કહે કે લાશ છે, મિત્રો બધા સ્વિકારજો!
પછી સૌ વાદ વિવાદો, થતા પણ ટાળજો;
‘ધુફારી’ ના ફિનિક્ષ, જે રાખથી બેઠો થશે!
મને આપી સમાધી ને પછી દફનાવજો
૧૨.૧૧.૨૦૧૮
-0-
સમય તો ચાલતો જાશે,તમે ચાહો કે ના ચાહો!
તમારી જિન્દગી ખાસે,તમે ચાહો કે ના ચાહો;
‘ધુફારી’ છે સગા આ દેહના શબના નથી કોઇ
થસે સૌ ચાલતા ત્યાંથી તમે ચાહો કે ના ચાહો
૨૩.૦૨.૨૦૧૯
-0-
જિન્દગીના ઝેર પી, મરવું નથી!
મોત છો સામે રહે ડરવું નથી;
ડૂબવામાં છે, ‘ધુફારી’ને મજા!
નેણમાં તારા રહી, ખરવું નથી૮
૦૩.૦૩.૨૦૧૯
Filed under: Poem |
Leave a Reply