ના કશું સમજાય છે કે આમ શાને થાય છે;
જો અગર સમજો કશું સમજાવજો કાં થાય છે
આભથી તારા ખરે એના પછી ક્યાં જાયછે;
એ પછી તારા તણાં ભંગારનું શું થાય છે
આભમાં વાદળ ચઢે ને મેઘ વર્ષા થાય છે;
એ પછી ખાલી થયેલા વાદળા ક્યાં જાય છે
પુષ્પથી ઉપવન મહીં સૌરભ બધે ફેલાય છે
એ પછી સૌરભ બધી ફેલાઇને ક્યાં જાય છે
વૃક્ષ કો આંબા મહીં સંતાઇને જે ગાય છે
એ ટહુકો કોકિલાનો તે પછી ક્યાં જાય છે
જો ‘ધુફારી’ સાદ પાડે શબ્દ એ પડઘાય છે
શબ્દ એ પડઘાયલા તે પછી ક્યાં જાય છે
૧૮.૦૯.૨૦૧૮
Filed under: Poem |
AFTER DEATH OUR SOUL WHERE GONE?