ધરા સમ ગોળ છે

earth

જિંદગીની રાહ ડામા ડોળ છે;

ક્યાંક છે ઉંચાઇ યાતો ઢોળ છે

રાહ જાલો જે ખરો સમજી કરી;

Continue reading

બંગડીઓ

bangles

        શિવાંગી મંજરીને મળવા ગઇ ત્યારે મંજરી ગુંચવાયલા કેશમાં કાંસકો ફેરવતી હતી અને કાંસકાને લાગતા ઝટકાથી એના હાથમાં પહેરેલી લાલ બંગડીઓમાંથી છન છન અવાઝ આવતો હતો.શિવાંગીને મંજરીના હાથમાં બંગડીઓ જોઇને નવાઇ લાગી એટલે પુછ્યું

‘અલી મંજરી આ બંગડીઓ…?’

Continue reading

પુછાય કે?

22

નજર કેરા દ્વારથી કો દિલ મહીં ઉતરાય કે?

દિલ મહીં જે ચાલતા ઘમસાણ પણ દેખાય કે?

Continue reading

સગાઇ (૪)

ring

 (ગતાંકથી આગળ)

આખરે અમે નક્કી કર્યું કે,બાળક દત્તક લેવું અને અમે એક બાળાશ્રમમાં ગયા.સામાન્ય રીતે લોકો દીકરા દત્તક લેતા હોય છે એટલે સંચાલકે અમને છોકરાઓ બતાવવા લાગ્યો પણ તેમણે કહ્યું અમને દીકરો નહીં દીકરી દત્તક લેવી છે.તેથી સંચાલકે અમને દીકરીઓ બતાવી જેમાંથી એક મહિનાની દીકરી એમણે પસંદ કરી અને બધી વિધી પુરી કરી અમે એને ઘેર લાવ્યા ત્યારે મેં પુછ્યું વારસદાર તરિકે દીકરાની બદલી આપે દીકરી કેમ પસંદ કરી..? તો તેમણે કહ્યું દીકરી વહાલનો દરિયો કહેવાય આજ કાલ સગા દીકરા માવતરની સંભાળ નથી રાખતા પણ દીકરીના મનમાં માવિત્રો માટે જે પ્રેમ હોય છે અનન્ય હોય છે અને સૌથી અહમ વાત કે કન્યાદાન જેવું કોઇ દાન નથી એટલે દીકરી પસંદ કરી…’

Continue reading

મુકતક (૨૭)

Pearls A

 

કહે કે લાશ છે, મિત્રો બધા સ્વિકારજો!

પછી સૌ વાદ વિવાદો, થતા પણ ટાળજો;

‘ધુફારી’ ના ફિનિક્ષ, જે રાખથી બેઠો થશે!

મને આપી સમાધી ને પછી દફનાવજો

૧૨.૧૧.૨૦૧૮

Continue reading

સગાઇ (૩)

ring

(ગતાંકથી આગળ)

ભમુની ભલામણથી મને શારજાહમાં નોકરી મળી ગઇ શો રુમની બાજુમાં એક ગુજરાતી રેસ્ટોરન્ટ હતી અને રહેવાની સગવડ પણ સારી હતી અને કામ મને ફાવી ગયું બે વરસ પછી અનસુયા સાથે મારા લગ્ન થયા અને હું પાછો શારજાહ જતો રહ્યો.બે વરસ નોકરી પછી મેં મારા મેનેજરને ફેમિલી વિઝાની વાત કરી પણ એણે ના પાડી એટલે બે વરસ પુરા થતા માંડવી આવ્યો અને અનસુયાના ભાઇની મદદથી મુંબઇમાં એક સ્પેર પાર્ટસની નાની દુકાન ખોલી.અહીં શારજાહમાં થયેલ અનુભવ કામ લાગ્યું,એવામાં લ્યુનાની એજન્સી મળી અને કામ ચાલી પડ્યું પછી તો પ્રીમીયર પદ્મિની અને અશોક લેલેન્ડના પાર્ટ્સના સ્ટોકિસ્ટ તરિકે નામના મળી આજે મારો વિજયા ઓટોમોબાઇલનો મોટો શો રોમ એમ.જી.રોડ પર છે’   

Continue reading