથી અહમ વાત કે કન્યાદાન જેવું કોઇ દાન નથી એટલે દીકરી પસંદ કરી…’

Continue reading